SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૮ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૫ સંસાર પ્રવર્તમાન થાય ત્યારે પૂર્ણાનંદ (આત્મા) રૂપી ચંદ્રની સ્વરૂપાનુયાયી ચૈતન્ય પર્યાય પ્રગટ થવા રૂપ કળા પ્રત્યક્ષ થાય છે. (શોભે છે). કૃષ્ણપક્ષમાં તો અનાદિ ક્ષયોપશમીભૂત ચેતનાવર્યાદિ પરિણામ મિથ્યાત્વ અવિરતિમય હોવાથી સંસારના હેતુભૂત હોય છે તે શોભતું નથી. આ પૂર્ણતાને સ્વમતિકલ્પનાથી અનેક પ્રકારે કહેલી છે, પરંતુ સ્યાદ્વાદ રીતે તો જે આત્મસ્વરૂપનું સાધન કરવાની અવસ્થા તે જ પૂર્ણતા પ્રશસ્ત છે. પૂર્ણતાના ચાર પ્રકાર છે - નામપૂર્ણતા, સ્થાપનપૂર્ણતા, દ્રવ્યપૂર્ણતા અને ભાવપૂર્ણતા. તેમાં નામપૂર્ણ એટલે કોઈ વસ્તુનું નામ માત્ર જે પૂર્ણ હોય તે; જેમકે પૂર્ણપોળી. કાષ્ઠ અથવા પાષાણાદિકમાં જે પૂર્ણની આકૃતિ કરીએ તે સ્થાપનાપૂર્ણ. દ્રવ્યપૂર્ણના ઘણા અર્થો થાય છે, તેમાં દ્રવ્યમાં પૂર્ણ-ધનાઢ્ય માણસ; દ્રવ્ય કરીને પૂર્ણજળ વગેરે કરીને પૂર્ણ ઘડો વગેરે; દ્રવ્યથી પૂર્ણપોતાના કાર્યથી પૂર્ણ થયેલો; (અહીં દ્રવ્ય એટલે “અર્થ ક્રિયા કરનારું એવું દ્રવ્યનું લક્ષણ સમજવું). દ્રવ્યોને વિષે પૂર્ણ-ધર્માસ્તિકાય સ્કન્ધ વગેરે. (અહીં “અણુવઓગો દવેં' “જેનામાં ઉપયોગ શૂન્યતા હોય તે દ્રવ્ય એવું વચન કહેલું છે.) જે પૂર્ણપદના અર્થને જાણનાર છતાં ઉપયોગ રહિત હોય તે આગમથી દ્રવ્ય કહેવાય. જ્ઞશરીર, ભવ્ય શરીર તથા તેથી વ્યતિરિક્ત એ ત્રણ પ્રકારે કરીને નોઆગમથી દ્રવ્ય કહેવાય છે, તેમાં પૂર્ણપદ જાણનાર જીવનું જે શરીર છે તે જ્ઞશરીર કહેવાય છે, પૂર્ણપદને જાણનાર હવે પછી થવાનો હોય એવો જે લઘુ શિષ્યાદિક તે ભવ્યશરીર કહેવાય છે, તે બન્નેથી વ્યતિરિક્ત એટલે ગુણાદિકની સત્તા વડે પૂર્ણ હોય, તો પણ તેની પ્રવૃત્તિથી રહિત અને કર્મથી આવરણ પામેલો એવો આત્મારૂપી દ્રવ્ય તે તવ્યતિરિક્ત કહેવાય છે. અહીં તેના ભાવ સ્વભાવની વિવક્ષા કરી નથી, કેમકે દ્રવ્ય કોઈપણ વખતે પર્યાય વિનાનું હોતું જ નથી. પરંતુ અહીં તો દ્રવ્ય નિપાના પ્રતિપાદનને માટે પર્યાય રહિત માત્ર દ્રવ્યની જ વિવફા કરેલી છે. આ પ્રમાણે જીવસમાસાદિક ગ્રંથમાં નિર્ણય કરેલો છે. પૂર્ણતા તો જીવના ગુણરૂપ છે. તે ગુણ ગુણી વિના રહી શકે નહીં. તેથી તેમાં દ્રવ્યનું પ્રાધાન્ય રાખવાથી દ્રવ્યજીવ કહેવાય છે. ભાવપૂર્ણ એટલે આગમથી પૂર્ણ-પદાર્થના સમગ્ર ઉપયોગવાળો અને નોઆગમથી જ્ઞાનાદિ ગુણો વડે સંપૂર્ણ. સંગ્રહનયને આધારે સર્વે જીવો પૂર્ણતા ગુણે કરીને યુક્ત છે. નૈગમનયને આધારે આસન્નસિદ્ધિવાળા ભવ્ય જીવો જેઓ પૂર્ણતા ગુણના અભિલાષી હોય તે પૂર્ણતા ગુણથી યુક્ત કહેવાય છે. વ્યવહારનયને આધારે પૂર્ણતા ગુણ પ્રાપ્ત કરવા માટે તેનો અભ્યાસ કરનારા જીવો પૂર્ણ છે. ઋજુસૂત્રના મતમાં પૂર્ણતા ગુણનો વર્તમાન સમયમાં વિચાર કરનારા જીવો પૂર્ણ છે. શબ્દનયના મતમાં સમ્યગ્દર્શનાદિક સાધક ગુણોના આનંદથી પૂર્ણ થયેલા જીવો પૂર્ણ છે. સમભિરૂઢ નયનો આશ્રય કરીએ તો અરિહન્ત, આચાર્ય, ઉપાધ્યાય અને મુનિઓ આત્મસ્વભાવના સુખનો આસ્વાદ કરીને સંસારમાં ઉદ્વેગ પામેલા હોવાથી પૂર્ણતા ગુણથી યુક્ત છે અને એવંભૂતનયને આધારે સિદ્ધના જીવો અનન્ત ગુણવાળા અવ્યાબાધ આનંદથી પૂર્ણ થયેલા હોવાથી પૂર્ણતા ગુણે
SR No.022161
Book TitleUpdesh Prasad Part 05
Original Sutra AuthorN/A
AuthorVishalsensuri
PublisherVirat Prakashan Mandir
Publication Year2010
Total Pages326
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy