SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૫ ૬૧ મમત્વ સાધુએ છોડી દીધું છે, તો પણ પાછળથી આચાર્યાદિક પદ પ્રાપ્ત થવાથી ગચ્છ વગેરે ઉપર મમત્વ ઉત્પન્ન થાય છે, તેવું મમત્વ ન કરવું અને દૃષ્ટિપાત, આલાપ, પરસ્પર કુશળપૃચ્છા અને કથાવ્યતીકર કહેવા વગેરેની જે પ્રથમ પ્રવૃત્તિ હતી, તે સર્વનો ત્યાગ કરવો, છેવટે દેહ અને ઉપધિ આદિકનું મમત્વ પણ તજવું. પાંચમી બળ ભાવના આ પ્રમાણે છે કે - તપ પ્રમુખના વશથી જો શરીરનું બળ ક્ષીણ થયું હોય તો પણ ચિત્તના પૈર્યનો ત્યાગ કરે નહીં. મહા ઘોર પરિષહ ઉત્પન્ન થાય, અથવા બીજા દુર્ધર પ્રાણીઓના ભયજનક ઉપસર્ગો થાય તો પણ પોતાનું વૈર્ય મૂકે નહીં. આ પ્રમાણે પાંચે ભાવનાથી કાંઈ પણ ક્ષોભ ન પામે તો પછી જિનકલ્પને અંગીકાર કરી શકાય છે. સુસ્થિતમુનિ બીજી સત્ત્વ ભાવનાએ કરીને આત્માને ભાવતા હતા, તેમાં પણ ઉપાશ્રય બહાર રહીને કાયોત્સર્ગ કરવારૂપ બીજા સત્ત્વયોગની ભાવના કરતા હતા. તે પાંચ મુનિઓ અભયકુમાર મંત્રીની યાનશાળામાં માસકલ્પ રહ્યા હતા. હવે અભયકુમારે ઘણી શોધ કરી તો પણ હાર મળ્યો નહીં, તેથી “છ દિવસ વીતી ગયા અને સાતમો દિવસ છે, કોણ જાણે કાલે શું થશે?” ઈત્યાદિ વિચારથી તે શોકાતુર થયા સતા “આજે તો સાધુ પાસે જઈને તેમની પર્યાપાસના કરુ” એવો વિચાર કરીને ઉપાશ્રયમાં આવી રાત્રિપોસહ લઈ ત્યાં જ રાત્રિ રહ્યા. તે સમયે સુસ્થિતમુનિ પ્રતિક્રમણ કરીને ઉપાશ્રયની બહાર જઈ કાયોત્સર્ગે રહ્યા. - અહીં પેલા મણિકારના પુત્રને વિચાર થયો કે “જો કદાચ રાજાને આ હાર મારી પાસે છે એમ ખબર પડશે, તો આખા કુટુંબ સહિત મારા જીવિતની હાનિ થશે.” પછી તેણે તે હાર વાનરને પાછો આપ્યો. માણસો ઉપર કૃપાવાન વાનરે તે હાર બીજે કાંઈ ન મૂકતા સાધુના ઉપાશ્રય પાસે આવ્યો, ત્યાં મુનિને ઉપાશ્રયની બહાર એકલા કાયોત્સર્ગે રહેલા જોઈને તે હાર મુનિના કંઠમાં પહેરાવી દીધો. હવે ઉપાશ્રયમાં રહેલા બીજા ચાર સાધુઓ એક એક પ્રહરના વારા પ્રમાણે સુસ્થિતમુનિના શરીરને પ્રમાર્જવા (તેની સંભાળ લેવા) આવતા હતા. તેમાં પ્રથમ શિવસાધુ પહેલે પ્રહરે કાયોત્સર્ગે રહેલા સુસ્થિતમુનિના દેહનું પ્રમાર્જન કરવા માટે આવ્યા તે વખતે તેમના કિંઠમાં દિવ્ય કાંતિવાળો હાર જોઈને તેણે ધાર્યું કે “જરૂર જેને માટે અભયમંત્રી ચિંતાતુર છે તે જ આ હાર જણાય છે. પછી સુસ્થિતમુનિના દેહનું પ્રમાર્જન કરીને પહેલો પ્રહર પૂરો થયે ઉપાશ્રયની અંદર નિસ્ટિહિ કહીને પ્રવેશ કરતાં તેને બદલે શિવસાધુ બોલ્યા કે “અહો ! મહાભય પ્રાપ્ત થયું.” તે સાંભળીને અભયે પૂછ્યું કે “નિર્ભય એવા મુનિઓને ભય ક્યાંથી હોય?” સાધુએ કહ્યું કે “પૂર્વે અનુભવેલા ભયનું સ્મરણ થયું.” અભયે કહ્યું કે “હે પૂજય! તે વૃત્તાન્ત જાણવા ઈચ્છું છું.” ત્યારે મુનિ બોલ્યા કે - અવન્તીનગરીમાં સોમ અને શિવદત્ત નામે બે ભાઈઓ રહેતા હતા. તે બન્ને ધન મેળવવાની ઈચ્છાથી વ્યાપાર કરવા માટે સૌરાષ્ટ્ર દેશમાં ગયા. ત્યાં અનેક પ્રકારના અધમ તથા કર્માદાનના વ્યાપાર કરીને તેમણે ઘણું દ્રવ્ય મેળવ્યું. પછી પોતાના ઘર તરફ આવવા તૈયાર થયા. તે વખતે સર્વ ધન એક વાંસળીમાં ભરીને મોટા ભાઈએ તે વાંસળી પોતાની કેડે બાંધી. માર્ગમાં
SR No.022161
Book TitleUpdesh Prasad Part 05
Original Sutra AuthorN/A
AuthorVishalsensuri
PublisherVirat Prakashan Mandir
Publication Year2010
Total Pages326
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy