________________
શ્રી બૃહતસંગ્રહણિ સટીકનું ભાષાંતર. [ દેવાધિકાર વીર્ય ૫, છઠ્ઠામાં વરૂણ ૬, સાતમામાં આનંદ ૭, આઠમામાં બ્રહ્મ ૮, નવમામાં કાંચન ૯, દશમામાં રૂચિર ૧૦, અગ્યારમામાં વંચ ૧૧, બારમામાં અરૂણ ૧૨, તેરમામાં દિશ ૧૩. સનકુમાર મહેદ્ર વલયમાં પહેલે પ્રસ્તટે વૈદુર્ય ૧, બીજામાં રચક ૨, ત્રીજામાં રૂચિત ૩, ચોથામાં અંક ૪, પાંચમામાં સ્ફટિક ૫, છઠ્ઠામાં તપનીય ૬, સાતમામાં મેઘ ૭, આઠમામાં અર્ધ ૮, નવમામાં હારિદ્ર ૯, દશમામાં નલિન ૧૦, અગ્યારમામાં લોહિતાક્ષ ૧૧, બારમામાં વજ ૧૨. બ્રહ્મલેકે પહેલે પ્રસ્તટે અંજન ૧, બીજે વરમાલ ૨, ત્રીજે અરિષ્ટ ૩, ચેાથે દેવ ૪, પાંચમે સોમ ૫, છઠ્ઠ મંગળ ૬. લાંતકમાં પહેલે પ્રસ્તટે બલભદ્ર ૧, બીજે ચક્ર ૨, ત્રીજે ગદા ૩, ચોથે સ્વસ્તિક જ, પાંચમે નંદાવર્ત પ. મહાશુકે પહેલે પ્રસ્તટે આશંકર ૧, બીજે ગૃદ્ધિ ૨, ત્રીજે કેતુ ૩, ચોથે ગરૂડ ૪. સહસ્ત્રારે પહેલે પ્રસ્તટે બ્રહ્મ ૧, બીજે બ્રહ્મહિત ૨, ત્રીજે બ્રશ્નોત્તર ૩, ચોથે લાંતક ૪. આનતપ્રાણુતવલયે પ્રથમ પ્રસ્તટે મહાશુક ૧, બીજે સહસાર ૨, ત્રીજે આનત ૩, ચોથે પ્રાણત ૪. આરણુયુતવલયે પ્રથમ પ્રસ્તટે પુષ્પક ૧, બીજે અલંકાર ૨, ત્રીજે આરણ ૩, એથે અચુત ૪. અધસ્તન અધસ્તન રૈવેયકે સુદર્શન ૧, અધસ્તન મધ્યમે સુપ્રબુદ્ધ ૨, અધસ્તન ઉપરિતને મનરમ ૩, મધ્યમ અધસ્તને સર્વતેભદ્ર ૪, મધ્યમ મધ્યમે વિશાલ પ, મધ્યમ ઉપરિતને સુમન ૬, ઉપરિતન અધસ્તને સમનસ ૭, ઉપરિતન મધ્યમે પ્રીતિકર ૮, ઉપરિતન ઉપરિતને આદિત્ય ૯ અને છેલ્લે ૬૨ મે પ્રસ્તટે સર્વાર્થસિદ્ધિ ૧. આ અર્થનો સંગ્રહ કરનારી સાત ગાથા છે. તેમાં ઉપર પ્રમાણેના નામે જ હોવાથી તે ગાથાઓ અહીં લખી નથી. એ સાત ગાથામાં ત્રીજી ગાથાનું પૂર્વાર્ધ બધી ગાથાની જેવું છે અને ઉત્તરાર્ધ ગીતિ નામનું છે.
એ બધા વિમાનંદ્રક ગેળ હોય છે. ત્યારપછી તેની પૂર્વાદિ ચારે દિશાએ ત્રિખુણ હોય છે, પછી ચારે દિશાએ ચતુરસ (ચોખડા) હોય છે. પછી પાછા ગળ, ત્યારપછી ચસ (ત્રિપુણા ) ને પછી ચોખંડા હોય છે. એ પ્રમાણે આવલિકાના છેલ્લા વિમાન સુધી જાણવું. તેમ પહેલા પ્રસ્તટમાં ઉડુ નામના વિમાનંદ્રકથી પૂર્વાદિ ચારે દિશાએ ૬૨-૬૨ આવલિકાવિષ્ટ વિમાનો હોય છે. આ આવલિકા પ્રવિષ્ટ વિમાને કયા દ્વિપ અથવા સમુદ્ર ઉપર છે તે કહે છેઉડુ નામના વિમાનંદ્રકથી પૂર્વાદિ ચારે દિશામાં પ્રત્યેકમાં દર-૬૨ વિમાને છે તેમાંથી એકેક દેવ નામના દ્વીપ ઉપર, બે બે નાગસમુદ્ર ઉપર, ચાર ચાર યક્ષદ્વીપ ઉપર, આઠ આઠ ભૂતસમુદ ઉપર, સિોળ સોળ સ્વયંભૂરમણ દ્વીપ ઉપર અને ૩૧-૩૧ સ્વયંભૂરમણસમુદ્ર ઉપર એમ કુલ ૬૨ સમજવા.