SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ अधिकार बीजो - घटिकादिनुं प्रमाण પલની નંદિપિનદ્ધ (ફૂદડીવાળી) રેખાઓ અને બીજી બધી સરળ (સીધી) રેખાઓ હોય છે. તે ૨૨-૨૪ || ટીકાર્ય - સારી રીતે ગાળેલા અને ઘન કરેલા લોહની, ગોળ, પાંત્રીશપલની, બહોતેર આંગળ લાંબી તુલા કરવી. તથા, ધરણ કે જેનાથી તુલાને ધારણ કરીને વસ્તુ તોળાય એવી પાંચ પલ માપના ધરણથી તુલા જોડવી અર્થાત્ તુલાના મધ્યભાગમાં તુલાને પકડવા માટેનો ધરણ લગાવવો. અને ત્યારબાદ તુલામાં ધરણ જોડતાં જે પ્રદેશમાં ધરાયેલી તુલા સમ થાય છે એકેય બાજુ આગળ થી કે પાછળથી ઊંચી-નીચી ન થાય તે પ્રદેશમાં સમતાના સમાગમના પરિજ્ઞાન માટે અર્થાત જે પ્રદેશથી તુલા ધારણ કરાયેલી બંને બાજુ સમાન થયેલી છે તે સ્થાનને અંકિત કરવા માટે રેખા કરતાં તુલા પરિપૂર્ણ થાય છે. આ તુલામાં સમકરણી (મધ્ય) રેખા કે જેના પર ધરણ લગાવેલો છે તે રેખા સિવાયની પચ્ચીશ રેખાઓ હોય છે. || ૨૦ || સર્વ મળીને કુલ પચ્ચીશ રેખાઓ હોય છે અને એમાં વચ્ચે ચાર ફૂદડીયુક્ત (૨) નંદિપિનદ્ધ રેખાઓ જાણવી. | ૨૧ || પચ્ચીશરેખા આ રીતે થાય છે. તુલામાં પ્રથમ રેખા “સમકરણી' તે પચ્ચીશમાં ગણાતી નથી કારણ કે, સમતાના પરિજ્ઞાન માટે હોવાથી તોલ્ય વસ્તુના પરિમાણમાં ઉપયોગી નથી. ત્યારબાદ પ્રથમ રેખા અર્પકર્ષનું પરિણામ સૂચવનારી, પછી એક-એક કર્ષની વૃદ્ધિ બતાવનારી ચાર રેખાઓ, તે આ રીતે બીજી રેખા એક કર્ષ પરિમાણ સૂચિકા, ત્રીજી બે કર્થ સૂચિકા, ચોથી ત્રણ કર્થ સૂચિકા, પાંચમી ચાર કર્ભ સૂચિકા-પલ સૂચિકા છે. ત્યારબાદ, એક-એક પલની વૃદ્ધિ સૂચિકા – દશપલની સૂચિકા સુધી જાણવી, છઠ્ઠી-બે પલ, સાતમી - ત્રણ પલ, આઠમી ચાર પલ, નવમી-પાંચ પલ, દશમી-છ પલ, અગિયારમી - સાત પલ, બારમી - આઠ પલ, તેરમી - નવ પલ, ચૌદમી - દશ પલ. પંદરમી-બાર પલ, સોળમી-પંદર પલ, સત્તરમી-વીશ પલ એના પછી આઠ રેખાઓ દશ-દશ પલની, અઢારમી-ત્રીશ પલ, ઓગણીશમી - ચાલીશ પલ, વશમી - પચાશ પલ, એકવીસમી - સાઠ પલ, બાવીશમી - સિત્તેર પલ, ત્રેવીસમી – એંશી પલ, ચોવીશમી - નેવું પલ અને પચ્ચીશમી - સો પલની સૂચિકા રેખાઓ હોય છે. આ પ્રમાણે સર્વ મળીને પચ્ચીશ રેખાઓ થાય છે. ૨૨-૨૩ |
SR No.022166
Book TitleJyotish Karandakam
Original Sutra AuthorN/A
AuthorParshvaratnasagar
PublisherOmkarsuri Aradhana Bhavan
Publication Year2013
Total Pages466
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anykaalin
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy