SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૬ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૫ भक्तिश्रद्धानधुसृणोन्मिश्रपारटीरजद्रवैः । नवब्रह्मांगयुग्देवं, शुद्धमात्मानमर्चय ॥२॥ ભાવાર્થ :- “હે ઉત્તમ ! દ્રવ્ય અને ભાવથી સ્વપરના પ્રાણરક્ષણરૂપ દયારૂપી જળ વડે સ્નાન કરીને, પૌદ્ગલિક સુખની ઈચ્છાના અભાવરૂપ સંતોષ-તદ્રુપવસ્રને ધારણ કરીને, સ્વપરના વિભાવનું જે જ્ઞાન-તદ્રુપ વિવેકનું તિલક કરીને તથા અરિહંતના ગુણગાનમાં એકાગ્રતારૂપ ભાવના વડે કરીને પવિત્ર અંતઃકરણવાળો થઈ, ભક્તિ અને શ્રદ્ધારૂપ ચંદનથી મિશ્ર એવા કેસરના દ્વવે કરીને નવ પ્રકારના બ્રહ્મચર્યરૂપ નવ અંગોને ધારણ કરનાર અનંત જ્ઞાનાદિ પર્યાયવાળા શુદ્ધ આત્મારૂપ દેવની પૂજા કર.” પછી ક્ષમારૂપી પુષ્પની માળા અર્પણ કર, બે પ્રકારના ધર્મરૂપ બે અંગલુહણા આગળ ધર, ધ્યાનરૂપી સાર અલંકારોને તેના અંગમાં નિવેશન કર, આઠ મદસ્થાનના ત્યાગરૂપી અષ્ટમંગળ તેના પાસે આલેખ; જ્ઞાનરૂપી અગ્નિમાં શુભ સંકલ્પરૂપી કાકતુંડ (અગરુ)નો ધૂપ કર, પૂર્વે ધર્મરૂપી લવણ ઉતારી ધર્મસંન્યાસરૂપ વહ્નિ સ્થાપન કરીને તેમાં ક્ષેપન ક૨ અને પછી આત્મસામર્થ્યરૂપ આરતિ ઉતાર. ઈત્યાદિ ભાવપૂજાનું સ્વરૂપ બીજા ગ્રંથોથી જાણી લેવું. - જિનેશ્વરની પૂજા, સ્નાત્ર, ગુણસમૂહની સ્તુતિ અને સ્તવના વગેરે ક૨વાથી દર્શન રહિત (મિથ્યાત્વી) જીવોને દર્શન (સમકિત)ની પ્રાપ્તિ થાય છે અને જેને દર્શનગુણ પ્રાપ્ત થયા હોય છે તેને ક્ષાયિકભાવની ઉત્પત્તિ થાય છે, તથા જિનપૂજા રત્નત્રયીની પ્રાપ્તિનું કારણ થાય છે. શ્રી ગૌતમસ્વામીએ ભગવાનને પૂછ્યું છે કે – “હે ભગવાન્ ! જિનેશ્વરની સ્તુતિ, સ્તવન અને મંગળ ભણવાથી જીવોને શું લાભ થાય ?’’ ભગવાને કહ્યું કે – “હે ગૌતમ ! સ્તુતિ, સ્તવન અને મંગળથી જીવોને જ્ઞાન, દર્શન અને ચારિત્રનો લાભ થાય.” વળી જિનેશ્વરની પૂજા કરવાથી પૌદ્ગલિક સંપત્તિ પણ પ્રાપ્ત થાય છે, ધન, ધાન્ય, રાજ્ય, ચક્રવર્તીપણું તથા ઈન્દ્રપણાની લક્ષ્મી પણ પ્રાપ્ત થાય છે અને છેવટે ચિદાનંદ સંપત્તિ (મુક્તિ) પણ પ્રાપ્ત થાય છે. એ પ્રમાણે શ્રી જિનેશ્વરની સેવા બન્ને પ્રકારની લક્ષ્મીની પ્રાપ્તિમાં કારણભૂત છે.” ઈત્યાદિ ગુરુમુખથી ધર્મદેશના સાંભળીને ધનસારે ગુરુને પૂછીને “આજથી શ્રી અર્હન્તની પૂજા કર્યા વિના મુખમાં પાણી પણ નાખવું નહીં.” એવો અભિગ્રહ ગ્રહણ કર્યો. તે દિવસથી જ આરંભીને તે શ્રેષ્ઠિ હમેશાં જિનપ્રતિમાની કેસર, ચંદન, કપૂર (બરાસ) વગેરે સુગંધી દ્રવ્યોથી અને સુગંધી એવા જાઈ, પદ્મ, ચંપો, કેતકી, માલતી, મચકુંદ વગેરેના તાજા પુષ્પોથી પૂજા કરવા લાગ્યો. એ પ્રમાણે ત્રિકરણ શુદ્ધિ વડે નિરંતર બહુમાનથી શ્રી જિનેન્દ્રની પ્રભુતાને જ્ઞાન દૃષ્ટિરૂપ માર્ગમાં ઉતારીને પૂજા કરતાં તે નસારે ઘણું પુણ્ય ઉપાર્જન કર્યું. તે પુણ્યના તાત્કાલિક ઉદયથી તેના ઘરમાં અનેક પ્રકારની લક્ષ્મી પ્રગટ થઈ; એટલે વિશેષે કરીને જિનભક્તિ કરતા એવા તે
SR No.022161
Book TitleUpdesh Prasad Part 05
Original Sutra AuthorN/A
AuthorVishalsensuri
PublisherVirat Prakashan Mandir
Publication Year2010
Total Pages326
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy