SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ अधिकार दसमो मंडल विभाग १७५ ૫૨ નવ્વાણુ હજા૨ યોજન ઊંચો છે ૧૦૦૦ યોજન પૃથ્વીમાં અવગાઢ છે તથા ધરતી પર ૧૦૦૦૦ યોજન વિસ્તૃત ત્રણેય લોકને સ્પર્શનારો છે તથા સર્વરત્નો અને પ્રાયઃ સુવર્ણાદિ સર્વ ધાતુથી યુક્ત છે તે આ રીતે મેરૂના ત્રણ કાંડ છે, પ્રથમ - બીજું - ત્રીજું. કાંડ એટલે વિશિષ્ટપરિમાણથી અનુગત ભાગો, પ્રથમ કાંડ ૧૦૦૦ યોજન પ્રમાણ તે ભૂમિમાં અવગાઢ છે, બીજું ૬૩૦૦૦ યોજન છે તે સમભૂતલ ભાગથી માંડીને ઉપર જતાં જાણવું. ત્રીજું ૩૬૦૦૦ યોજનનું છે પ્રથમકાંડ ક્યાંક પૃથ્વીબહુલ, ક્યાંક પત્થરબહુલ, ક્યાંક વજ્રરત્નબહુલ, ક્યાંક શર્કરાબહુલ છે. પૃથ્વી વિવિધ ધાતુરૂપ જાણવી, બીજું કાંડ ક્યાંક રજતબહુલ, ક્યાંક જાતરૂપબહુલ, ક્યાંક અંકરત્નબહુલ, ક્યાંક સ્ફટિક રત્નબહુલ છે. ત્રીજું એકાકાર સંપૂર્ણપણે જંબૂનદમય છે એટલે સર્વરત્નધાતુયુક્ત હોય છે. તેના ઉપર શિખરમાં સર્વ વૈડૂર્યરત્નમયી ચૂલિકા છે તે ૪૦ યોજન ઊંચી છે. મૂળમાં ૧૨ યોજન પહોળી, વચ્ચે ૮ યોજન અને ઉ૫૨ ચાર યોજન પહોળી છે, તે મેરૂ પર્વત ચૂલિકા દ્વારા સેંકડો પતાકા યુક્ત દેવોના ઇન્દ્રધ્વજ જેવો લાગે છે, તે દેવરાજાઓનો અત્યંત રમણીય હોવાથી શ્રેષ્ઠ ક્રીડા સ્થાનરૂપ છે. એ મેરૂપર્વતમાં ચાર વનો ત્રણ મેખલા આવેલી છે તે આ રીતે ભૂમિ પર ભદ્રશાલ વન છે. સમભૂતલા ભાગથી ઉપર ૫૦૦ યોજને ૫૦૦ યોજન પહોળી પ્રથમ મેખલા છે. ત્યાં નંદનવન છે તેનાથી ઉપર ૬૩૦૦૦ યોજન જતાં ૫૦૦ યોજન પહોળી બીજી મેખલા છે. ત્યાં સૌમનસ વન છે તેનાથી પણ ઉપર ૩૬૦૦૦ યોજન જતા મેરૂનું ઉપરિમ તલ છે તે ૧૦૦૦ યોજન વિસ્તારનું છે ત્યાં ચૂલિકાની સર્વદિશાઓમાં પંડક વન છે. તેમાં ૫૦૦ યોજન લાંબી ૨૫૦ યોજન પહોળી ૪ મહાશિલા છે તે શિલાઓ ઉપર તીર્થંકરોના અભિષેક યોગ્ય ૫૦૦ ધનુષ ઊંચા પરમરમ્ય શાશ્વત સિંહાસનો છે. II ૧૮૮-૧૮૯ ॥ હવે,ઉપરથી નીચે ઉતરતાં ઇચ્છિત ક્ષેત્રમાં વિધ્વંભ પરિમાણ જાણવા માટે કરણ બતાવે છે. जत्थिच्छसि विक्खंभं मंदरसिहराउ ओवइत्ताणं । इक्कारसहियलद्धो सहस्ससहिओ उ विक्खंभो ॥ १९० ॥ मन्दरपर्वते शिखरादवपत्य यत्र क्वापि विष्कम्भं ज्ञातुमिच्छसि तत्र यदतिक्रान्तं योजनादिकं तस्यैकादशभिर्भागे हृते यल्लब्धं तत्सहस्रसहितं सत् तत्र विष्कम्भः, स च मेरोरुपरितलादधः षट्त्रिंशद्योजनसहस्राण्यवतीर्णः, तत्र किल विष्कम्भो ज्ञातुमिष्ट इति षट्त्रिंशत्सहस्राणि ध्रियंते ३६०००, तेषामेकादशभिर्भागे हते लब्धानि द्वात्रिंशद् योजनशतानि
SR No.022166
Book TitleJyotish Karandakam
Original Sutra AuthorN/A
AuthorParshvaratnasagar
PublisherOmkarsuri Aradhana Bhavan
Publication Year2013
Total Pages466
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anykaalin
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy