SearchBrowseAboutContactDonate
Page Preview
Page 281
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭o ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૫ અદ્દભૂત લક્ષ્મીવાળો આમ્રવૃક્ષ ક્ષણવારમાં લક્ષ્મીરહિત થઈ ગયો. જે પ્રથમ સંતોષ કરનાર હોય તે ક્ષણાંતરમાં જ વમન કરેલા ભોજનની જેમ જોવા યોગ્ય પણ રહેતું નથી. જેમ જળના બુદબુદો (પરપોટા) અને સંધ્યા સમયની કાંતિ સ્થિર રહેતી નથી, તેમ સર્વ સંપત્તિઓ પણ અસ્થિર છે એમ નિશ્ચય થાય છે.” * આ પ્રમાણે વિચાર કરીને પોતાની મેળે કેશનો લોચ કરી દેવદત્ત મુનિવેષ ધારણ કરીને ગાન્ધારદેશના રાજા નગ્ગતિએ ચારિત્ર અંગીકાર કર્યું અને ત્યાંથી તે ચોથા પ્રત્યેકબુદ્ધે પૃથ્વી પર વિહાર કર્યો. ૩૫૧ કેટલાક લજજાથી પણ ગ્રહણ કરેલા વ્રતને તજતા નથી लज्जातो गृहीतां दीक्षां, निर्वहति यदा नरः। तदा सत्त्वेषु योग्यात्मा, लक्ष्यते भवदेववत् ॥१॥ ભાવાર્થ:- “જ્યારે માણસ લજ્જાથી પણ ગ્રહણ કરેલી દીક્ષાનું પાલન કરે છે, ત્યારે તે ભવદેવની જેમ પૈર્યવાન પુરુષોમાં યોગ્ય આત્મા જણાય છે.” આ અર્થનું સમર્થન કરવા માટે સંપ્રદાયાગત ભવદેવનો સંબંધ કહેવામાં આવે છે. ભવદેવની કથા સુગ્રામ નામના ગામમાં રાઠોડવંશી આર્યવાન નામનો એક કૌટુંબિક (કણબી) રહેતો હતો. તેને રેવતી નામે સ્ત્રી હતી, અને ભવદત્ત તથા ભવદેવ નામે બે પુત્રો હતા. તેમાંના ભવદને સંસારથી વિરક્ત થઈને વૈરાગ્યથી સુસ્થિત નામના આચાર્ય પાસે દીક્ષા લીધી. ગુરુની સાથે વિહાર કરતાં તે ભવદત્તમુનિ ગીતાર્થ થયા. એકદા કોઈ સાધુ ગુરુની રજા લઈને પોતાને ગામ પોતાના નાના ભાઈને પ્રતિબોધ આપવા માટે ગયા; પણ ત્યાં તેનો ભાઈ તો વિવાહના કાર્યમાં વ્યગ્ર હતો, તેથી તેણે પોતાના મોટા ભાઈ-મુનિને આવેલા પણ જાણ્યા નહીં; એટલે ખેદયુક્ત થઈને તે મુનિએ ગુરુ પાસે પાછા આવી સર્વ વૃત્તાંત કહ્યું, તે સાંભળીને ભવદત્તમુનિ બોલ્યા કે, “અહો ! તમારા ભાઈનું હૃદય તો બહુ કઠણ લાગે છે કે જેથી તમારો સત્કાર પણ તેણે કર્યો નહીં.” ત્યારે તે મુનિ બોલ્યા કે “ત્યારે તમે તમારા નાના ભાઈને દીક્ષા અપાવો.” તે સાંભળી ભવદત્ત બોલ્યા કે “જ્યારે ગુરુ તે દેશ તરફ વિહાર કરશે ત્યારે તે કૌતુક તમને બતાવીશ.”
SR No.022161
Book TitleUpdesh Prasad Part 05
Original Sutra AuthorN/A
AuthorVishalsensuri
PublisherVirat Prakashan Mandir
Publication Year2010
Total Pages326
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy