SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૫ ભાવાર્થ :- “જેણે સાડાબાર કરોડ સોનામહોરો મારા ઘરમાં આવીને મને આપી હતી તેણે જ સાધુ અવસ્થામાં પણ મારે ત્યાં આવીને મને બાર વ્રત આપ્યા.” ૨૧૦ येन दत्तं पुरा दानं तेनैव दीयते पुनः । चातको रटते नित्यं, दानं यच्छेत् पयोमुचः ॥२॥ ભાવાર્થ :- “જેણે પ્રથમ દાન આપ્યું હોય છે તે જ ફરીથી પણ દાન આપે છે. જુઓ ! ચાતક પક્ષી જળને માટે નિરંતર યાચના કરે છે અને મેઘ નિરંતર દાન આપે છે. धनदानादयाचित्वमाजन्मनिर्मितं सुखम् । व्रतदानाद्भवेऽनन्ते, सौख्यदो मम सर्वदा ॥३॥ ભાવાર્થ :- “સ્થૂલભદ્રે ધનનું દાન આપીને આ જન્મપર્યંત અયાચક વૃત્તિનું મને સુખ આપ્યું અને વ્રતનું દાન આપીને અનંત ભવનું સુખ મને આપ્યું. એટલે સર્વદા તે તો મને સુખ આપનારા જ થયા.' આ સ્થૂલભદ્ર મુનીન્દ્રના ગુણનું વર્ણન ચોરાશી ચોવિશી સુધી સર્વ તીર્થંકરો કરશે. ઘણા દિવસ સુધી સ્ત્રીઓના સંગમાં રહ્યા છતાં પણ સ્થૂલભદ્રમુનિએ પોતાના શીલનો ભંગ કર્યો નહીં. તે જોઈને બીજા સાધુઓએ પણ સિંહગુફાવાસી મુનિના જેવું સ્રીના સંબંધમાં નિઃશંક મન કરવું નહીં.” J©el ૩૪૦ મનુષ્યભવની દુર્લભતા संबन्धैर्दशभिर्ज्ञेयो मनुष्यभवदुर्लभः । तन्मध्ये पाशकज्ञातं, लिख्यते पूर्वशास्त्रतः ॥१॥ -- ભાવાર્થ :- દશ દૃષ્ટાંતે કરીને મનુષ્યભવ દુર્લભ છે એમ જાણવું. તે દશ દૃષ્ટાંતમાંથી આ સ્થળે પૂર્વ શાસ્ત્રને અનુસારે પાશાનું દૃષ્ટાંત લખીએ છીએ. પાશાનું દૃષ્ટાંત (ચાણાક્યની કથા) ગોલ્લદેશમાં ચણક નામનો જૈન બ્રાહ્મણ રહેતો હતો. તેને ચણેશ્વરી નામની પત્ની હતી. તે સ્રીથી ચાણાક્ય નામનો જન્મથી જ દાંતવાળો પુત્ર થયો હતો. એકદા તેને ઘેર કોઈ જ્ઞાનીમુનિ આહાર માટે આવ્યા. તે વખતે મુનિને નમીને તે દંપતીએ પૂછ્યું કે “હે પૂજ્ય ! આ પુત્ર દાંત
SR No.022161
Book TitleUpdesh Prasad Part 05
Original Sutra AuthorN/A
AuthorVishalsensuri
PublisherVirat Prakashan Mandir
Publication Year2010
Total Pages326
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy