SearchBrowseAboutContactDonate
Page Preview
Page 308
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી હદયપ્રદીપષત્રિશિકા પ્રકરણ ૨૩ પામેલાઓને ( ડ) સ્વમને વિષે પણ (સમાધિષ્ય 7) સમાધિનું સુખ હેતું નથી. સમાધિ સુખની પ્રાપ્તિ તો યથાસ્થિત તત્વસ્વરૂપને જાણનાર તેમજ સંક૯પ, ચિંતા અને ઇંદ્રિયના વિષયેથી જે વિરક્ત હોય તેને જ થાય છે અને તેને સંસારના દુઃખ પણ કદર્થના કરી શકતા નથી. ૩૧ - જનરંજન માટે અનેક ગ્રંથે ભણ્યા કરતાં તત્ત્વજ્ઞાનને એક જ લેક ભણ સારે છે, તે વાતને દષ્ટાંત સહિત કહે છે – श्लोको वरं परमतत्त्वपथप्रकाशी, न ग्रन्थकोटिपठनं जनरञ्जनाय। संजीवनीति वरमौषधमेकमेव,व्यर्थश्रमप्रजननोन तुमूलभारः ३२ અર્થ –(77મરરવાથી ) પરમ તત્ત્વમાર્ગને-મોક્ષમાર્ગને પ્રકાશ કરનાર ( : ) એક લેક પણ (f) સારો છે શ્રેષ્ઠ છે, પરંતુ (કાનાર) લેકને રંજન કરવા માટે (ઝરથરિષદ) કરોડ ગ્રંથોનું (લોકેનું) ભણવું તે (ર) સારું નથી. જેમકે (સંજીવની તિ) સભ્યપ્રકારે વ્યાધિ, જરાદિકનો નાશ કરીને પ્રાણીને જીવાડે એટલે આયુષ્યની વૃદ્ધિ કરે તેવી સંજીવની એવા નામની (પ વ) એક જ (ચૌધં) ઔષધિ (૧૬) શ્રેષ્ઠ છે. (સુ) પરંતુ(શ્ચર્થઝમમઝનઃ) રેગાદિકનો નાશ ન કરવાથી તથા આયુષ્યની વૃદ્ધિ નહીં કરવાથી વ્યર્થ-ફેગટ જ માત્ર પરિશ્રમને ઉત્પન્ન કરનાર (મૂત્રમાર) વૃક્ષના મૂળીયાને સમૂહ (7) શ્રેષ્ઠ નથી. વિવેચન –આ કાવ્યમાં કાવ્યકર્તા આ પ્રાણીને બહુ પ્રયાસ કરવાનો નિષેધ કરી અપપ્રયાસે માત્ર એક જ વસ્તુ મેળવવાથી કાર્યસિદ્ધિ થઈ જાય તેવી અપૂર્વ કુંચી બતાવે છે. તે કહે છે કે-હે ભવ્ય પ્રાણી ! તમે અનેક ગ્રંથો ભણવા વાંચવાને પ્રયાસ જે લોકરંજન માટે કરે છે, સારા સારા વ્યાખ્યાન વાંચીને, સારી સારી કથાઓ કહીને શ્રોતાઓને રીઝવે છે તેમાં ઘણે પ્રયાસ પડે છે અને આત્માને ગુણ થતો નથી, તેથી તેવું નહીં કરતાં માત્ર આત્મતત્ત્વને જ જણાવનાર એટલે મોક્ષમાર્ગને બતાવનાર એક જ લોકને સારી રીતે અભ્યાસ કરી, સમજી, વિચારી, વારંવાર મનન કરી, તેમાં જ લીન થઈ આત્માને જ આનંદ આપો તે થોડા પ્રયાસે મોટો લાભ પ્રાપ્ત કરશે. ૩ર. જ્યાં સુધી ચિત્તની સ્વસ્થતા ન હોય ત્યાં સુધી જ વિષયાદિકનો અભિલાષ વૃદ્ધિ પામે છે, પરંતુ મનની સ્વસ્થતા પ્રાપ્ત થાય તે પછી કોઈ પણ અભિલાષા રહેતી જ નથી, તે ઉપર કહે છે – तावत्सुखेच्छा विषयादिभोगे, यावन्मनः स्वास्थ्यसुखं न वेत्ति । लब्धे मनःस्वास्थ्यसुखैकलेशे, त्रैलोक्यराज्येऽपि न तस्य वाञ्छा॥
SR No.022164
Book TitlePrakaran Ratna Sangraha
Original Sutra AuthorN/A
AuthorPurvacharya, Kunvarji Anandji
PublisherKunvarji Anandji
Publication Year1937
Total Pages312
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy