SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ ६७ ભાવ પ્રકરણ સમુદાય તે આકાશાસ્તિકાય. જે જીવ અને પુદગલને અવકાશ આપે, સાકરને દૂધની જેમ તે આકાશાસ્તિકાય. તેનો સ્કંધ લેકાલેકવ્યાપી, અનંત પ્રદેશ છે. લેક તે ચેદ રાજલોક, જેમાં છએ દ્રવ્ય હોય છે, તે સિવાયને અલકાકાશ જાણો. ૪ (૪)–ાસ્ટ તે કાળના બે પ્રકાર છે. એક વર્તના લક્ષણ, બીજે સમયાવલિકા લક્ષણ. દ્રવ્યને તે તે રૂપે થવામાં જે પ્રયજક તે વર્તના આ વર્તના સમસ્ત દ્રવ્ય, ક્ષેત્ર અને ભાવ (પર્યાય) વ્યાપી છે. બીજે સમયાવલિકા કાળ તે અઢી દ્વીપના દ્રવ્યાદિમાં છે, તેની બહાર નથી. તે કાળ જૂનાને ન કરે અને નવાને જૂને કરે. સૂક્ષ્મમાં સૂક્ષમ કાળ જે વર્તમાન મટી ભૂત કયારે થયા તથા ભવિષ્ય મટી વર્તમાન કયારે થયો તે પણ જણાય નહિ તે સમય. આંખ બંધ કરીને ઉઘાડીએ તેટલા વખતમાં અસંખ્યાતા સમય થાય છે. તેવા અસંખ્યાત સમયની એક આવળી થાય છે. ૫ ( પ) તે પુદ્ગલ સ્કંધ જાણવા. પૂરણ, ગલન અથવા ચય, ઉપચય ધર્મવાળો તે પુગલ. તેના બે અણુથી માંડીને અનન્તા અણુ સુધીના બનેલા તે સ્કંધ કહેવાય. ૬ (મ) આ સમસ્ત ચૌદ રાજલક કર્મવર્ગણાથી નિરંતર ઠાંસીને ભરેલો છે. તે કર્મવર્ગણાને મિથ્યાત્વાદિ સામાન્ય હેતુવડે અથવા જ્ઞાન જ્ઞાનીનું પ્રત્યનીકપણું આદિ વિશેષ હેતુવડે ગ્રહણ કરીને જીવ આત્મપ્રદેશની સાથે ખીર-નીરની પેઠે અથવા અગ્નિ અને લેહની પેઠે સંબદ્ધ કરે છે. તે કર્મ આઠ પ્રકારનાં છે. (૧) જેના વડે વસ્તુ જણાય છે અથવા વિશેષ ગ્રહણાત્મક બેધ તે જ્ઞાન, તેને આવરનાર, ગ્રહણ કરેલી કમવર્ગણુમાંહેને વિશિષ્ટ પુદગલસમૂહ તે જ્ઞાનાવરણીય કર્મ, (૨) જેનાવડે દેખાય તે અથવા સામાન્ય ગ્રહણાત્મક બેધ તે દર્શન. તે સામાન્ય અવબોધ છે. તેનું આચ્છાદન કરનાર જે કર્મ તે દર્શનાવરણીય કર્મ. (૩) જે સુખ-દુઃખરૂપે અનુભવાય તે વેદનીય કર્મ. (૪) સદસદ્ વિવેકમાં વિકળ કરે અને જેથી જીવ મેહ પામે તે મેહનીય કર્મ. (૫) એક ગતિમાંથી બીજી ગતિમાં લઈ જાય તે આવું કર્મ. (૬) ગત્યાદિપર્યાય અનુભવવા તરફ તત્પર કરે તે નામ કર્મ. (૭) જેનાથી ઉંચ નીચ શબ્દવડે જીવ બોલાવાય તે ગેત્ર કર્મ. (૮) જેનાથી દાનાદિ લબ્ધિઓ વિશેષપણે હણાય તે અંતરાય ક. ૭ (ત્તિ) જેમાં ગમન કરાય તે ગતિ. તેના પાંચ પ્રકાર. ૧ નારકી, ૨ તિર્યંચ, ૩ મનુષ્ય, ૪ દેવતા, ૫ સિદ્ધગતિ. ૮ (ગીત) જે જીવ્ય, જીવે છે અને જીવશે તે જીવ. જે દ્રવ્યપ્રાણુ અને ભાવપ્રાણને ધારણ કરે તે જીવ. દ્રવ્યપ્રાણ પાંચ ઇંદ્રિય, ત્રણ બળ, શ્વાસોચ્છવાસ ને આયુ અને ભાવપ્રાણ
SR No.022164
Book TitlePrakaran Ratna Sangraha
Original Sutra AuthorN/A
AuthorPurvacharya, Kunvarji Anandji
PublisherKunvarji Anandji
Publication Year1937
Total Pages312
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy