SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ પાંચ પ્રકારમાં વેદક ઉમેરેલ છે. આ બધા પ્રકાર વિસ્તારથી બતાવેલ છે. ત્યારબાદ દશ પ્રકારમાં દશ પ્રકારની રુચિરૂપ સમક્તિ કહ્યું છે. તે દશ પ્રકાર પણ જુદી જુદી ગાથાઓથી બતાવેલ છે. પ્રાંતે સમકિતના ૬૭ બોલ પણ આપેલ છે. એકંદર સમકિતનું સ્વરૂપ એવું સ્પષ્ટ કરેલું છે કે જેને માટે અન્ય સ્થળ જવાની જરૂર રહે નહીં. - ૨ બીજું કાળસંતતિકા નામનું પ્રકરણ શ્રી ધર્મઘોષસૂરિવિરચિત ૭૫ ગાથા પ્રમાણ છે. તેના પ્રારંભમાં ત્રણ પ્રકારના પલ્યોપમ ને સાગરોપમનું સ્વરૂપ આપ્યું છે. ત્યારપછી અવસર્પિણ ને ઉત્સર્પિણીના બાર આરાનું પ્રમાણ, તેમાં ઉત્પન્ન થનારા મનુષ્ય ને તિર્ય ચોના આયુષ્ય, ત્રેસઠ શલાકા પુરુષોના નામ વિગેરે તથા આગામી ઉત્સર્પિણીમાં થનારા ૨૪ તીર્થકરોના પૂર્વભવ વિગેરેનું સ્વરૂપ, ભાવી ત્રેસઠ શલાકા પુરુષોના નામ વિગેરે એકંદર એક કાળચક્રના બાર આરાનું સ્વરૂપ ઘણું વિસ્તારથી આપ્યું છે. અર્થમાં વિસ્તાર સાર કર્યો છે. ૩ ત્રીજું કાયસ્થિતિ પ્રકરણ શ્રીકુળમંડનસૂરિવિરચિત ૨૪ ગાથા પ્રમાણે આપેલું છે. તેમાં પ્રથમ પિતાપિતાની કાયમ-જાતિમાં જીવ વધારેમાં વધારે કેટલાક કાળ સુધી ઉપજે તેનું પ્રમાણ આપ્યું છે અને પછી ઉત્તરાર્ધમાં આ ભવ ને પરભવના જઘન્ય ને ઉત્કૃષ્ટ આયુરૂપ ચેર ભંગી સાથે ભવસધ આપે છે. આ વિષય ખાસ લક્ષપૂર્વક વાંચવા સમજવા લાયક છે. અર્થમાં સમજણ સારી આપી છે. ૪ ચોથું શ્રીભાવપ્રકરણ શ્રી વિજયવિમળગણિવિરચિત પણ અવચૂરીના અર્થ સાથે આપેલ છે. તેની ગાથાઓ ૩૦ છે. તેમાં ઉપશમ, ક્ષાયોપશમ, ક્ષાયિક, ઔદયિક ને પરિણામિક એ પાંચે ભાવના ભેદે કહેવાના પ્રારંભમાં એ ભાવ જે આઠ દ્વાર પર ઉતારવાના છે તેના નામ ને વર્ણન આપેલ છે. પછી પાંચ ભાવના, સાન્નિપાતિક (સંગી) ભાવના ૨૬ ભેદ બતાવ્યા છે. કાળને અંગે થતી ચભંગીનું યંત્ર આપ્યું છે. પાંચે ભાવના ઉત્તરભેદો બતાવ્યા છે. આઠ પ્રકારના કર્મોમાં ક્યા કયા ભાવ લાભે તે બતાવેલ છે. ચૌદ ગુણઠાણે દરેક ભાવના ઉત્તરભેદ કેટલા કેટલા લાભે તે પણ બતાવેલ છે. પછી એકંદર પાંચે ભાવોના ઉત્તરભેદ ૧૪ ગુણઠાણે ગણાવ્યા છે. ગુણઠાણાનું ટૂંકું વર્ણન આપ્યું છે અને સ્પષ્ટ સમજુતી માટે ૪ યંત્રો પણ આપ્યા છે. શ્રી લેકપ્રકાશમાં આવેલા ભાવલેકપ્રકાશનો પ્રાયે સર્વ ભાવ આ પ્રકરણમાં સમાવેલો છે. વિશેષ જાણવા માટે ભાવલકપ્રકાશ વાંચવાની જરૂર છે. શ્રી જૈન ધર્મ પ્રસારક સભાએ તેનું ભાષાંતર જુદું છપાવ્યું છે. ૫ પાંચમું શ્રી મહેંદ્રસૂરિવિરચિત વિચારસપ્રતિકા પ્રકરણ આપેલ છે. તેની ગાથા ૮૧ છે. વધારાની ૧૧ ગાથા પ્રક્ષેપ હોવા સંભવ છે. આ પ્રકરણમાં ૧ શાશ્વતી પ્રતિમાની સંખ્યા, ૨ ઇર્યાપથિકના મિથ્યાદુષ્કતની સંખ્યા, ૩ કેટિશિલાને વિચાર, ૪ શાશ્વતા ચૈત્યેની સંખ્યા, ૫ દેવોને વિમાનના-પ્રાસાદના આકારને વિચાર, ૬ છએ દિશામાં સૂર્યના કિરણોના પ્રસારનો જંબુદ્વીપ શ્રી વિચાર, ૭ પર્યાપ્તિ સંબંધી ત્રણે શરીરને અંગે વિચાર, ૮ પાંચમા દેવલોકમાં આવેલી કૃષ્ણરાજીનો વિચાર, ૯ વલયાકાર ૩ પર્વતને વિચાર, ૧૦ નંદીશ્વરદ્વીપનું સ્વરૂપ, ૧૧ શ્રાવકને કરવાના ધર્મકાર્યોને વિચાર
SR No.022164
Book TitlePrakaran Ratna Sangraha
Original Sutra AuthorN/A
AuthorPurvacharya, Kunvarji Anandji
PublisherKunvarji Anandji
Publication Year1937
Total Pages312
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy