SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૫ હોય તો દશ ઉપવાસ, હીન જાતિની પરસ્ત્રીને અજ્ઞાતપણે સેવવાથી દશ ઉપવાસ, જાણીને સેવવાથી લાખ સજ્ઝાય સહિત` દશ ઉપવાસ, આમ નામના રાજાએ ડંબની સ્ત્રી સાથે ભોગ કરવાની ઈચ્છા કરી હતી, તે વાત બપ્પભટ્ટસૂરિના જાણવામાં આવી, તેથી રાજા લજ્જિત થયો. પછી બ્રાહ્મણના કહેલા પ્રાયશ્ચિત્તથી રાજાએ તપાવેલી લોઢાની પુતળીનું આલિંગન કરવાની ઈચ્છા કરી. તે જાણીને ગુરુએ રાજાને શિખામણ આપી કે “હે રાજન્ ! એમ કરવાથી પાપનો ક્ષય થતો નથી.” પછી રાજાના પૂછવાથી ગુરુએ સર્વજ્ઞશાસ્ત્રને આધારે પ્રાયશ્ચિત્ત આપ્યું. તે પ્રાયશ્ચિત્ત તપ કરવાથી રાજા પાપ રહિત થઈને ગુણ પામ્યો હતો. ઉત્તમ જાતિની પરસ્ત્રીને અજાણતાં સેવવાથી એક લાખને એંશી હજાર સજ્ઝાય સહિત દશ ઉપવાસ, જાણીને સેવવાથી ૧૮૦ ઉપવાસ, તિર્યંચ સંબંધી નિયમનો ભંગ થયો હોય તો એક આયંબિલ, સ્વપ્નમાં ભંગ થયો હોય તો ચાર લોગસ્સ ને એક નવકારનો કાયોત્સર્ગ, એકસો આઠ શ્વાસોશ્વાસ પ્રમાણ. હસ્તક્રિયા કરવાથી ત્રણ ઉપવાસ, વારંવાર હસ્તક્રિયા કરવાથી દશ ઉપવાસ, પરસ્ત્રીના હ્રદયનો સ્પર્શ કરવાથી એક ઉપવાસ, ઢીંગલા-ઢીંગલીના વિવાહ કરવાથી એક પુરિમâ. ઢીંગલા ગૂંથવાથી એકાસણું અને તેની સાથે ક્રીડા કરવાથી એક આયંબિલ. પરસ્ત્રીને બળાત્કારે સેવવાથી એકસો એંશી ઉપવાસ, તેના પર દૃષ્ટિરાગ રાખવાથી બે ઉપવાસ અને તેની સાથે તીવ્ર પ્રેમપૂર્વક વાતચીત કે હસ્ત વગેરેનો સ્પર્શ કરવાથી ત્રણ ઉપવાસની આલોયણ આવે છે. રુપી નામની રાજપુત્રી બાળવિધવા હતી. તેણે શીલસન્નાહ નામના અમાત્ય ઉપર દૃષ્ટિરાગ કર્યો હતો. અનુક્રમે તે બન્નેએ દીક્ષા ગ્રહણ કરી હતી. છેવટે સંલેખનાને સમયે ગુરુએ ઘણી રીતે બોધ કરી સમજાવી તો પણ રુપીસાધ્વીએ તે દૃષ્ટિરાગ સંબંધી પાપની આલોચના લીધી નહીં. તે પાપ ગુપ્ત રાખવાથી (દંભ કરવાથી) અનન્ત ભવ-પરંપરા પામી. જો તે પાપની આલોચના લીધી હોત તો થોડા તપથી જ તેની કાર્યસિદ્ધિ થાત. કુમારિકા સાથે ભોગ કરવાથી અટ્ટમ, ઈત્વર પરિગ્રહિતા (અમુક મુદત સુધી રખાયત તરીકે કોઈએ રાખેલ)નો સમાગમ કરવાથી બે ઉપવાસ, મૈથુન સંબંધી અશુભ ચિંતવન કરવાથી એક ઉપવાસ. શ્રી લક્ષ્મણા નામની સાધ્વીએ ચકલાના મૈથુનની સ્તુતિ કરી હતી. તે પાપની આલોયણ ગુરુ પાસે લીધી નહીં, પણ પોતાની બુદ્ધિથી જ તે પાપના નાશને માટે પચાસ વર્ષ સુધી મહા ઉત્કટ તપ કર્યો, તો પણ તે પાપ નાશ પામ્યું નહીં; ઉલટી અનેક ભવ સુધી વિડંબના પામી પણ જો દંભનો ત્યાગ કરીને ગુરુએ આપેલા પ્રાયશ્ચિત્ત તપથી આલોચના કરી હોત તો થોડા કાળમાં જ શુદ્ધ થાત. પાંચમા પરિગ્રહ પરિમાણ નામના વ્રતમાં નવ પ્રકારના પરિગ્રહના નિયમનો ભંગ થાય તો જધન્યે પુરિમઢ, મધ્યમથી આયંબિલ અને ઉત્કૃષ્ટ એક ઉપવાસની આલોયણા આવે છે; દર્પથી નિયમનો ભંગ કરે તો દશ ઉપવાસની આલોયણ આવે છે. આ વ્રતનું પ્રાયશ્ચિત્ત તપ મહણસિંહ ૧. લાખ નવકાર ગણવા અથવા લાખ શ્લોક વાંચવા-સંભારવા તે.
SR No.022161
Book TitleUpdesh Prasad Part 05
Original Sutra AuthorN/A
AuthorVishalsensuri
PublisherVirat Prakashan Mandir
Publication Year2010
Total Pages326
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy