SearchBrowseAboutContactDonate
Page Preview
Page 295
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૪ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૫ “કાલે તમારા બેમાંથી જે શ્રી નેમિનાથને પ્રથમ વંદના કરશે તેને આ અશ્વ હું આપીશ.” પછી પાલકકુમારે તો રાત્રિના પાછલે પહોરે ઉઠીને મોટેથી શબ્દ કરીને પોતાના મૃત્યોને ઉઠાડ્યા, અને તેમને તૈયાર કરી સાથે લઈને પ્રાતઃકાળ થતાં સૌથી પ્રથમ જઈને પ્રભુને વંદના કરી. પછી ત્યાંથી પાછા આવીને પિતાને તે વાત કરીને અશ્વ માગ્યો. ત્યારે કૃષ્ણ કહ્યું કે “પ્રભુને પૂછીને પછી આપીશ.” અહીં મધ્ય રાત્રિ ગયા પછી સાંબ જાગ્યો હતો, પણ તે પાપભીરુ હોવાથી પોતાને સ્થાને જ રહીને ભગવાનનું ધ્યાન કરી તેને નમ્યો. પ્રાતઃકાળે સમય થતાં સર્વે પ્રભુના સમવસરણમાં ગયા. પ્રભુને વંદના કરીને કૃષ્ણ પૂછ્યું કે “હે સ્વામી! આજે આપને પ્રથમ કોણે વંદના કરી ?” પ્રભુ બોલ્યા કે, “આજે દ્રવ્યવંદનથી પાલકકુમારે પ્રથમ અમને વાંદ્યા હતા અને સાંબકુમારે ભાવવંદનથી પ્રથમ વાંડ્યા હતા.” તે સાંભળીને કૃષ્ણ સાંબકુમારને તે અશ્વ આપ્યો. અન્યદા પ્રભુની દેશનાથી પ્રતિબોધ પામીને સાંબ તથા પ્રદ્યુમ્ન દીક્ષા ગ્રહણ કરી અને અનુક્રમે ગિરનાર પર્વત ઉપર મુક્તિ પામ્યા. સાંબે પ્રભુનું આંતરધ્યાન કર્યું તેથી તે વંદનનું ફળ પામ્યો અને પાલકે સાક્ષાતુ પ્રભુને વાંઘા છતાં પણ તે ફળ પામ્યો નહીં, માટે પંડિત પુરુષો બાહ્ય વિધિ કરતાં અત્યંતર વિધિને બળવાન માને છે.” ૩૫૪ ભવ્યપ્રાણી પ્રયત્ન વડે પ્રતિબોધ પામે છે चिल्लणया बहूपायैः, स्वस्वामी प्रतिबोधितः । समानधर्मश्रद्धाभि-दंपतीत्वं च शोभते ॥१॥ ભાવાર્થ - “ચલણા રાણીએ ઘણા ઉપાયથી પોતાના સ્વામીને પ્રતિબોધ પમાડ્યો હતો, કેમકે સમાન ધર્મની શ્રદ્ધાથી જ દંપતીપણું શોભે છે.” શ્રેણિકરાજાની કથા રાજગૃહી નગરીમાં શ્રેણિકરાજા રાજ્ય કરતો હતો. તે બૌદ્ધધર્મનો રાગી હોવાથી બૌદ્ધ સાધુઓની નિરંતર ઉપાસના કરતો, હંમેશાં બૌદ્ધાલયમાં જઈને શ્રદ્ધાપૂર્વક તેનો ધર્મોપદેશ સાંભળતો અને પછી ઘેર આવીને પોતાની ચેલણારાણી પાસે બૌદ્ધધર્મની નિત્ય પ્રશંસા કરતો. બૌદ્ધગુરુએ પોતાના શિષ્યવર્ગને એવું સમજાવી રાખ્યું હતું કે “જયારે હું પ્રભાત સમયે પ્રચ્છન્ન ૧. સિદ્ધાચલ ઉપર ભાડવા ડુંગરે સાડી આઠ કરોડ મુનિ સાથે ફાગણ શુદિ ૧૩ સિદ્ધિપદ પામ્યાનો શત્રુંજય મહાભ્યાદિકમાં ઉલ્લેખ છે.
SR No.022161
Book TitleUpdesh Prasad Part 05
Original Sutra AuthorN/A
AuthorVishalsensuri
PublisherVirat Prakashan Mandir
Publication Year2010
Total Pages326
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy