SearchBrowseAboutContactDonate
Page Preview
Page 321
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૮ ज्योतिष्करण्डकम् ગાથાર્થ આસો-કાર્તિક માસ વચ્ચે અને વૈશાખ-ચૈત્ર વચ્ચે અહીં જે સમ અહોરાત્ર છે તે અયનમળ્યોમાં વિષુવ જાણવા. ' ટીકાર્ય : આસો-કાર્તિક માસ અને વૈશાખ-ચૈત્ર માસની વચ્ચે સમ અહોરાત્ર થાય છે. તેને પૂર્વપુરુષની પરિભાષાથી વિષુવ’ એમ વ્યવહારમાં કહેવાય છે. “અભિધાન કોષ”માં કહ્યું છે “સમ અહોરાત્ર કાળ વિષુવ છે.” આવા વિષુવો અયનના મધ્ય ભાગોમાં થાય છે અર્થાત્ આસો માસ પછી કાર્તિક માસમાં યથાયોગ દક્ષિણાયન વિષુવોનો સંભવ છે તથા ચૈત્રમાસ પછી વૈશાખ માસમાં યથાસંભવ ઉત્તરાયણ વિષુવનો સંભવ છે. તેથી એ અવકાશમાં સમ અહોરાત્રનો સંભવ છે જેમ પંદર મુહૂર્ત પ્રમાણ દિવસ થાય છે અને પંદર મુહૂર્ત પ્રમાણ રાત્રિ થાય છે તે આ રીતે સમ અહોરાત્રમંડળના મધ્યભાગમાં જ સૂર્ય રહેલો હોય છે તે સર્વઅત્યંતર મંડળથી ૯૨મા મંડળમાં અને સર્વબાહ્ય મંડળથી પણ ૯મા મંડળમાં છે. આ રીતે રમું મંડળ જ્યારે સૂર્ય ઉપસંક્રમીને ચારો ચરે છે ત્યારે તે કાળ વ્યવહારથી વિષુવ કહેવાય છે. નિશ્ચયથી તો જે અહોરાત્રમાં સમ દિવસ સમરાત્રિ છે તે અસ્ત પ્રાયઃ સૂર્ય છતે જે રાત્રિ પ્રવેશકાલ સાડા બાણું (૯૨)મા મંડળમાં સંભવી છે તે કાળ “વિષુવ' છે. મૂળ ટીકામાં પણ કહ્યું છે “રવિ મંડળનું મધ્ય વિષુવ” છે. . ર૬૯ / હવે, નૈક્ષયિક વિષુવકાળ પ્રમાણ જે આગળ કહેલું તે સૂત્રકાર બતાવે છે पन्नरसमुहत्तदिणो दिवसेण समा य जा हवइ राई । सो होइ विसुवकालो दिणराईणं तु संधिम्मि ॥ २८० ॥ यो भवति पंचदशमुहूर्तप्रमाणो दिवसो या च दिवसेन समा रात्रिः, पंचदशमुहूर्तप्रमाणेत्यर्थः, इह द्वानवतितमेऽपि मण्डले समौ रात्रिदिवसौ न भवतः, कलया न्यूनाधिकभावात्, परं सा कला न विवक्षितेति समौ रात्रिदिवसौ तत्र गण्येते, इत्थम्भूतयो रात्रिदिवसयोः सन्धौ यः कालः स विषुवकालः ॥ २८० ॥ साम्प्रतं कतिपर्वातिक्रमे कस्यां तिथावीप्सितं विषुवं भवतीतीप्सितविषुवानयनाय करणमाह ગાથાર્થ : પંદર મુહૂર્તનો દિવસ થાય છે અને દિવસ સમાન જ્યારે રાત્રિ થાય છે તે દિવસ-રાત્રિની સંધિમાં વિષુવકાળ હોય છે.
SR No.022166
Book TitleJyotish Karandakam
Original Sutra AuthorN/A
AuthorParshvaratnasagar
PublisherOmkarsuri Aradhana Bhavan
Publication Year2013
Total Pages466
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anykaalin
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy