SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૨ w શ્રી બૃહસંગ્રહણિ સટીકનું ભાષાંતર. દેવાધિકાર. સંખ્યા સમજવી. બાકીના કપમાં નીચેના પરપ્રતરને ચારે ગુણતાં જે આવે તેને ૨૪૯ માંથી બાદ કરતાં જે સંખ્યા રહે તેને મુખ સમજવું. એટલે સનત્કુમાર–માહેદ્રના વલયથી અધસ્તન પરપ્રતર સધમ્શાનના વલય સંબંધી ૧૩ છે તેને ચારે ગુણતાં પર આવે તેને ૨૪૯ માંથી બાદ કરતાં ૧૯૭ આવે. એટલું સનસ્કુમાર-માહેંદ્રના વલયનું મુખ સમજવું. બ્રહ્મલોકની અપેક્ષાએ અધસ્તન પરપ્રતર ૨૫ છે તેને ચારે ગુણતાં ૧૦૦ આવે તેને ૨૪૯ માંથી બાદ કરતાં ૧૪૯ આવે તે બ્રહ્મલેકનું મુખ સમજવું. લાંતકની અપેક્ષાએ અધસ્તન પરપ્રતર ૩૧ સમજવા તેને ચારે ગુણતાં ૧૨૪ આવે તેને ૨૪૯ માંથી બાદ કરતાં ૧૨૫ રહે. તેટલું લાંતક ક૯૫નું મુખ સમજવું. મહાશુકની અપેક્ષાએ અધસ્તન પરપ્રતર ૩૬ છે. તેને ચારે ગુણતાં ૧૪૪ થાય તેને ૨૪૯ માંથી બાદ કરતાં ૧૦૫ રહે, એટલું મહાશુકે મુખ જાણવું. સહસ્ત્રાર ક૫ની અપેક્ષાએ અધસ્તન પરપ્રતર ૪૦ છે તેને ચારે ગુણતાં ૧૬૦ આવે, તેને ૨૪૯ માંથી બાદ કરતાં ૮૯ રહે એટલું સહસારે મુખ સમજવું. આનત–પ્રાણુત વલયે અધસ્તન પરતર ૪૪ છે તેને ચારે ગુણતાં ૧૭૬ આવે તેને ૨૪૯ માંથી બાદ કરતાં ૭૩ રહે એટલું આનત–પ્રાણત વલયનું મુખ જાણવું. આરણાસ્યુત વલયની અપેક્ષાએ અધસ્તન પરપ્રતર ૪૮ છે તેને ચારે ગુણતાં ૧૨ આવે તેને ૨૪૯ માંથી બાદ કરતાં પ૭ રહે એટલું આરણમ્યુત વલયે મુખ જાણવું. અધસ્તન વયકત્રિકની અપેક્ષાએ અધસ્તન પરપ્રતર પર છે તેને ચારે ગુણતાં ૨૦૮ થાય તેને ૨૪૯ માંથી બાદ કરતાં ૪૧ રહે એટલું અધસ્તગ્રેવેયકત્રિકમાં મુખ સમજવું. મધ્યમટૈવેયકત્રિકની અપેક્ષાએ અધસ્તન પરમાર ૫૫ છે તેને ચારે ગુણતાં ૨૨૦ આવે તેને ૨૪ માંથી બાદ કરતાં ર૯ રહે. એટલું મધ્યમવેયકત્રિકે મુખ જાણવું. ઉપરિતન દૈવેયકત્રિકની અપેક્ષાએ અધસ્તન પરપ્રતર ૫૮ છે. તેને ચારે ગુણતાં ૨૩ર આવે તેને ૨૪૯ માંથી બાદ કરતાં ૧૭ રહે એટલું ઉપરિતન રૈવેયકત્રિકે મુખ સમજવું. પાંચ અનુત્તરવિમાનની અપેક્ષાએ અધસ્તન પરપ્રતર ૬૧ છે તેને ચારે ગુણતાં ૨૪૪ થાય તેને ૨૪૯ માંથી બાદ કરતાં ૫ રહે એટલા છેલ્લા પ્રસ્તટમાં આવલિકા પ્રવિણ વિમાનો જાણવા. આ અર્થને કહેનારી ત્રણ ગાથા છે તેમાં ઉપર જણાવેલ સંખ્યા જ બતાવી છે. હવે ભૂમિના વિમાનની સંખ્યા જાણવા માટે આ પ્રમાણે કરણ સમજવું. सग पयरा रूवूणा, चउगुणिया सोहिया य मूलिल्ला। जं तत्थ सुद्धसेसं, इच्छिय
SR No.022171
Book TitleBruhat Sangrahani
Original Sutra AuthorN/A
AuthorJinbhadra Gani
PublisherKunvarji Anandji
Publication Year1935
Total Pages298
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy