SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ ૨૮ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૫ બીજી અશરણ ભાવના पितृमातृकलत्रायुर्वैद्यमंत्रसुरादिकाः । नैव त्रायन्ति जीवानां, कृतान्तभयमुत्थिते ॥१॥ ભાવાર્થ - “જ્યારે યમરાજાનો ભય પ્રાપ્ત થાય છે, અર્થાત મૃત્યુ આવે છે ત્યારે પ્રાણીઓનું માતા, પિતા, સ્ત્રી, આયુ, વૈદ્ય, મંત્ર કે દેવાદિક પણ રક્ષણ કરી શકતા નથી.” ઉપરના શ્લોકમાં કહ્યા પ્રમાણે દેવો પણ મૃત્યુથી રક્ષણ કરી શકતા નથી. તે વિષે કહ્યું स्नेहादाश्लिष्य शक्रेणार्धासनेऽध्यास्यते स्म यः । श्रेणिकः सोऽप्यशरणो, ऽश्रोतव्यां प्राप तां दशाम् ॥१॥ ભાવાર્થ - “ઈન્દ્ર સ્નેહથી આલિંગન કરીને જેને પોતાના અર્ધા આસન પર બેસાડ્યા હતા તેવા શ્રેણિકરાજા પણ શરણ રહિત થઈને ન સાંભળી શકાય તેવી તે (મૃત્યુ)દશાને પામ્યા.” વળી - वैरादास्कन्दकाचार्य, मुनिपंचशती नतः । न कश्चिदभवत्राता, पालकादन्तकादिव ॥२॥ ભાવાર્થ :- “જીંદકાચાર્ય સહિત પાંચસો મુનિને હણનારા યમરાજ જેવા પાલક પુરોહિતથી તેનું રક્ષણ કરવાને કોઈ પણ સમર્થ થયું નહીં.” षष्टिपुत्रसहस्त्राणि, सगरस्यापि चक्रिणः । तृणवत्राणरहितान्यदहज्ज्वलनप्रभः ॥३॥ ભાવાર્થ:- સગરચક્રીના પણ શરણ રહિત સાઠ હજાર પુત્રોને તૃણની જેમ જ્વલન પ્રત્યે (ભવનપતિના ઈન્દ્ર) બાળી નાખ્યા હતા.” તે કથા આ પ્રમાણે - સગરચક્રીના પુત્રોની કથા અયોધ્યાનગરીમાં જિતશત્રુ નામે રાજા હતો. તેને વિજયા નામે પત્ની હતી. તે થકી અજિતનાથસ્વામી ઉત્પન્ન થયા હતા. જિતશત્રુ રાજાનો નાનો ભાઈ સુમિત્રવિજય નામે હતો. તેને યશોમતી નામની સ્ત્રીથી સગર નામે પુત્ર ઉત્પન્ન થયો હતો. તે સગર ચક્રવર્તી થયા હતા. તેને સાઠ હજાર પુત્રો હતા. તેમાં સૌથી મોટો જહનુકુમાર નામે હતો. તેણે એકદા ચક્રીને પ્રસન્ન કર્યા,
SR No.022161
Book TitleUpdesh Prasad Part 05
Original Sutra AuthorN/A
AuthorVishalsensuri
PublisherVirat Prakashan Mandir
Publication Year2010
Total Pages326
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy