SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ સર્વજ્ઞ એક છતાં દેશના વૈચિત્ર્ય કેમ? संसारातीततत्त्व तु परं निर्वाणसंज्ञितम् । तथै(द्धथे)कमेव नियमाच्छब्दभेदेऽपितत्त्वतः ॥ सदाशिवः परं ब्रह्म सिद्धात्मा तथोतेति च । शब्दैस्तदुच्यतेन्वर्थादेकमेवमादिभिः । तल्लक्षणाविसंवादान्निराबाधमनामयम । निष्क्रियं च पर तत्त्व यतो जन्माद्ययोगतः ॥ ज्ञाते निर्वाणतत्त्वेऽस्मिन्नसंमोहेन तत्त्वतः । प्रेक्षावतां न तद्भक्तौ विवाद उपपद्यते ॥ सर्वज्ञपूर्वक चैतन्नियमादेव यस्थितौ । आसन्नोऽयमृजुमार्गस्तद्भेदस्तत्कथं भवेत् ॥ इति । ~ननु देशनाभेदान्नकः सर्वज्ञ इति सर्वेषां योगिनां नैकसर्वाज्ञभक्तत्वमिति चेद् ?~न, विनेयानुगुण्येन सर्वेषां देशनाभेदोपपः, एकस्या एव तस्या वक्तुरचिन्त्यपुण्यप्रभावेन श्रोतृभेदेन भिन्नतया परिणतेः कपिलादीनामृषीनामेव वा कालादियोगेन नयभेदात्तरैचित्र्योपपत्तेः तन्मूल. सर्गज्ञप्रतिक्षेपस्य महापापत्वात् । उक्त च-यो०समु०१३४-१४२] चित्रा तु देशनैतेषां स्याद्विनेयानुगुण्यतः। यस्मादेते महात्मानो भवव्याधिभिषग्वराः ॥ यस्य येन प्रकारेण बीजाधानादिसंभवः । सानुबन्धो भवत्येते तथा तस्य जगुस्ततः ॥ एकापि देशनैतेषां यद्वा श्रोतृविभेदतः। अचिन्त्यपुण्यसामर्थ्यात्तथा चित्रावभासते ॥ ભેદ હોવા છતાં તે માર્ગ એક જ હોય છે જેમકે દરિયામાં ગમે તે સ્થાને રહેલાઓને કિનારે પર જવાને માર્ગ. નિર્વાણ એવી સંજ્ઞાવાળું શ્રેષ્ઠ તત્ત્વ એ સંસારાતીતતત્વ છે. તેના વાચક શબ્દો જુદા જુદા હોવા છતાં પરમાર્થથી તે એક જ છે. તે એક જ વસ્તુ તેવા તેના અર્ધાયુકત હાઈ સદાશિવ, પરબ્રહ્મ, સિદ્ધામા, તથાતા વગેરે કહેવાય છે, કેમકે આ બધા શબ્દોને વાયાર્થમાં નિર્વાણનું લક્ષણ અવિસંવાદી પણે રહે છે. નિર્વાણનું લક્ષણ સ્વરૂપ આ છે-આ પરંતત્વમાં જન્મ-જરા-મરણ ન હોવાથી એ નિરાબાધ, અનામય (દ્રવ્ય-ભાવરગશુન્ય) અને નિષ્ક્રિય છે. આ નિર્વાણુતત્વને સંમેહશન્ય સંદબેધ વડે પરમાર્થથી જાણે છતે પ્રેક્ષાવાન પુરુષોને તેની ભકિતમાં વિવાદ હૈો સંગત નથી–અર્થાત હેતું નથી. આ અધિકૃત નિર્વાણુતત્ત્વ અવશ્ય સર્વ પૂર્વક જ હોય છે, કેમકે અસવજીને નિર્વાણ પ્રાપ્તિ થતી નથી. અર્થાત સવજી થઈને જ નિર્વાણ પ્રાપ્તિ થાય છે. માટે સર્વજ્ઞપણું નિર્વાણની અત્યંત નજીકને ઋજુ (સરલ) માણે છે, તેથી તેમાં મતભેદરૂ૫ સર્વત્તભેદ શી રીતે હોય? | દિશનામાં વિચિત્રતા શા માટે?] શંકા- છતાં જુદા જુદા પ્રણેતાઓએ દેશના જુદી જુદી દીધી હેઈ (કર્તવ્ય-અકર્તવ્ય વગેરે ભિન્ન ભિન્ન દેખાડયા હાઈ) “સર્વજ્ઞ એક જ છે એવું મનાય નહિ, કેમકે સર્વજ્ઞ એક હોવામાં એનું જ્ઞાન પણ એકસરખું જ હોવાથી કર્તાય વગેરેની પ્રરૂપણામાં ભેદ પડે નહિ. અને આમ સવજ્ઞ જે અનેક હોય (જાતિથી પણ) તે ગદષ્ટિ પામેલા બધા શીઓ એક સર્વજ્ઞના ભગત છે એવું રહેશે નહિ. સમાધાન- સવજ્ઞ એક હોવા છતાં અને તેથી જ તેઓનું જ્ઞાન પણ એક હોવા છતાં શિષ્યોની વિચિત્રતાને કારણે તેઓની દેશનામાં ભેદ પડે છે. અર્થાત્ જુદા જુદા શિષ્ય આત્મોન્નતિની જુદી જુદી ભૂમિકાએ પહોંચેલા હોય છે. જુદી જુદી ભૂમિકામાં કર્તવ્યઅકત્તવ્ય વગેરે જુદા જુદા હોય છે. એટલેકે એક ભૂમિકામાં કર્તવ્ય હોય તે પણ અન્ય ભૂમિકામાં અકર્તવ્ય હોઈ શકે છે. માટે જુદા જુદા શિષ્યોને કર્તવ્ય વગેરે જુદું જુદું હોઈ તેને જણાવનાર તેઓની દેશના પણ જુદી જુદી હોવી સંગત જ છે. અથવા સર્વજ્ઞવક્તાના અચિત્ય પુણ્યપ્રભાવે તે એક જ દેશના જુદા જુદા શ્રેતાઓને પોતપોતાને હિતકર બને એવી જુદી જુદી રીતે સમજાય છે. તેથી શ્રેતાઓની અપેક્ષાએ દેશનામાં ભેદ પડી જાય છે. અથવા તો કપિલ વગેરે ત્રાષિઓ એ જ જુદા જુદા કાલને અનુસરીને જુદા જુદા નયને મુખ્ય કરી જુદી જુદી આપી છે. છતાં તે પરમાર્થથી તે સર્વજ્ઞ મૂલક જ છે માટે તેઓની દેશનાને કે ૧૦
SR No.022165
Book TitleDharmpariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1987
Total Pages552
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy