SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ ज्योतिष्करण्डकम् यच्च पुरुषस्य शारीरिकबलोपेतादिविशेषणकलापोपादानं तदन्यथाभूतपुरुषसम्बन्धिनावुच्छ्वासनिःश्वासौ न प्राणरूपकालविशेषप्रमितिहेतू भवत इति प्रतिपत्त्यर्थं, ते च प्राणाः 'सप्त' सप्तसङ्ख्या एकः स्तोकः, स्तोकानपि च सप्त सङ्ख्यानेकं लवमाहुः पूर्वसूच्यः ॥ ९ ॥ तेऽपि च लवा अष्टात्रिंशत्-अष्टात्रिंशत्सङ्ख्याः , अर्धलवश्च अर्द्ध लवस्य अर्द्धलवः "समे अंशेऽर्ध" मिति समासश्च चेवशब्दः समुच्चये एका नालिका भवति, सार्धष्टात्रिंशल्लवाः समुदिता एका नालिका भवतीत्यर्थः ॥ ॥ इति श्रीमलयगिरिविरचितायां ज्योतिष्करण्डकटीकायां कालप्रमाणनामा प्रथमोऽधिकारः समाप्तः ॥ ગાથાર્થ :- પરમનિરુદ્ધ, અવિભાજ્ય જે કાળ તેને સમય જાણ. એવા અસંખ્યય સમયોથી એક ઉચ્છવાસ-નિઃશ્વાસ થાય છે, ઉચ્છવાસ-નિઃશ્વાસ દ્વારા એક પ્રાણ થાય છે. સાત પ્રાણોનો એક સ્તોક થાય છે અને સાત સ્તોકનો એક લવ કહેવાય છે. આવા સાડા આડત્રીસ લવોની એક નાલિકા થાય છે. ટીકાર્થ - જે પરમનિરુદ્ધ અર્થાતુ પરમનિકૃષ્ટ કાળ તે સમય તે કેવો હોય છે ? અવિભાજય - જેનો ફરીથી વિભાગ ન કરી શકાય તે કાળ પરમનિરુદ્ધ કાળ. આવા પ્રકારનો જે કાળ તેને સમય જાણ. તે સમય દુરધિગમ્ય છે, સાક્ષાત્ કેવલજ્ઞાન દ્વારા કેવલી ભગવંતો જેને જાણે છે પરંતુ શિંગડુ પકડાવવાના ન્યાયથી અન્યને નિર્દેશ કરી શકતા નથી. અર્થાત્ શિંગડુ પકડાવીને અન્યને કહે કે જો આ શિંગડું કહેવાય એમ સમયને પકડીને જણાવી શકાતો નથી. કારણ કે નિર્દેશ સૌપ્રથમ કાયપ્રયોગથી ભાષા દ્રવ્યોને ગ્રહણ કરીને પછી વચનપર્યાપ્તિના કરણયોગ દ્વારા ઉચ્ચારણ કરાય છે તેથી સમય” એટલા અક્ષરોનું ઉચ્ચારણ થાય તેટલામાં અસંખ્યય સમય પસાર થઈ જાય છે એટલે બતાવવા દ્વારા સાક્ષાત્ તેનો નિર્દેશ શક્ય નથી. આવા અસંખ્યય સમયોનો એક ઉચ્છવાસ-નિઃશ્વાસ થાય છે. આવા જઘન્યયુક્તાસંખ્યાત પ્રમાણ સમયોની એક આવલિકા, સંખેયઆવલિકાનો એક ઉચ્છવાસ અને તેટલા પ્રમાણનો એક નિઃશ્વાસ, ઉચ્છવાસ-નિઃશ્વાસમાં આટલો ભેદ છે- ઉપર જવાના સ્વભાવવાળો તે ઉચ્છવાસ અને નીચે જવાના સ્વભાવવાળો નિઃશ્વાસ કહેવાય છે. || ૮ ||
SR No.022166
Book TitleJyotish Karandakam
Original Sutra AuthorN/A
AuthorParshvaratnasagar
PublisherOmkarsuri Aradhana Bhavan
Publication Year2013
Total Pages466
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anykaalin
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy