SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ अधिकार छट्टो - नक्षत्र परिमाण आदित्यानामपि भवति, ततो यत्र द्वीपे समुद्रे वा यावन्तः प्रागुक्त करणवशाच्चन्द्रमस उपलब्धास्तावन्तस्तत्र सूर्या अप्यन्यूनातिरिक्तास्तत्करणवशादवसेयाः ॥ १२२ ॥ सम्प्रति यावन्ति नक्षत्राणि यावन्तश्च महाग्रहा यावांश्च तारागण एकस्य शशिनः परिवारस्तदेतत् प्रतिपादयति ११३ ગાથાર્થ :- ઘાતકીખંડ પ્રભૃતિ દ્વીપ સમુદ્રોમાં ઉદ્દીષ્ટ ચંદ્રો ત્રણગુણા થતા આદિના દ્વીપના ચંદ્ર સહિત તેટલા અનંતર દ્વીપસમુદ્રમાં તેનાથી પછી હોય છે. જે ઘાતકી ખંડથી પછીના દ્વીપો અને સમુદ્રો છે તેમાં સૂર્યોનો પણ આ સર્વવિધિ અન્યૂન હોય છે. ટીકાર્થ :- ઘાતકીખંડ વગેરેથી માંડીને દ્વીપસમુદ્રોમાં જે ચંદ્રો કહ્યા છે તેના ત્રણ ગુણા કરતે છતે જંબૂદ્રીપને આદિ કરીને જે ઉદ્દીથી પૂર્વના ચંદ્રો છે તેનાથી સહિત જેટલા થાય તેટલા પ્રમાણ તે દ્વીપ કે સમુદ્રથી આગળ બીજા દ્વીપ કે સમુદ્રમાં હોય છે ત્યાં ઘાતકીખંડમાં ૧૨ ચંદ્ર કહેલા છે તેના ત્રણગુણા કરતાં ૩૬ થાય છે તેમાં આદિમ ચંદ્રો ૬ = : બે જંબુદ્રીપ + ૪ લવણોષિના ઉમેરતાં ૩૬ + ૬ = ૪૨ ચંદ્રો કાલોષિ સમુદ્રના ચન્દ્રો થયા. તથા ક્લોધિના ૪૨ તેના ત્રણગુણા ૧૨૬ તેમાં આદિના ૧૮ = ૨ જંબૂ + ૪ લવણ ૧૨ ઘાતકીખંડના ઉમેરતાં ૧૪૪ ચંદ્રો પુષ્કરવર દ્વીપના થયા. જીવાભિગમાદિમાં કહ્યું છે પુષ્કરવરમાં ભગવન્ ! કેટલા ચંદ્રો પ્રભાસમાન થયા છે, થાય છે કે થશે ? ગૌતમ ! એકસો ચુમ્માલીશ ચંદ્રો પ્રભાસમાન થયા છે, થાય છે, થશે એકસો ચુમ્માલીશ સૂર્યો તપ્યા છે, તપે છે, તપશે ચાર હજાર બત્રીસ નક્ષત્રોએ જોગ કર્યો છે કરે છે, કરશે, ૧૨૬૭૨મહાગ્રહો સદા ચારો ચર્યા છે, ચરે છે, ચરશે. ૯૬,૪૪,૪૦૦ કોડાકોડી તારાઓ શોભ્યા છે, શોભે છે કે શોભશે.” એ રીતે શેષ દ્વીપ-સમુદ્રોમાં પણ આ કરણના આધારે ચંદ્ર સંખ્યા જાણવી. ।। ૧૨૧ || ઘાતકીખંડ પછી જે દ્વીપ કે સમુદ્રો છે તેમાં આ આગળ કહેલો ચંદ્ર સંખ્યા લાવવાનો વિધિ અન્યૂન સર્વ સૂર્યો માટે પણ હોય છે એટલે જે દ્વીપ કે સમુદ્રમાં જેટલા પૂર્વે કહેલા કરણથી ચંદ્રો ઉપલબ્ધ થાય તેટલા જ ત્યાં સૂર્યો પણ અન્યનાતિરિક્ત જાણવા. ॥ ૧૨૨ ॥ હવે, જેટલા નક્ષત્રો અને જેટલા મહાગ્રહો અને જેટલા તારાગણો એક ચંદ્રનો પરિવાર છે તે જણાવે છે ૧ ચંદ્રનો પરિવાર नक्खत्तट्ठावीसं अट्ठासीई महग्गहा भणिया । एससीपरिवारो एत्तो तारावि मे सुणसु ॥ १२३ ॥
SR No.022166
Book TitleJyotish Karandakam
Original Sutra AuthorN/A
AuthorParshvaratnasagar
PublisherOmkarsuri Aradhana Bhavan
Publication Year2013
Total Pages466
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anykaalin
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy