SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ દેવાધિકાર.] ચાર પ્રકારની ગતિથી વિશિષ્ટ શક્તિ. चंडा चवला जवणा, वेगा य गईइ हुंति चत्तारि । जयणयरिं पुण अन्ने, गई चउत्थिं भणंती उ ॥ १४१ ॥ पढमित्थ गई चंडा, बिइया चवला तइय तह जवणा । जयणयरी य चउत्थी, विमाणमाणं न ते पत्ता ॥ १४२ ॥ ટીકાર્થ –આ બંને ગાથા સુગમ છે, પરંતુ કેટલાક આચાર્યો ચોથી ગતિનું નામ જવનતરી કહે છે એટલું વિશેષ સમજવું. ૧૪૧-૪૨ અહીં શંકા કરે છે કે જે ત્રિગુણાદિ કરવાથી આવેલા પ્રમાણવાળા પગલાં વડે કરીને દેવતાઓ કેટલાક વિમાનને પાર છ માસે પણ પામતા નથી તે આ મનુષ્યલોકમાં તીર્થકરના ગર્ભાવતાર સમયે, જન્મ સમયે, દીક્ષાગ્રહણ સમયે, કેવળજ્ઞાનપ્રાપ્તિ સમયે અને મોક્ષગમન સમયે કલ્યાણને મહિમા કરવા માટે ગર્ભાવતારાદિ જાણીને અહીં મનુષ્યલોકમાં એકદમ તત્કાળ શી રીતે આવી શકે છે? વળી પોતપોતાના કલ્પના વિમાને તે તિછ એક રાજકમાં રહેલા છે અને મનુષ્યક્ષેત્રથી સૈધર્માદિ દેવલેક તે બહુ દૂર છે. જુઓ ! અહીંથી સૌધર્મ દેવેક દેઢ રાજ, માહેંદ્ર અઢી રાજ, સહસ્ત્રાર પાંચ રાજ અને અશ્રુત છે રાજ દર છે.” એને ઉત્તર આપે છે કે અહીં પૂર્વે જે ત્રિગુણાદિ ચંડાદિગતિ પરિમાણ પગલાની વાત કરી છે તે બુદ્ધિકલ્પિત છે; તાત્વિક નથી. ચંડાદિગતિથી જુદા કમાવડે પણ દેવની ગતિ છે અને દેવો અપરિમિત સામર્થ્યવાળા છે, કારણ કે ભવસ્વભાવે જ તેમનામાં તેવી ગતિએ અહીં આવવાની શક્તિ છે, માટે ઉપરની હકીકતથી અહીં આવવાની બાબતમાં દેષ આવશે નહીં.” આ પ્રમાણે દેવભવનદ્વાર વિસ્તારથી કહ્યું, હવે તેમના શરીરની અવગાહના દ્વાર કહે છે– भवणवणजोइसोह-म्मीसाणे सत्त हुंति रयणीओ। इकिकहाणि सेसे, दु दुगे य दुगे चउक्के य ॥१४३॥ . गेविजेसुं दुन्निय, इक्का रयणी अणुत्तरेसुं च । भवधारणिज्ज एसा, उक्कोसा होइ नायबा ॥ १४४ ॥
SR No.022171
Book TitleBruhat Sangrahani
Original Sutra AuthorN/A
AuthorJinbhadra Gani
PublisherKunvarji Anandji
Publication Year1935
Total Pages298
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy