SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૦ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ ભાગ-૫ છે. લોક પૌદ્ગલિક સંપત્તિને શ્રેષ્ઠ માને છે અને મુનિ જ્ઞાનાદિક સંપત્તિને શ્રેષ્ઠ માને છે; માટે તેવા મુનિને લોકસંજ્ઞાથી શું? કાંઈ જ નહીં.” કહ્યું છે કે - आत्मसाक्षिकसद्धर्मसिद्धौ किं लोकयात्रया । तत्र प्रसन्नचन्द्रस्य, भरतस्य च निदर्शनम् ॥२॥ ભાવાર્થ:- “આત્મસાક્ષીએ સદ્ધર્મની સિદ્ધિ થાય છે તો પછી લોકસંજ્ઞાની શી જરૂર છે? અહીં પ્રસન્નચંદ્રમુનિ તથા ભરતચક્રીનું દષ્ટાંત જાણી લેવું.” લોકસંજ્ઞાનો ત્યાગ કરીને આત્મસ્વરૂપમાં ઉપયોગરૂપ ભોગસુખમાં મગ્ન થયેલા મુનિઓ ઉદય પામેલા ઈન્દ્રિયસુખને બળતા એવા પોતાના ઘરથી થતા પ્રકાશ જેવું માને છે; કેમકે તેમાં કાંઈ પણ ખરું સુખ નથી.” ઈત્યાદિક સુદર્શન શ્રેષ્ઠિએ પ્રકાશ કરેલું ધર્મનું સ્વરૂપ સાંભળીને સંશયરહિત શ્રેણિક રાજાએ સુદર્શન શ્રેષ્ઠિને પ્રણામ કરીને સર્વ પૌરજનોની સમક્ષ તેમને મોટું સન્માન આપતાં કહ્યું કે – “અહો ! મારું નગર શ્રેષ્ઠ છે કે જેમાં તમારા જેવા પવિત્ર અને ધર્મિષ્ઠ મનુષ્યો રહે છે.” ઈત્યાદિ સ્તુતિ કરીને રાજા પોતાના મંદિર તરફ ગયા અને પૌરજનો પણ તે શ્રેષ્ઠિની જ પ્રશંસા કરતા પોતપોતાને સ્થાને ગયા. લોકસંજ્ઞાનો ત્યાગ કરીને જિનેન્દ્રના માર્ગના અનુભવથી આનંદ પામેલા સન્મતિવાળા તત્ત્વજ્ઞ પુરુષ લોકમાં પ્રતિષ્ઠા પામીને શુદ્ધ આત્મધર્મને વિસ્તારે છે.” ૩૨૮ ચક્ષુ સ્વરૂપ चर्मचक्षु तः सर्वे, देवाश्चावधिचक्षुषः । સર્વરક્ષર્થરા: સિતા, સાથa: શારદાવષ: શા ભાવાર્થ- સર્વે લોકો ચર્મચક્ષને ધારણ કરનારા હોય છે, દેવતાઓ અવધિજ્ઞાનરૂપ ચક્ષુવાળા છે, સિદ્ધ જીવો સર્વચક્ષુ (કવળજ્ઞાન)ને ધારણ કરનારા છે અને સાધુઓ શાસ્ત્રરૂપી ચક્ષને ધારણ કરનારા છે.” સ્યાદ્વાદની રીતિએ શાસ્ત્ર એટલે જે શાસન (ઉપદેશ) કરે છે. ભારત, રામાયણ વગેરે ગ્રંથો આ લોક સંબંધી શિક્ષા માત્ર આપનારા હોવાથી તે ગ્રંથો શાસ્ત્રની સંજ્ઞા પામતા નથી. જૈનાગમ પણ જેને સમ્યમ્ દષ્ટિપણાની પરિણતિ હોય તેવા શુદ્ધ પ્રરૂપકને જ મોક્ષનું કારણ થાય છે, પણ તેની મિથ્યા પ્રરૂપણા કરી હોય તો તે ભવનું કારણ થાય છે.
SR No.022161
Book TitleUpdesh Prasad Part 05
Original Sutra AuthorN/A
AuthorVishalsensuri
PublisherVirat Prakashan Mandir
Publication Year2010
Total Pages326
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy