SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી બૃહતસંગ્રહણિ સટીકનું ભાષાંતર. [દેવાધિકાર. ૩૪૮ કુલ ૮૭૪ આવલિકાગત વિમાનો માહેંદ્રના છે. બાકી ૭૯૧૨૬ પુષ્પાવકીર્ણ વિમાને તેના છે. એકંદર આઠ લાખ વિમાને મહેંદ્રના છે. - પિતપોતાના ક૯૫માં સ્વસ્વક૯૫ના છેલ્લા પ્રસ્તટમાં પોતપોતાના નામના કપાવતુંસક વિમાને તેને ઈદ્રને રહેવા ગ્ય હોય છે. તે ઈદ્રના વિમાનની ચારે બાજુએ ચાર લક્કાળને યોગ્ય વિમાન હોય છે. આવલિકાગત વિમાનનું પરસ્પરનું અંતર અસંખ્ય જનનું છે અને પુષ્પાવકીર્ણ વિમાનેનું અંતર સંખ્યાના જનનું અથવા અસંખ્યાતા જનનું છે. આવલિકોપ્રવિષ્ટ વિમાનેમાં વૃત્ત, વ્યસને ચતુરસ એ ત્રણ સંસ્થાને જ હોય છે. પુષ્પાવકીર્ણ અનેક પ્રકારના સંસ્થાનેએ સંસ્થિત છે. કેટલાક નંદ્યાવર્તના આકારના, કેટલાક સ્વસ્તિકના આકારના અને કેટલાક ખગ વિગેરેના આકારવાળા છે. વૃત્ત એટલે વલયાકાર, ચસ એટલે સીંગડાને આકાર અને ચતુરસ એટલે અક્ષપાટકને આકાર સમજવો. તેમાં વૃત્ત વિમાને બધા એક ધારવાળા, વ્યસ ત્રણ દ્વારવાળા ને ચતુરસ ચાર દ્વારવાળા જાણવા. વૃત્ત વિમાને બધા કાંગરા યુક્ત ફરતા કિલ્લાવાળા જાણવા. ચતુરસ વિમાનેને ચારે બાજુ વેદિકાઓ જાણવી. વેદિકા એટલે કાંગરા વિનાના કિલ્લા સમજવા. વ્યસ વિમાનેને જે બાજુ વૃત્ત વિમાન છે તે બાજુ વેદિકા અને બીજી બે બાજુ પ્રાકાર-કાંગરાવાળો કિલ્લો સમજે. ૧રર થી ૨૫ હવે એ વિમાનોનું પ્રતિષ્ઠાન એટલે તે શેના આધારે રહેલા છે તે કહે છે– घणउदहिपइट्टाणा, सुरभवणा दोसु हुंति कप्पेसु । तिसु वायुपइटाणा, तदुभयसुपइटिया तीसु ॥ १२६ ॥ तेण परं उवरिमगा, आगासंतरपइठिया सव्वे । एस पइट्ठाणविहीं, उद्दलोए विमाणाणं ॥ १२७ ॥ - ટીકાર્થ–પ્રથમના બે સૌધર્મ ને ઈશાન દેવલોકના સુરભવનો ઘોદધિ પ્રતિષ્ઠિત છે. ઘને દધિ એટલે ત્યાનીભૂત ઉદકરાશિ–ઠરી ગયેલો જળસમૂહ તે વિમાનેને આશ્રયભૂત છે. ત્યારપછીના ત્રણ કલ્પમાં એટલે સનસ્કુમાર, માહેંદ્રને બ્રહ્મલોકમાં રહેલા સુરભવન-વિમાન વાયુ પ્રતિક છે. પૂર્વના ઘન-ઉદધિ શબ્દમાંથી ઘન શબ્દ લે એટલે તે વિમાનને ઘનવાતપ્રતિષ્ઠ જાણવા. ત્યાર પછીના ત્રણ લાતક, શુક ને સહસાર દેવલોકના વિમાને તદુભયપ્રતિષ એટલે
SR No.022171
Book TitleBruhat Sangrahani
Original Sutra AuthorN/A
AuthorJinbhadra Gani
PublisherKunvarji Anandji
Publication Year1935
Total Pages298
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy