SearchBrowseAboutContactDonate
Page Preview
Page 366
Loading...
Download File
Download File
Page Text
________________ કેવલીમાં દ્રવ્યહિંસા જળવવિરાધના વિચાર पुष्टालंबनदशायांस्वतन्त्रभङ्गेच्छारूपाविरतिभावं विना द्रव्यहिंसादिकारिण्यपि स्यादेव, न च तया सर्वार्थानभिष्वङ्गस्य भावविरतिबाधनं, उत्सूत्रा तु प्रवृत्तिर्बाधत एव विरतिभावं, केवलं सा गीतार्थप्रज्ञापनायोग्या निरनुबन्धा, अभिनिवेशवती तु न मूलच्छेद्यातिचारजातमन्तरेण स्याद्, इति गीतार्थस्य तन्निश्रितस्य वाऽऽज्ञापरतंत्रस्योत्सूत्रप्रवृत्तिरहितस्याष्टादशशीलाङ्गसहस्रमयो सर्वविरतिपरिणामः पूर्णो भवति, बाह्यप्रवृत्तिपूर्णतामात्रं त्वत्रातन्त्रमिति । तदुक्तं [पंचा० १४/१३-२३]'एयच एत्थ एव विरईभाव पडुच्च दट्ठव । ण उ बझपि पवित्तिं जं सा भाव विणावि भवे ॥ जह उस्सग्गंमि ठिओ खित्तो उदगंमि केणइ तवस्सी । तम्वहपवित्तकाओ अचलियभावोऽपवित्तो उ॥ હોવા છતાં પણ) અન્ય અંગો અક્ષત રહ્યા હોવાથી મૂલપ્રાયશ્ચિત્ત આવતું નથી એવી શંકા ન કરવી, કેમકે એક પણ ગુરુદોષ ચારિત્રને મૂલથી નાશક છે એવું મડપશિલા દુષ્ટાન્તથી શાસ્ત્રકારોએ માન્યું છે. અર્થાત્ અ શીલાંગભંગ જો ઉત્તરગુણના અતિચારરૂપ ન બનતાં ગુરુદોષરૂપ જ બનતું હોય તે તે એ સંયમને મૂલથી નાશક હેવાથી મૂલપ્રાયશ્ચિત્ત આવે જ. [શીલની અખંડિતતામાં અપેક્ષા ભાવવિરતિની, નહિ કે બાહ્યપ્રવૃત્તિની]: વળી અહીં જે શીલની અખંડિતતા કહી છે તે ભાવવિરતિની અપેક્ષાએ જ જાણવી, નહિ કે બાહ્ય પ્રવૃત્તિની અપેક્ષાએ પણ. કારણ કે બાહ્યપ્રવૃત્તિ તે, પરતંત્રપણે કે પુષ્ટઆલંબન વખતે સ્વતંત્રપણે, સ્વતંત્ર રીતે (પુષ્ટઆલંબનને વશ થઈને નહિ) તે તે. અંગને ભાંગવાની ઈચ્છારૂપ જે અવિરતિભાવ છે તેના વિના (પણ) દ્રવ્યહિંસા વગેરે કરનારી પણ બને જ છે. આ પ્રવૃત્તિથી સર્વ પદાર્થોમાં અનાસક્ત સાધુની ભાવવિરતિનો બાધ થતો નથી. જ્યારે સ્વમતિ અનુસારે નિર્દોષ માનેલી સૂત્રવિરુદ્ધ પ્રવૃત્તિથી તે વિરતિભાવનો બાધ થાય જ છે. પણ એમાં પણ વિશેષતા એ જાણવી કે એ ઉસૂત્રપ્રવૃત્તિ બે પ્રકારે : છે. (૧) પ્રજ્ઞાપનીય=અન્ય ગીતાર્થ રોકે કે “આ પ્રવૃત્તિ સૂત્ર વિરુદ્ધ છે, માટે તમે ન કરો” તો એમની વાતને સ્વીકાર કરનાર સાધુની સૂત્રવિરુદ્ધ પ્રવૃત્તિ. (૨) તે સિવાયના સાધુની સૂવિરુદ્ધ પ્રવૃત્તિ એ અપ્રજ્ઞાપનીય, આમાંથી પ્રજ્ઞાપનીય પ્રવૃત્તિ બિરનુબંધ હોય છે. અર્થાત્ અટકાવી શકાય તેવી (અથવા અશુભકર્મના અનુબંધ રહિત) હોય. છે. કારણ કે તેને કરનાર સાધુમાં અભિનિવેશ હોતું નથી. અપ્રજ્ઞાપનીય પ્રવૃત્તિ અતત્વના અભિનિવેશ (કદાગ્રહ) વાળી હાઈ સાનુબંધ (અટકાવી ન શકાય તેવી કે અશુભ અનું. બંધ વાળી) હોય છે. આ અપ્રજ્ઞાપનીય પ્રવૃત્તિ મૂલથી ચારિત્રને છેદ કરી નાખે તેવા પ્રકારના અતિચાર વિના થતી નથી. અર્થાત્ તેનાથી સર્વવિરતિને બાધ થઈ જાય છે. ગીતાર્થ અને તેની નિશ્રામાં રહેલ આજ્ઞાપરતંત્ર અગીતાર્થ સૂત્રવિરુદ્ધ પ્રવૃત્તિ કરતા ન હોવાથી (કે કરતા હોય તે અન્યથી રોકાતા હોવાથી) ઉસૂત્રપ્રવૃત્તિ રહિત હોય છે. અને તેથી તેઓને અઢારહજાર શીલાંગમય સર્વવિરતિપરિણામ સંપૂર્ણ હોય છે, ખંડિત થતો નથી. પછી અપવાદપ બાહ્યપ્રવૃત્તિ ભલે કદાચ હિંસાદિ કરનારી હોય. માટે: બાહ્યપ્રવૃત્તિની પૂર્ણતા આ શીલાંગોની પૂર્ણતા કે ન્યૂનતામાં (અને તેથી સર્વવિરતિ १. एतच्चात्रैव विरतिभावं प्रतीत्य द्रष्टव्यम् । न तु बाह्यामपि प्रवृत्तिं यत्सा भाव विनापि भवेत् ।। २. यथा कायोत्सर्ग स्थितः क्षिप्त उदके केनचित्तपस्वी । तद्वधप्रवृत्तकायोऽप्यचलितभावोऽप्रवृत्तस्तु ॥ ૪૧
SR No.022165
Book TitleDharmpariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1987
Total Pages552
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy