SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૮ . ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૫ રામામા માત્ર આ જગતમાં પ્લેચ્છ આચારનું આચરણ કરનારા ઘણા લોકો છે. કહ્યું છે કે “અનાર્યો કરતાં આર્ય થોડા છે, આર્યો કરતા જૈનધર્મી થોડા છે અને જૈનોમાં પણ જૈન ધર્મની પરિણતિવાળા બહુ થોડા છે. માટે ઘણા લોકોનું અનુસરણ કરવું નહીં.” વળી : श्रेयोऽर्थिनो हि भूयांसो, लोके लोकोत्तरे च न । स्तोका हि रत्नवणिजः, स्तोकाश्च स्वात्मसाधकाः ॥१॥ ભાવાર્થ:- “આ દુનિયામાં ધન, સ્વજન અને શરીરાદિકના સુખની પ્રાર્થના કરનારાઓતેને ઈચ્છનારાઓ ઘણા છે, પણ અમૂર્ત આત્માના સ્વભાવને પ્રગટ કરવારૂપ લક્ષણવાળા લોકોત્તર કાર્યમાં પ્રવૃત્તિ કરનારા તેના અર્થી ઘણા હોતા નથી. તે યોગ્ય છે, કેમકે બધા વેપારીઓમાં રત્નના વેપારી થોડા જ હોય છે, તેમજ જીવોમાં આત્માનું સાધન કરનારા-નિરાવરણપણું ઉત્પન્ન કરનારા પણ થોડા જ હોય છે.” सर्वत्राप्यधिगम्यन्ते, पापिनो नेतरे जनाः । भूयांसो वायसाः सन्ति, स्तोका यच्चाषपक्षिणः ॥२॥ ભાવાર્થ - “સર્વ સ્થાને પાપીજનો મળી આવે છે, પણ ઈતર એટલે ધર્મી માણસો મળી આવતા નથી, કેમકે દુનિયામાં કાગડાઓ ઘણા છે, પણ ચાષ પક્ષીઓ તો થોડા જ છે.” આ પ્રસંગ ઉપર એક કથા કહે છે - શ્વેતશ્યામ પ્રાસાદની કથા એકદા શ્રેણિક રાજાની સભામાં શ્રેષ્ઠિ, સેનાપતિ, સાર્થવાહ, દૂત, દ્વારપાળ, મંડળિક રાજાઓ, યુવરાજ, અમાત્ય, મહામાત્ય અને સેવકો વગેરે સર્વ બેઠા હતા. તે વખતે ધર્મચર્ચા ચાલતાં “આ નગરમાં ધર્મી લોકો ઘણા છે કે અધર્મી ઘણા છે?” એવો પ્રશ્ન થયો. તે વખતે સર્વ સભાસદોએ કહ્યું કે “પાપી ઘણા છે અને ધર્મિષ્ઠ થોડા છે. ત્યારે રાજાએ આગ્રહપૂર્વક અભયકુમાર મંત્રીને પૂછ્યું, ત્યારે તે બોલ્યા કે “હે સ્વામી ! ધર્મિષ્ઠ લોકો ઘણા છે અને પાપી થોડા છે.” તે સાંભળીને રાજાએ અતિ આગ્રહથી પૂછ્યું કે “તે શી રીતે ?” ત્યારે અભયકુમારે કહ્યું કે “હું બતાવી આપીશ.” પછી તેણે ગામની બહાર એક શ્વેત અને એક શ્યામ એવાં બે ચૈત્યો કરાવ્યાં અને ત્રિક, ચત્વર, રાજમાર્ગ અને બીજા મોટા માર્ગ વગેરે આખા નગરમાં પડહ વગડાવ્યો કે આજે સર્વ લોકોએ ગામ બહાર જવું, તેમાં જેઓ ધર્મી હોય તેઓએ શ્વેત પ્રાસાદમાં જવું, અને જેઓ પાપી હોય તેઓએ શ્યામ પ્રાસાદમાં જવું.” આવી ઉદ્ઘોષણા સાંભળીને સર્વ લોકો પોતપોતાની સંપત્તિ અનુસાર વસ્ત્રાદિક પહેરીને શ્વેત ચૈત્યમાં ગયા. માત્ર કોઈ મામો ભાણેજ બે જ જણ શ્યામ ચૈત્યમાં ગયાં. ૧. આ અર્થ ટીકાને અનુસાર કર્યો છે.
SR No.022161
Book TitleUpdesh Prasad Part 05
Original Sutra AuthorN/A
AuthorVishalsensuri
PublisherVirat Prakashan Mandir
Publication Year2010
Total Pages326
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy