SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૫ બાવીશ પ્રકારના પરીષહો સહેવાથી નાશ પામશે. તે વખતે પછી તમને નિરંતર પશ્ચાત્તાપ થશે, કેમકે દુઃખ ભોગવવું તે સહેલું નથી. હે નાથ! જો કે હમણાં તમે નિઃસ્પૃહ અને ત્રિકાળ પરવસ્તુને નહિ ઈચ્છનારા એવા મુનિના ગુણોને તિરસ્કાર કરવા માટે અહંકારને લીધે આ કાર્ય કરવા ઈચ્છો છો, પણ તે યુક્ત નથી, કેમકે તે કાર્ય તો સમગ્ર પ્રકારના દર્પ, દંભ અને ગર્વથી રહિત એવા પુરુષો જ કરી શકે છે.” ઈત્યાદિ સાંભળીને રાજા બોલ્યો કે - “અહો ! આ અતિદુષ્કર કાર્ય મેં અજ્ઞાનથી જ ચિંતવ્યું. કેમકે જયારે સર્વથા નિરાશાભાવ પ્રાપ્ત થાય છે, ત્યારે જ તે વ્રતને યોગ્ય સ્વભાવ (આત્મભાવ) પ્રગટ થાય છે.” પછી રાજાએ તે ભારવાહક મુખ્યને કહ્યું કે “સમસ્ત પુદ્ગલની આશા રહિત એવું મુનિપણું અતૃપ્ત જીવોને એક દિવસ પણ ફરસી શકતું નથી.” પંચાખ્ય બોલ્યો કે “હે રાજા ! તે મુનિએ યૌવન અવસ્થા છતાં પણ પ્રત્યક્ષ પ્રાપ્ત થયેલું કાંચન, કામિની અને રાજ્યનું સુખ તૃણ માત્રની જેમ છોડી દઈને જીવનપર્યત સંયમનો ભાર વહન કરવાનું સ્વીકાર્યું છે અને તે જ પ્રમાણે તે છેલ્લા શ્વાસોશ્વાસ સુધી પાલન કરશે. મેં પણ શ્રી મુમુક્ષુ (તીર્થકર) પ્રણીત સ્યાદ્વાદયુક્ત આગમનાં વચનોને સાંભળીને મહાવ્રત ગ્રહણ કર્યા હતાં, પરંતુ હું તો તેમાં નપુંસક બળદ જેવો થઈ ગયો. હાથીનો ભાર તો હાથી જ ઉપાડી શકે; ગધેડો ઉપાડી શકે નહીં. વળી વિશ્વમાં આ સમગ્ર પૃથ્વી, સમુદ્ર, પર્વત અને વૃક્ષો વગેરેનો ભાર ઉપાડવામાં સમર્થ એવા કેટલાક પુરુષોને સાંભળીએ છીએ પણ આ મહાવ્રતનો ભાર વહન કરવામાં તો તે ક્ષમાવાન મુનિ જ સમર્થ છે એમ હું માનું છું, તે માટે જ હે રાજન્ ! હું માર્ગમાં તેમને વિનયથી નમ્યો છું, તથા તેમની પ્રશંસા પણ તેટલા માટે જ કરી છે.” આ પ્રમાણે પંચાગનાં વચનો સાંભળીને રાજા વગેરે સર્વ જૈન મુનિનો વિનય કરવામાં તત્પર થયા અને પંચાખની આવી બુદ્ધિથી રંજિત થયેલા રાજાએ તેને સેવક કરીને રાખ્યો અને તેની પાસે ધર્મકથા શ્રવણ કરવા લાગ્યો. - “આ ભારવાહકે જો કે દુઃખે ધારણ કરી શકાય તેવા ચારિત્રના ગુણોનો ત્યાગ કર્યો હતો, તો પણ તેણે રાજાદિકને ધર્મના રાગી કર્યા. તેનું કારણ એ કે સર્વ ગુણોના મોટા ભાઈ સમાન વિનયગુણને તેણે છોડ્યો નહોતો અને તે જ ગુણથી તે પરિણામે સર્વોત્તમપણું પામશે.” ૨૯૩. પુનઃ વિનયનું જ વર્ણન કરે છે बाह्याभ्यन्तरभेदाभ्यां, द्विविधो विनयः स्मृतः । तदेकैकोऽपि द्विभेदो, लोकलोकोत्तरात्मकः ॥१॥
SR No.022161
Book TitleUpdesh Prasad Part 05
Original Sutra AuthorN/A
AuthorVishalsensuri
PublisherVirat Prakashan Mandir
Publication Year2010
Total Pages326
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy