SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૫ ૨૩૩ શ્રી દત્તશ્રેષ્ઠિની કથા મંદિરપુરમાં સુરકાંત નામે રાજા હતો. તે ગામમાં સોમશ્રેષ્ઠિ નામે નગ૨શેઠ હતો. રાજાનો માનીતો હતો. તેને સોમશ્રી નામની પત્ની હતી. તેનાથી ઉત્પન્ન થયેલો શ્રીદત્ત નામે તેમને પુત્ર હતો. એકદા સોમશ્રેષ્ઠિ પોતાની ભાર્યા સાથે વનમાં ક્રીડા કરવા ગયો હતો. ત્યાં પાછળથી સુરકાંત રાજા પણ આવ્યો. રાજા સોમશ્રીને જોઈને તેના પર આસક્ત થયો. તેથી તેને બળાત્કારથી લઈ જઈને પોતાના અંતઃપુરમાં રાખી. સોમશ્રેષ્ઠિ પ્રિયાના વિરહથી પારાવાર ખેદ પામીને ઘેર આવ્યો. પછી તેણે પ્રધાનમંડળ પાસે તે વૃત્તાંત કહી રાજાને સમજાવવાનું કહ્યું. તે પ્રધાનોએ પણ રાજાને ઘણી રીતે સમજાવ્યો, પરંતુ રાજાએ માન્યું નહીં. તેથી પ્રધાનોએ આવી શેઠને કહ્યું કે - माता यदि विषं दद्यात्, पिता विक्रयते सुतम् । राजा हरति सर्वस्वं, का तत्र प्रतिवेदना ॥१॥ ભાવાર્થ ઃ- “જ્યારે માતા જ પુત્રને વિષ આપે, પિતા જ તેને વેચે અને રાજા જ સર્વસ્વ હરી લે, ત્યારે તેનો શો ઈલાજ ? કાંઈ નહીં.” પછી શ્રેષિએ ઘેર આવીને પોતાના પુત્રને કહ્યું કે “વત્સ ! આપણા ઘરમાં છ લાખ દ્રવ્ય છે તેમાંથી સાડા પાંચ લાખ દ્રવ્ય લઈને હું જાઉં છું. તે કોઈ બળવાન રાજાને સેવીને તે રાજાના બળથી તારી માતાને હું છોડાવીશ.” એમ કહીને શ્રેષ્ઠિ તેટલું ધન લઈ કોઈ દિશામાં ચાલ્યો. શ્રીદત્ત ઘરે રહ્યા. તેને કેટલેક કાળે એક પુત્રી થઈ. તે વખતે તેણે વિચાર કર્યો કે “માતા-પિતાનો વિરહ, ધનનો નાશ, પુત્રીનો જન્મ અને ગામનો રાજા વિરુદ્ધ-અહો દૈવ ! અવળું હોય ત્યારે શું શું ન થાય ?” પછી પુત્રી જ્યારે દશ દિવસની થઈ ત્યારે શ્રીદત્ત શંખદત્ત નામના મિત્રની સાથે વેપાર કરવા માટે વહાણમાં બેસીને પરદેશ ચાલ્યો. ક્રમે કરીને બન્ને મિત્રો સિંહલદ્વીપ આવ્યા. ત્યાં નવ વર્ષ સુધી વેપાર કરીને વિશેષ લાભની ઈચ્છાથી તે બન્ને મિત્રો કટાહ્નીપે ગયા. ત્યાં પણ બે વર્ષ રહ્યા. એકંદર આઠ કરોડ દ્રવ્ય ઉપાર્જન કરીને ઘણી જાતનાં કરીયાણાં, હાથી, ઘોડા વગેરે લઈને પોતાના દેશ તરફ ચાલ્યા. માર્ગમાં એક વખત તે બન્ને મિત્રો વહાણની ઉપલી ભૂમિ પર બેઠા બેઠા સમુદ્રની શોભા જોતા હતા, તેવામાં સમુદ્રના જળમાં તરતી એક પેટી તેમણે જોઈ. તે જોઈને બન્ને બોલ્યા કે “આ પેટીમાં જે કાંઈ હોય તે આપણે બન્નેએ વહેંચી લેવું.” પછી તેણે પોતાના સેવકો પાસે તે કઢાવીને ઉઘાડી, તો તેમાં લિંબડાના પાંદડામાં ભારેલી કાંઈક શ્યામ વર્ણવાળી એક અચેતન થઈ ગયેલી કન્યા દીઠી. તેને જોઈને “આ શું ?” એમ સર્વે બોલ્યા. ત્યારે શંખદત્તે કહ્યું કે “ખરેખર આ બાળાને સર્પદંશ થવાથી મરેલી ધારીને કોઈએ પેટીમાં નાંખી, સમુદ્રમાં મૂકી દીધી છે, પણ જુઓ ! હું તેને હમણાં જ જીવતી કરું છું.” એમ કહીને જળ મંત્રીને તેના પર છાંટ્યું કે તરત
SR No.022161
Book TitleUpdesh Prasad Part 05
Original Sutra AuthorN/A
AuthorVishalsensuri
PublisherVirat Prakashan Mandir
Publication Year2010
Total Pages326
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy