SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૪ પ્રકરણસંગ્રહ. जोअणअसंख पोहत्ति, संख ईसाणि अच्चि अचिमाली। वैइरोअणं पहंकर, चंदाभं सूरिअ सुकाभं ॥४८॥ सुपइट्ठाभं 'रिठं, मज्झे वढू बहिं विचित्तहँ । तेर्सि पहु सारस्सय-पमुहा तद्दुदुगपरिवारा ॥ ४९ ॥ અર્થ –તે કૃષ્ણરાજીઓ (માગસંવ) અસંખ્યાતા હજાર જન લાંબી છે, (ત્તિ સંઘ) સંખ્યાતા હજાર જન પહોળી છે તથા તેમનો વિસ્તાર-પરિધિ અસંખ્યાતા હજાર જનો છે. તેમની ઉંચાઈ આ પ્રમાણે-કઈ મહદ્ધિક દેવતા જે ગતિવડે ત્રણ ચપટી વગાડીએ તેટલી વારમાં આખા જંબૂદ્વીપની ફરતી એકવીશ વાર પ્રદક્ષિણા દે, તે દેવતા તે જ ગતિવડે પંદર દિવસે એક કૃષ્ણરાજીનું ઉલ્લંઘન કરે, પણ બીજીનું ઉલ્લંઘન કરી શકે નહિ. એટલી તે ઉંચી છે. તે કૃષ્ણરાજીની વચમાં શું છે ? તે કહે છે:–આ કૃષ્ણરાજીની (કાળ) ઈશાન વિગેરે દિશા તથા વિદિશાઓ મળી આઠે આંતરામાં એટલે બબ્બે રાજીની વચ્ચે ચાર દિશામાં ચાર અને બબ્બે રાજીના ખણ ઉપર ચાર વિદિશામાં ચાર એમ આઠ વિમાનો છે. તે આ પ્રમાણે-ઉત્તર અને પૂર્વની અત્યંતરની બે કૃષ્ણરાજીઓની વચ્ચે વિદિશામાં (૪) અચિ નામનું વિમાન છે ૧, પૂર્વ દિશાની બે કૃષ્ણરાજીની વચ્ચે (વિમારી) અચિમાલી નામનું વિમાન છે ૨, પૂર્વ અને દક્ષિણના અત્યંતરની બે કૃષ્ણરાજીની વચ્ચે વિદિશામાં (વોલi) વેરચન નામનું વિમાન છે ૩, દક્ષિણની બે કૃષ્ણરાજીઓની વચ્ચે (પદંવાર) પ્રશંકર નામનું વિમાન છે જ, દક્ષિણ અને પશ્ચિમની અત્યંતરની બે કૃષ્ણરાજીઓની વચ્ચે વિદિશામાં (ચંતામં) ચંદ્રાભ નામનું વિમાન છે ૫, પશ્ચિમની બે કૃષ્ણરાજીની વચ્ચે (નિ) સૂરાભ નામનું વિમાન છે ૬, પશ્ચિમ અને ઉત્તરની અત્યંતરની બે કૃષ્ણરાજીઓની વચ્ચે વિદિશામાં (કુરું) સુકાલ નામનું વિમાન છે ૭, ઉત્તરની બે કૃષ્ણરાજીઓની વચ્ચે (ગુપટ્ટા) સુપ્રતિષ્ઠાભ નામનું વિમાન છે ૮ તથા સર્વ કૃષ્ણરાજીઓના (મ , મધ્ય ભાગમાં (çિ) રિષ્ટાભ નામનું વિમાન છે. ૯. તે એક વિમાન (૨૬) વર્તુલાકારે છે, અને (વહં વિવિઠ્ઠ) બહારના આઠ વિચિત્ર આકારના છે, કારણ કે તે આવલિકામાં રહેલા નથી. તે વિમાનોથી અસં. ખ્યાતા હજાર એજનને છેટે અલક છે. (તે પડ્યું છે તે વિમાનોના સ્વામી (તારાપમુદ્દા) સારસ્વત વિગેરે કાંતિક દેવતાઓ છે. (તદુધપરિવાર) તેઓ બે બેના ભેળા પરિવારવાળા છે. ૪૯. પ્રથમના ત્રણ યુગળમાં આગળ કહેશું તેટલા દેવનો પરિવાર છે:सत्तसय सत्त चउदस, सहसा चउदाहअ सगसहस सत्त । नव नवसय नव नवहिअ, अवाबाहागिचरिठेसु ॥ ५० ॥
SR No.022164
Book TitlePrakaran Ratna Sangraha
Original Sutra AuthorN/A
AuthorPurvacharya, Kunvarji Anandji
PublisherKunvarji Anandji
Publication Year1937
Total Pages312
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy