SearchBrowseAboutContactDonate
Page Preview
Page 290
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી હદયપ્રદીપષત્રિશિકા પ્રકરણ ર૭૫ આવા પ્રકારના સદગુરુના વેગથી જ્ઞાનગર્ભિત વૈરાગ્ય પ્રાપ્ત થયેલ હોય તો તે દઢ થાય છે અને પ્રાપ્ત થયેલ ન હોય તે તેની પ્રાપ્તિ થાય છે. (૩) ત્રીજો અનુભવજ્ઞાન દ્વારા કર્તવ્યનો દઢ નિશ્ચય તે આ પ્રમાણે-સદ્ગુરુના સમાગમવડે પ્રાણીઓ સત્ય પદાર્થોનું સ્વરૂપ વિચારી તેનું વારંવાર મનન કરે છે તેથી અનુભવ જ્ઞાન પ્રાપ્ત થાય છે અને તે અનુભવદ્વારા જલદી મોક્ષ પ્રાપ્ત થાય છે. હવે સમ્યક્ પ્રકારે વૈરાગ્ય પ્રાપ્ત થવા માટે પ્રથમ શરીરનું સ્વરૂપ બતાવે છે – विग्रहं कृमिनिकायसंकुलं, दुःखदं हृदि विवेचयन्ति ये। गुसिबद्धमिव चेतनं हि ते, मोचयन्ति तनुयन्त्रयन्त्रितम् ॥४॥ અર્થ:-(૨) જેઓ (શિ) આ શરીર (નિરંકુરું) કૃમિએના સમૂહવડે વ્યાસ અને (સુદ) દુઃખદાયી છે એમ (હિ) પિતાના હૃદયમાં (વિવત્તિ) વિવેકપૂર્વક જાણે છે-ચિંતવે છે, ( તે) તેઓ (મુરિવામિલ) જાણે કેદખાનામાં બંધાયેલા હોય તેમ (તનુચત્રલિં ) શરીરરૂપી યંત્રથી બંધાયેલા (ત ) ચેતનને–આત્માને ( દ) નિ (મોવત્તિ) મુકાવે છે-શરીરથી છૂટે કરી અશરીરીપણું પ્રાપ્ત કરાવે છે. ૪. વિશેષાર્થ –હમેશાં દરેક વસ્તુ ઉપરનો વૈરાગ્ય તેનાથી પ્રાપ્ત થતી આપત્તિથી તથા તેના બીભત્સ સ્વરૂપને વિચાર કરવાથી પ્રાપ્ત થાય છે. તેવા વિચારથી પ્રાણ અનુક્રમે ધન, સ્ત્રી, પુત્રાદિક ઉપરનો મેહ કદાચ ઉતારી શકે છે, પરંતુ પિતાના શરીર ઉપરનો મેહ ઉતારી શક્તા નથી. આ શરીર પરનો મોહ અનાદિ કાળથી ચાલ્યા આવે છે, છતાં પણ જ્યારે વિચક્ષણ પુરુષે શરીરના સ્વરૂપનું વિવેચન કરે છે ત્યારે શરીર પરનો મેહ પણ ઉતરે છે અને પછી દેહને દુઃખ પ્રાપ્ત થાય તે પણ તે ભય પામ્યા વિના “ હે તુરં મારું ” ( શરીરને વિષે દુખ પ્રાપ્ત થાય તો તે મહાફળવાળું છે ) એ સૂત્રવચનનું અવલંબન કરી પરીષહ અને ઉપસર્ગ સહન કરવા તૈયાર થાય છે, અને તે દ્વારા સર્વે કર્મને ક્ષય કરી, અનંત કાળથી ચાલ્યા આવતા શારીરિક અને માનસિક દુઃખને જળજલિ આપે છે અને અવ્યાબાધ સુખ પ્રાપ્ત કરે છે. જો કે પરાધીનપણે પ્રાણીઓ વિષયસુખનો ત્યાગ અતીત અનંત કાળમાં અનંતી વાર કરી શક્યા છે, પરંતુ તેવા ત્યાગથી તેના આત્માનું કાંઈ કલ્યાણ થઈ શકયું નથી; કારણ કે પ્રાપ્ત થયેલા ભેગેને જે સ્વતંત્રપણે ત્યાગ કરવો તે જ તાત્વિક ત્યાગ કહેવાય છે. તે વિષે કહ્યું છે કે – “ને જ તે દિ મોણ, દિ ફા - સાલી વય મોણ, રારિ તુ ”
SR No.022164
Book TitlePrakaran Ratna Sangraha
Original Sutra AuthorN/A
AuthorPurvacharya, Kunvarji Anandji
PublisherKunvarji Anandji
Publication Year1937
Total Pages312
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy