SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ જમાલિના સંસારભ્રમણને વિચાર बौदारिकादिशरीराण्याश्रित्य व्याख्याता इति तेऽपि सिद्धस्य न संभवन्ति । अगुरुलघुपर्यायाश्च कार्मणादिद्रव्याणि जीवस्वरूपं चाश्रित्य व्याख्याताः, तत्र कार्मणादिद्रव्याश्रितास्ते सिद्धस्य न संभवन्ति, जीवस्वरूपं त्वाश्रित्य सर्वाशशुद्धास्ते संभवन्ति, पर तेऽपि साक्षाच्छब्देनोक्ता इति यावच्छब्दवाच्यं नावशिष्यते इति । ततो यथा तत्र वाक्यार्थद्योतक एव यावच्छब्दस्तद्वदिहापि स्यादिति किमनुपपन्नमिति निपुणधिया निभालनीयं प्रेक्षावद्भिः । किश्च 'जाव चत्तारि पंच' इत्यादि सूत्रभपि नरकोपपातातिरिक्तविशेषाभावमादाय परिमितभवजमालिजातीयदेवकिल्बिषिकविषयं जमालिसादृश्यप्रदर्शनायोपन्यस्तं, न तु देवकिल्बिषिक [ઘોતકનારૂપ થાવત્ ” શબ્દ પણ પ્રસિદ્ધ ] વળી સૂત્રમાં વાક્યર્થના દ્યોતક તરીકે પણ “થાવત્ ' શબ્દનો પ્રયોગ થાય છે જેમ કે ભગવતીસૂત્રમાં કંઇક અધિકાર માં કહ્યું છે કે “ભાવને આશ્રીને વિચારીએ તે. સિદ્ધમાં અનંતા જ્ઞાનપર્યા, અનંતા દર્શનપર્યાય યાવત અનંત અગુરુલઘુપર્યાય હાય છે.” અહીં ગણુમાં વચમાં રહેલા બીજા કેઈ પદાર્થનો “યાવહૂ ” શબ્દથી ઉલ્લેખ થઈ શકતો નથી, કારણ કે તે ગણુ આવો દેખાડાય છે. “ભાવને આશ્રીને વિચારીએ તે, જીવમાં અનંત જ્ઞાનપર્યા, અનંત દર્શનપર્યા, અનંતચારિત્રપર્યાય, અનંત ગુરુલઘુપર્યા, અનંત અગુરુલઘુ પર્યાય હેય છે.” હવે “યાવત્ ” શબ્દપ્રયોગવાળા પૂર્વોક્ત સૂત્રને અર્થે વિચારીએ. એ સૂત્રમાં આ ગણમાના જ્ઞાન-દર્શનના પર્યાયને તે સાક્ષાત્ જ્ઞાન-દર્શના પર્યાય શબ્દોથી ઉલેખ કર્યો છે. “ચારિત્ર પારભાવિક (અન્ય ભવમાંથી આવેલું) હેતું નથી એ વચનથી સિદ્ધોમાં ચારિત્રનો સ્પષ્ટ નિષેધ કર્યો હોવાથી જણાય છે કે ચારિત્રપર્યાયે તે તેઓમાં હતા જ નથી. “ગુરુલઘુપર્યાય ઔદારિકાદિ શરીરની અપેક્ષાએ જીવમાં હોય છે એવી વ્યાખ્યાથી જણાય છે કે તે પર્યાયે પણ સિદ્ધોમાં હોતા નથી. અગુરુલઘુપર્યાયે કામશુદિ દ્રવ્યોની અપેક્ષાએ અને જીવના સ્વરૂપની અપેક્ષાએ જીવમાં હેવા કહ્યા છે. એમાંથી કાર્મણાદિદ્રવ્યોની અપેક્ષાવાળા તે પર્યાયો તો સિદ્ધોમાં હોતા નથી. જીવસ્વરૂપને આશ્રીને સર્વાશશુદ્ધ તે પર્યાયે હોય છે ખરાં, પણ તેઓને પણ સાક્ષાત્ “અગુરુલઘુ પર્યાય” શબ્દથી જ ઉલ્લેખ કરી દીધું છે. આમ એ સૂત્રમાં રહેલા “યાવત્ ” શબ્દથી જ્ઞાનપર્યાયોને, દર્શનપર્યાને, ચારિત્રપર્યાને, ગુરુલઘુપર્યાયોને કે અગુરુલઘુપર્યાયને તે ઉલ્લેખ નથી જ. વળી એ ગણમાં આ સિવાય એવી બીજી કઈ ચીજ તે શેષ છે જ નહિ કે જેને “યાવત’ શબ્દથી ઉલ્લેખ થયે માની શકાય. માટે આ સૂત્રમાં “થાવત્ ” શબ્દને વિશેષ્ય તરીકે તે પ્રયોગ થયે નથી. વળી એ દેશ કે કાળને નિયામક ન હોઈ વિશેષણ તરીકે પણ વપરાયો નથી. તેથી માનવું પડે છે કે એ અહીં માત્ર વાકયાર્થના દ્યોતક તરીકે જ વપરાય છે. એ જ રીતે અહીં પ્રસ્તુત “યાવત્ ” ચાર પાંચ ઈત્યાદિ સામાન્ય સૂત્રમાં પણ તે વાક્યાથને દ્યોતક જ હોય તો શું અસંગતિ છે કે જેથી વિશેષસૂત્રમાં પણ તેને અને “તાવતું” ને અધ્યાહાર કરી મારી મચડીને જમાલિન અનંતસંસાર સિદ્ધ હોવાની કલ્પના કરવી પડે એ બુદ્ધિમાન પુરુષોએ નિપુણતાથી વિચારવું.
SR No.022165
Book TitleDharmpariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1987
Total Pages552
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy