SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ ww દેવાધિકાર. ] અજ્ઞાન તપસ્વીઓની ગતિ. ૧૦૦ बालतवे पडिबद्धा, उक्कडरोसा तवेण गारविया । वेरेण य पडिबद्धा, मरिउं असुरेसु उववाओ ॥ १६० ॥ ટીકાર્ય –અહીં જે જિનવચનના પરિજ્ઞાનથી પરિભ્રષ્ટ હોય તે પરમાર્થ. જ્ઞાન શૂન્ય હોવાથી તેને બાળ જેવા બાળ કહીએ. તેમને તપ પંચાગ્નિ વિગેરેરૂપ તે તત્વવેદીને તપ નથી, કારણ કે તેમાં અનેક જીનો ઉપઘાત રહે છે. તીર્થાતરિકે–પરતીથીઓ પણ કહે છે કે– મૈતેય (યુધિષ્ઠિર)! ચારે બાજુ ચાર અગ્નિને અને પાંચમો માથે સૂર્યનો એમ પાંચ તાપને સહન કરતો જે તપ તપે છે તે પંચતપ કહેવાતું નથી, પરંતુ વિષયરૂપ ઈન્જનના પ્રચારવાળા પાંચ ઇદ્રિચેના તાપની મધ્યમાં રહીને જે તપ તપે છે-ઇદ્રિને વશ કરે છે તે જ ખરે પંચતપ કહેવાય છે. તેવા બાળતપથી જે પ્રતિબદ્ધ એટલે આસક્ત, તેવા તપના, કરનારા, તે તે પ્રકારના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવમાં પ્રતિબદ્ધ, ઉત્કટ–પ્રચુર રોષ– ક્રોધવાળા, અનશનાદિ અનેક પ્રકારને તપ કરીને તે સંબંધી અભિમાનને કરનારા-ગોમાત મનવાળા અને કોઈની સાથેના વૈરથી ક્રોધના અનુશયવડે પ્રતિબદ્ધ થયેલા દ્વીપાયન ત્રાષિ જેવા એઓ મરણ પામીને અસુરકુમારાદિ ભવનવાસીમાં ઉત્પન્ન થાય છે. ૧૬૦ रज्जुग्गहणे विसभरकणे य जलणे य जलपवेसे य। तण्हा छहा किलंता, मरिऊण हवंति वंतरिया ॥१६१॥ ટીકાર્થ –રજુગ્રહણ એટલે ગળાફાંસો ખા, વિષભક્ષણ એટલે ઝેર ખાવું, અગ્નિમાં પ્રવેશ કરીને અથવા જળમાં પ્રવેશ કરીને મરણ પામવું, ઉપલક્ષણથી ભૂગપ્રપાત-ભૈરવજવ ખાવ અર્થાત પર્વત ઉપરથી તેની ખીણમાં પડીને મરવું. એવી રીતે મરણ પામનારા તથાવિધ મંદ શુભ પરિણામવાળા મનુષ્ય તેમજ ક્ષુધા ને તૃષાથી પીડિત થઈને મરણ પામનારા મનુષ્ય ને તિર્યચે વ્યંતર જાતિમાં દેવ થાય છે. અહીં શૂળપાણિ યક્ષ થનાર વૃષભનું દષ્ટાંત સમજવું. ૧૬૧ આજ ભાવને કહેનારી બીજી ગાથા કહે છે – रज्जुग्गहणे विसभकणे य जलणे य गिरिसिरावडणे। मरिऊण वंतरातो, हविज जइ सोहणं चित्तं ॥१६२॥
SR No.022171
Book TitleBruhat Sangrahani
Original Sutra AuthorN/A
AuthorJinbhadra Gani
PublisherKunvarji Anandji
Publication Year1935
Total Pages298
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy