________________
૨૯૦
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૫ સૂર્યકુંડના જળના પ્રભાવથી કુષ્ટાદિક વ્યાધિઓનો સમૂહ નાશ પામે છે, તેમજ કુકડાપણું પામેલો જીવ પાછો મનુષ્યપણાને પામે છે, (ચંદરાજાની જેમ) તે શત્રુંજયગિરિને હું પ્રણામ કરું છું. ૫. જે ગિરિ ઉપર ત્રણ વિશ્વમાં ઉદ્યોતને કરનારા, ગુણોના સ્થાનરૂપ અને અમૂલ્ય રત્ન (ઋષભદેવ)ને કુક્ષિમાં ધારણ કરનારા એવા હાથી પર બેઠેલા મરૂદેવી માતા વિરાજે છે તે ગિરિને હું નમન કરું છું. ૬. જે પર્વત પર જિતેન્દ્રિય એવા યુધિષ્ઠિર વગેરે પાંચ પાંડવો કુંતા માતાની સાથે વીશ કરોડ સાધુઓ સહિત મુક્તિપદને પામ્યા છે તે પર્વતને હું નમું છું. ૭. જે ગિરિ ઉપર નમિ અને વિનમિ નામના મુનિન્દ્રો કે જેઓ વિદ્યાધરના રાજાઓ હતા તથા શ્રી આદિનાથની સેવા કરનારા હતા તેઓ બે કરોડ સાધુઓ સહિત મોક્ષની લક્ષ્મીને પામ્યા, તે વિમલગિરિ અને વિમળ (નિર્મળ) બોધની પ્રાપ્તિ અને પુષ્ટિના હેતુરૂપ થાઓ. ૮. જે ગિરિ પર નિર્મળ ગુણોના સમૂહથી જેનો આત્મા પરિપૂર્ણ થયો છે, અને જે નિરંતર આત્મિક સુખમાં રમણ કરનારા અને તેના ભોક્તા છે, જ્ઞાનદર્શનને ધારણ કરનારા છે તથા સમતારૂપ ધનવાળા છે એવા રામચંદ્ર ત્રણ કરોડ મુનિઓની સાથે મોક્ષસ્થાનની સમૃદ્ધિને પામ્યા છે તે અદ્રિને હું વંદના કરું છું. ૯. સૌરાષ્ટ્ર દેશમાં શત્રુંજય અને ગિરનાર એ બે તીર્થ અમૂલ્ય રત્ન તુલ્ય વર્તે છે, તેને હું બહુમાનપૂર્વક ભક્તિથી પ્રણામ કરું છું. ૧૦. જ્યાં અનંત જ્ઞાનવાળા, અનંત દર્શનવાળા, અનંત સુખવાળા અને અનંત વીર્યવાળા વિશ તીર્થંકરો શિવપદને પામ્યા છે તે સમેતગિરિની હું સ્તુતિ કરું છું. ૧૧. નિરંતર પ્રાતઃકાળે દેવેન્દ્રોએ સ્તુતિ કરેલા, નાભિરાજાના વંશના અલંકારરૂપ શ્રી ઋષભદેવ જે પર્વત પર સૌભાગ્ય લક્ષ્મીને આપનારા ઘોતિમાનું પૂર્ણ આત્મતત્ત્વને (સિદ્ધિપદને) પામ્યા છે તે અષ્ટાપદ પર્વતનો હું આશ્રય કરું છું. ૧૨. કલ્યાણરૂપ કંદને ઉત્પન્ન કરવામાં અદ્વિતીય મેઘ સમાન, સમસ્ત જીવોનો ઉદ્ધાર કરવામાં સમર્થ, ફુરણાયમાન પ્રતાપવાળા અને પૂજય મૂર્તિવાળા મરુદેવીના પુત્ર શ્રી ઋષભસ્વામીને હું વંદના કરું છું.”
શત્રુંજય તીર્થના પ્રભાવ સંબંધી એક કથા છે, તે નીચે પ્રમાણે -
ક્ષિતિપ્રતિષ્ઠ નામના નગરમાં સાંતુ નામે મંત્રી હતો. તે એકદા હતી પર બેસીને રવાડીએ ગયો હતો. ત્યાંથી પાછા વળતાં પોતે કરાવેલ સાંત્વસહી નામના ચૈત્યમાં દેવને વાંદવા માટે હાથી પરથી નીચે ઉતરીને પ્રવેશ કરતાં તેણે તે ચૈત્યમાં રહેનારા એક શ્વેતાંબર સાધુને કોઈ વેશ્યાના સ્કન્ધ ઉપર હાથ રાખીને ઉભેલા દીઠા, તેમ છતાં પણ મંત્રીએ ઉત્તરાસંગ કરીને ગૌતમ ગણધરની જેમ પંચાંગ નમસ્કારપૂર્વક તેને વંદના કરી. પછી એક ક્ષણવાર રહીને ફરીથી નમન કરી મંત્રી પોતાના ઘર તરફ ગયો.
તેમના ગયા પછી તે સાધુ પોતાના દુરાચરણથી લજ્જા પામીને જાણે પાતાલમાં પેસવાની ઈચ્છા કરતા હોય તેમ અત્યંત ખિન્ન થઈ ગયા. પછી તે જ વખતે સર્વ વસ્તુ વગેરેનો ત્યાગ કરીને શ્રી હેમચંદ્રસૂરિ પાસે જઈ તેમણે ફરીથી દીક્ષા લીધી. પછી વૈરાગ્યભાવથી પૂર્ણ થયેલા તે સાધુએ શ્રી શત્રુંજયગિરિ ઉપર જઈને બાર વર્ષ સુધી તપ કર્યું. એકદા તે મંત્રી શત્રુંજયની