SearchBrowseAboutContactDonate
Page Preview
Page 353
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૮ ધર્મપરીક્ષા લૈ. ૫૩ नुपहितविराधनात्वेन प्रतिबन्धकत्वं लभ्यते, इत्युपहितायास्तस्याः प्रतिबन्धकाभावत्वं स्वरूपेणवाक्षतं इत्यपि युक्तं, प्रकृतविराधनाव्यक्तौ जीवघातपरिणामजन्यत्वस्यासत्त्वेन त्याजयितुमशक्यत्वाद् । अत एव तत्प्रकारकप्रमितिप्रतिबन्धरूपस्यापि तद्धानस्यानुपपत्तेः । अथ-वर्जनाभिप्रायाभावविशिष्टविराधनात्वेन प्रतिबन्धकत्वे न कोऽपि दोषः, प्रत्युत वर्जनाभिप्रायस्य पृथक्कारणत्वाऽ [ હિંસાપરિણામજન્યત્વને વિરાધનાનું સ્વરૂપ કહેવું એ મુગ્ધપ્રતારણ-ઉ.] ઉત્તરપક્ષ - જીવઘાત પરિણામજન્યત્વ એ “વિરાધના' પદનું પ્રવૃત્તિનિમિત્ત (એ શબ્દને ઉચ્ચાર થવામાં બનતું નિમિત્તકારણ) છે કે હિંસારૂપ વિરાધના પદાર્થનું વિશેષણ છે? પ્રવૃત્તિનિમિત્ત માની શકાતું નથી. કારણ કે તાદશજન્યત્વશૂન્યહિંસામાં તેવું પદ પ્રવૃત્તિનિમિત્ત નથી અને છતાં “વિરાધના' તરીકે તેને જે ઉલેખ કરો છો તે ઉન્મત્તના પ્રલા૫ જે બની જવાની આપત્તિ આવે. એને વિશેષણ પણ માની શકાતું નથી, કારણ કે વિશેષણવિશિષ્ટવિશેષ્ય એ પ્રતિબંધક તરીકે ફલિત થવાથી ઉપર આપેલ દેષ એમને એમ ઊભો જ રહે છે. માટે “જીવઘાત પરિણામજન્યત્વ એ વિરાધનાનું સ્વરૂપ છેઈત્યાદિ વાતે કરવી એ મુગ્ધશિષ્યોને માત્ર ઠગવાની જ વાત છે. પૂર્વપક્ષ - જે ધર્મવિશિષ્ટ થયેલી જે વહુ પિતાના સ્વરૂપને છોડી દે છે તે ધર્મ તેમાં ઉપાધિ કહેવાય છે? આ નિયમને અનુસાર વિચારતાં તેમજ “વર્જનાભિપ્રાવિશિષ્ટ એવી જીવવિરાધના પિતાના જીવઘાત પરિણામજન્યસ્વરૂપ સંયમનાશકતા સ્વરૂપને છેડી દે છે એ હકીકતને વિચારતાં જણાય છે કે વર્જનાભિપ્રાયથી અનુપહિત (વર્જનાભિપ્રાયના સાંનિધ્ય વગરની) વિરાધના તરીકે જ વિરાધના એ નિર્જરા પ્રતિબંધક છે. તેથી વનાભિપ્રાયથી ઉપહિત વિરાધનામાં સ્વરૂપે જ પ્રતિબંધકાભાવત્વ અબાધિતપણે જળવાઈ રહે છે. અર્થાત્ જીવઘાત પરિણામથી વિશિષ્ટ હોવા રૂપે એ પ્રતિબંધક જ નથી તે તમે કહેલ આપત્તિ શી રીતે આવે ? ઉત્તરપક્ષ :- પ્રસ્તુત વિરાધના “આ જીવને હણું” ઈત્યાદિ અભિપ્રાયથી થઈ ન હેવાથી તેમાં પહેલેથી જીવઘાત પરિણામજન્યત્વ જ હેતું નથી તે વનાભિપ્રાયથી તે દૂર કરવું પણ અશકય જ રહે છે. પૂર્વપક્ષ - તમારી વાત સાચી છે. તેમ છતાં, વિરાધના વિશે સામાન્યથી જે “આ જીવઘાતપરિણામજન્ય છે એવી જીવઘાત પરિણામજન્યત્વપ્રકારક પ્રમા થતી હોય છે તે પ્રમાને પ્રતિબંધ કરવારૂપ જે વિરાધનાના સ્વરૂપનો ત્યાગ તે તે વર્જનાભિપ્રાયથી થવો અશક્ય રહેતો નથી ને ? ઉત્તરપક્ષ- હા, એ પણ અશક્ય જ રહે છે, કારણ કે આ વિરાધના જીવઘાત પરિણામજન્ય ન હોઈ તેને વિશે તેવી પ્રમા(યથાર્થજ્ઞાન) જ મૂળમાં સંભવતી ન હોઈ તેને પ્રતિબંધ પણ શી રીતે થાય? પૂર્વપક્ષ-વનાભિપ્રાયના અભાવવિશિષ્ટવિરાધના તરીકે જ વિરાધનાને પ્રતિ બંધક માનવામાં ઉપરને કોઈ દેષ રહેતો નથી. ઉપરથી વર્જનાભિપ્રાયને નિર્જરાનું પૃથક કારણ માનવું ન પડવાથી લાઘવ થવા રૂ૫ ગુણ જ થાય છે.
SR No.022165
Book TitleDharmpariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1987
Total Pages552
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy