SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ ७४ પ્રકરણસંગ્રહ. અર્થ:-(બારમ) પ્રથમના(વાકુ ) ચાર દ્વારને વિષે (ાિમm ૪) પરિણામિક (માવો) ભાવ (UTયો ) જાણો. (બે) સ્કંધને વિષે () પારિણામિક ભાવ અને ઔદયિક ભાવ હોય અને (મોહંમ) મેહનીયકર્મને વિષે (પંવિદા શુંતિ) પાંચે ભાવ હેાય. ૮. વિવેચન–૧ ધર્માસ્તિકાય, ૨ અધર્માસ્તિકાય, ૩ આકાશાસ્તિકાય અને ૪ કાળ. એ ચાર દ્વારોને વિષે એક પરિણામિક ભાવ જ હોય, કારણ કે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અનાદિ કાળથી આરંભી જીવ અને પુદ્ગલેને અનુક્રમે ગતિમાં તથા સ્થિતિમાં ઉપષ્ટભ આપવાના અને અવકાશ આપવાના પરિણામમાં પરિણત છે. તથા કાળ પણ આવલિકાદિ પરિણામમાં પરિણત હોવાથી અનાદિ પરિણામિકભાવમાં વર્તવાપણું છે. પાંચમા સ્કન્ધદ્વારને વિષે એટલે પુ૬ગલકંધને વિષે પરિણામિક અને દયિક એ બે ભાવ હોય. તેમાં દ્વાણુકાદિ (બે પરમાણુના બનેલા વિગેરે) સ્કંધમાં કાળઆશ્રી સાદિપણું હોવાથી સાદિ પારિણામિક ભાવ જાણ અને મેરુ વિગેરે જે સ્કો છે તે અનાદિકાળથી તે રૂપે પરિણમેલા હોવાથી અનાદિ પરિણામિકભાવ જાણો. તથા જે અનન્ત પરમાણુના સ્કન્ધા છે, જેને જીવ કર્મરૂપે પરિણાવે છે, તેનો કમરૂપે ઉદય હોવાથી તેવા સ્કંધમાં ઔદયિક ભાવ પણ છે તે આવી રીતે-શરીરાદિ નામકર્મના ઉદયથી થએલ દારિકાદિ કોને દારિક શરીરપણે ઉદય તે ઔદયિકભાવ જાણો. જે છૂટા પરમાણુઓ છે તેમાં જીવન ગ્રહણનો અભાવ હોવાથી ઔદયિકભાવ નથી, તેમાં ફક્ત પરિણામિકભાવ જ હોય છે. હવે છઠ્ઠ કર્મ દ્વાર, તેમાં મેહનીય કર્મને વિષે પાંચે ભાવ હોય છે. તેમાં પ્રથમ એપશમિક ભાવ આવી રીતે મોહનીયકર્મની ભસ્મથી અવરાએલ અગ્નિની પેઠે અનુદય અવસ્થા તે આપશમિક ભાવ. અહીં સોપશમ લે પણ દેશપશમ નહિ. દેશપશમનો સર્વે કર્મોમાં સંભવ હોવાથી. ૨ મોહનીય કર્મ ઉદયમાં આવ્યું તેના ક્ષયથી અને અનુદયને ઉપશમથી થએલ ભાવ તે ક્ષયોપશમભાવ. ૩ જે જે મેહનીય કર્મનો આત્યન્તિક એટલે ફરીથી બંધ ન થાય તે નાશ તે ક્ષાયિકભાવ. ૪ મહીયકર્મનો ઉદય તે દયિકભાવ. સર્વે સંસારી જીવને આઠે કર્મને ઉદય જણાતો હોવાથી. ૫ અને જીવપ્રદેશની સાથે સંલલિતપણે એકમેક થવું તે પરિણામિકભાવ. અથવા તે તે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને અધ્યવસાયની અપેક્ષાએ તથા પ્રકારે સંક્રમાદિરૂપપણે જે પરિણમન તે પરિણામિકભાવે. આ પ્રમાણે મેહનીયકર્મમાં પાંચે ભાવ સમજવા. બાકીના છ કર્મોમાં કહે છે – दसणनाणावरणे, विग्घे विणुवसम इंति चत्तारि । वेयाउनामगोए, उवसममीसेण रहिआओ ॥९॥
SR No.022164
Book TitlePrakaran Ratna Sangraha
Original Sutra AuthorN/A
AuthorPurvacharya, Kunvarji Anandji
PublisherKunvarji Anandji
Publication Year1937
Total Pages312
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy