SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૫ ૨૪૯ ભાવાર્થ :- “સમુદ્રનો પાર પામી શકાય, તથા સર્વ શાસ્ત્રોનો પાર પણ પામી શકાય, પરંતુ સ્ત્રીચરિત્રના પારને બ્રહ્મા પણ પામી શકતા નથી.” હવે પેલી ઢંઢા તાપસી કે જે પર્ણકુટિમાં બળી ગઈ હતી તે શુભ અધ્યવસાયે મરીને વ્યંતર જાતિમાં દેવી થઈ હતી. તેણે વિર્ભાગજ્ઞાનથી પોતાનો પૂર્વભવ જાણીને જયપુરના લોકો ઉપર કોપ કરીને વિચાર્યું કે “અહો ! આ લોકો મહા અસતી અને જીવતી હોલિકાને પૂજે છે અને તેની સ્તુતિ કરે છે, પણ મને તો કોઈ સંભારતું પણ નથી.” એમ વિચારીને તે ગામ ઉપર એક મોટી શીલા વિકર્વીને તે બોલી કે “મને સંતોષ આપનાર એક મનોરથશ્રેષ્ઠિ વિના બીજા સર્વને હમણાં જ આ શીલાથી ચૂર્ણ કરી નાંખીશ.” તે સાંભળીને રાજા વગેરે સર્વ લોક મનોરથશ્રેષ્ઠિને શરણે ગયા, ત્યારે તે શ્રેષ્ટિએ પૂજા બલિદાન વગેરે કરીને કહ્યું કે “દેવ કે દાનવ જે કોઈ હોય તે પ્રગટ થઈને જે ઈચ્છા હોય તે કહો, અમે નગરના સર્વ લોકો તે પ્રમાણે કરશું.” તે સાંભળીને સૂંઢા વ્યંતરી પૂર્વનો સર્વ વૃત્તાંત કહીને બોલી કે “હોળીનું પર્વ આવે ત્યારે સર્વ પૌરજનો ભાંડચેષ્ટા કરે; પરસ્પર ગાળો દે, ધૂળ ઉછાળે, શરીરે કાદવ ચોળે ઈત્યાદિ કરે તો આ ઉપદ્રવ હું શાંત કરું.” તે સાંભળીને લોકોએ તે પ્રમાણે અંગીકાર કર્યું. ત્યારથી ધૂળેટીનું પર્વ સર્વત્ર પ્રસર્યું. “લોક ગાડરિયા પ્રવાહ જેવો છે, તે પરમાર્થને સમજતો નથી.” અહીં ઉપદેશવચન આ પ્રમાણેના ધારી રાખવા કે “એક અસંબંધ વાક્ય બોલવાથી, ગાળી પ્રદાનાદિ કરવાથી જીવ અનેક ભવમાં ભોગવવું પડે તેવું પાપકર્મ બાંધે છે, માટે અશુભ પ્રલાપનો ત્યાગ કરીને દ્રવ્યથી હુતાશિની પર્વને સર્વથા તજવું અને ભાવથી બુદ્ધિપૂર્વક શુભ વાક્યને અંગીકાર કરવું. સ્વપરને હિતકારી વાક્યો બોલવાં.” “દુષ્ટ વાક્યના વિસ્તારવાળું, મિથ્યાત્વથી ભરેલું અને સંસારસાગરમાં ડુબાવનારું આ હોળી અને રજનું લૌકિક પર્વ શ્રી જિનેન્દ્ર આગમના તત્ત્વની ઈચ્છાવાળા લોકોએ અવશ્ય ત્યાગ કરવું.” ૩૪૬ યશોભદ્રસૂરિ અને બલભદ્રમુનિ तपस्वी रूपवान् धीरः, कुलीनः शीलदाढययुक् । षट्त्रिंशद्गुणाड्योऽभुज्छ्रीयशोभद्रसूरिराट् ॥१॥ ભાવાર્થ :- “તપસ્વી રૂપવાનું, ધીર અને કુલીન અને શીલ પાળવામાં દઢતાવાળા શ્રી યશોભદ્રસૂરિ આચાર્યના છત્રીશ ગુણોથી યુક્ત થયા.” તેની કથા આ પ્રમાણે -
SR No.022161
Book TitleUpdesh Prasad Part 05
Original Sutra AuthorN/A
AuthorVishalsensuri
PublisherVirat Prakashan Mandir
Publication Year2010
Total Pages326
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy