SearchBrowseAboutContactDonate
Page Preview
Page 324
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૩ S's ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૫ ઉપદેશરૂપ પ્રાસાદના અવયવોનું વર્ણન આ ઉપદેશપ્રાસાદ ગ્રંથમાં બુદ્ધિના આઠ ગુણોનું વર્ણન કરેલું છે તે આઠને શાસ્ત્રમાર્ગને દેખાડનારા તે પ્રાસાદના સોપાન (પગથિયાં) જાણવા. વિકથાના પ્રકાર સહિત તેને નિરંતર ત્યાગ કરવાનું વર્ણન કરેલું છે, તે આ ઉપદેશપ્રાસાદના સુખે પ્રવેશ કરી શકાય તેવાં ચાર દ્વાર જાણવાં. ચાર પ્રકારના અનુયોગનું વર્ણન કર્યું છે, તે આ ગ્રંથરૂપ પ્રાસાદમાં વિચિત્ર રચનાવાળાં ચાર તોરણ જાણવાં. દ્રવ્યભાવરૂપ બે બે ભેદવાળા બાર વ્રતોનું વર્ણન કર્યું છે, તેથી તે ચોવીશને આ પ્રાસાદના સ્થંભ જાણવા. મન, વચન અને કાયાના યોગની શુદ્ધિ કહેલી છે, તે આ પ્રાસાદનો અસવૃત્તિથી નિવારણ કરનાર મંડપ જાણવો. અન્ય મંદિરોમાં ગવાક્ષ વગેરે વસ્તુઓ હોય છે તેને સ્થાને અહીં અતિચાર રહિત વ્રતો જાણવાં. સાતસો નયથી યુક્ત સ્યાદ્વાદને ઘોતન કરનાર વચનને આ પ્રાસાદનું નિર્મળ દ્યુતિવાળું શિખર જાણવું. રત્નત્રયની સ્તુતિના આરંભને અહીં મોટા કુંભ સમાન જાણવો. અનન્ત અને અવ્યય સંપત્તિવાળા મોક્ષની સ્તુતિને ધ્વજારૂપ જાણવી. શુદ્ધ અંતઃકરણને ગર્ભગૃહ (ગભારા) રૂપ જાણવું. તે ગર્ભગૃહમાં પ્રતિષ્ઠિત થયેલા ચિતૂપ જે મૂર્તિ છે તે સ્વયંભૂ ત્રિભુવનના નાથ છે એમ જાણવું. તે પ્રભુ નિરંતર પ્રાણીઓને સૌભાગ્યલક્ષ્મી આપે છે. ચોસઠ ઈન્દો, સોળ વિદ્યાદેવીઓ અને ચોવીશ તીર્થકરોના શાસનની અધિષ્ઠાયિકા દેવીઓ તથા ચોવીશ યક્ષો આ સુભદ્ર નામના પ્રાસાદની રક્ષા કરો. શ્રી શાંતિનાથને નમસ્કાર કરવો એ પ્રથમ મંગળ છે, સહગ્નકૂટના પ્રભુનું વંદન એ બીજું મધ્ય મંગળ છે, અને શાસનદેવીનું ધ્યાન એ અંતિમ મંગળ છે. તે સર્વે હંમેશા આ ગ્રંથ વાંચનાર તથા સાંભળનારના કલ્યાણ માટે થાઓ.
SR No.022161
Book TitleUpdesh Prasad Part 05
Original Sutra AuthorN/A
AuthorVishalsensuri
PublisherVirat Prakashan Mandir
Publication Year2010
Total Pages326
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy