SearchBrowseAboutContactDonate
Page Preview
Page 263
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપર ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ ભાગ-૫ વેદના ઉત્પન્ન કરી. પછી સંઘમાં આવીને વિદ્યાબળથી સંઘની ફરતો અગ્નિનો કિલ્લો અને તેને ફરતી જળની ખાઈ બનાવીને અંદર સુખેથી રહ્યા. અહીં અસહ્ય વ્યાધિની પીડાથી અષ્ટમાન થયેલા રાજાએ સંઘનો સંહાર કરવા માટે સૈન્ય સહિત સેનાપતિને મોકલ્યો. તે સેનાપતિ સંઘના પડાવ પાસે આવ્યો, પણ તેની ફરતો અગ્નિનો પ્રાકાર તથા જળની ખાઈ જોઈને ભય પામ્યો; એટલે તેણે દૂરથી વિનંતીપૂર્વક કહ્યું કે “હે મુનિ! રાજાને કોપાયમાન ન કરો.” તે સાંભળીને પોતાનો અતિશય (શક્તિ) બતાવવા માટે મુનિએ તે સેનાપતિ અથવા મંત્રીને કહ્યું કે “મારું બળ કેટલું છે તે જુઓ.” એમ કહીને રાતા કણેરના વૃક્ષની એક સોટી "સંહારની રીતે ચોતરફ ફેરવી, એટલે સમીપે રહેલા સર્વ વૃક્ષોના શિખરો પૃથ્વી પર પડી ગયા. તે જોઈને મંત્રીએ મુનિને કહ્યું કે “ઊંદર માત્ર ઉપરની ઢાંકણી પાડી નાખવાને સમર્થ હોય છે. પણ તે પાછી ઢાંકવાને સમર્થ હોતો નથી.” તે સાંભળીને બળભદ્રમુનિએ શ્વેત કણેરના વૃક્ષની સોટી લઈને તેને સૃષ્ટાની રીતે ફેરવી, એટલે તે વૃક્ષોના શિખરો હતા તેવા પાછા જોડાઈ ગયા. તે જોઈને ચમત્કાર પામેલા મંત્રીએ રાજા પાસે જઈને રાજાને મુનિનું સામર્થ્ય જણાવ્યું. તેથી ભય પામેલા રાજા મુનિ પાસે આવી તેને વંદના કરીને બોલ્યો કે “હે મહારાજા ! મારો અપરાધ ક્ષમા કરો. બાળક પિતાની અવજ્ઞા કરે છે, પણ પિતા તેના પર ક્રોધ કરતા નથી.” મુનિ બોલ્યા કે “જો તું જૈનધર્મ અંગીકાર કરીશ તો તેને આરામ થશે.” તે સાંભળીને મુનિના વચનથી રાજાએ જૈનધર્મ અંગીકાર કર્યો. પછી શ્રી સંઘે મોટા ઉત્સવથી શ્રી રૈવતગિરિ તીર્થના અધિપતિ શ્રી નેમિનાથજીની યાત્રા કરી. યશોભદ્રસૂરિ તથા બલભદ્રમુનિ જૈનશાસનના પ્રભાવક થયા. તેમને હું ભક્તિગુણ ધારણ કરીને નિરંતર વંદના કરું છું અને તેમની સ્તુતિ કરું છું.” ૩૪૭ સુલભબોધિનું સ્વરૂપ लोभिता बहभिर्भोगैः, पित्रादिभिर्निरन्तरम् । धर्मप्राप्ति समीहन्ति, ते स्युः सुलभबोधिनः ॥१॥ ગાથાર્થ - “પિતા વગેરેએ નિરંતર ઘણા પ્રકારના ભોગથી લોભ પમાડ્યા છતાં પણ * આ સંહાર ને સૂટ્યા બન્ને પ્રકારની વિશેષ સમજણ ગુરુગમથી મેળવવી.
SR No.022161
Book TitleUpdesh Prasad Part 05
Original Sutra AuthorN/A
AuthorVishalsensuri
PublisherVirat Prakashan Mandir
Publication Year2010
Total Pages326
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy