SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૫ ૧૬૧ યુવાવસ્થાને પામ્યો, એટલે તેને કૃષ્ણવાસુદેવે મોટા ઉત્સવથી સૌન્દર્યમાં દેવકન્યાનો પણ તિરસ્કાર કરે તેવી ઘણી રાજકન્યાઓ પરણાવી, તેની સાથે ઢંઢણકુમાર પંચેન્દ્રિય સંબંધી સુખભોગ ભોગવવા લાગ્યો. એકદા તે નગરીમાં શ્રી નેમિનાથ પ્રભુ સમવસર્યા. વનપાળના મુખથી તે ખબર સાંભળીને પ્રભુને વાંદવા માટે સર્વ પરિવાર સહિત શ્રીકૃષ્ણ ઢંઢણકુમારને સાથે લઈને ગયા. સમવસરણ નજીક આવ્યા એટલે રાજય સંબંધી પાંચ ચિહ્નોનો ત્યાગ કરીને ત્રણ પ્રદક્ષિણાપૂર્વક સ્વામીને વંદના કરી અને વિનયથી નમ્ર દેહ રાખીને ભગવાનની પાસે બેઠા. પછી સ્વામીએ સર્વ પ્રાણીઓની ભાષાને અનુસરતી વાણી વડે દેશના આપી. તે સાંભળીને જેને સંવેગ ઉત્પન્ન થયો છે એવા ઢંઢણકુમારે મહા પ્રયત્ન માતાપિતાની આજ્ઞા મેળવી ભગવંતની પાસે દીક્ષા લીધી. પછી ભગવાનની પાસે ગ્રહણા અને આસેવના નામની બે પ્રકારની શિક્ષા શીખતાં તેમણે સાંભળ્યું કે, “મુનિએ છે કારણે આહાર લેવો. તે આ પ્રમાણે - छुहवेअणवेयावच्चे, संजमझ्झाण पाणरक्खणट्ठाए । इरियं च विसोहेडं, भुंजइ नो रूवरसहेउं ॥१॥ ભાવાર્થ:- “ક્ષુધા-વેદનાનું શમન, વૈયાવૃત્ય, સંયમ, ધ્યાન, પ્રાણરક્ષા અને ઈર્યાપથિકીનું શોધન એ છ હેતુએ મુનિ આહાર કરે, પણ રૂપ કે રસના હેતુથી આહાર કરે નહીં.” તેની વ્યાખ્યા કરે છે - ૧. સુધા તૃષાની વેદના છેદવા માટે મુનિએ આહાર લેવો. ૨. દશ પ્રકારની વૈયાવૃત્યને માટે આહાર લેવો, કેમકે સુધાદિકથી પીડાયેલો માણસ વૈયાવૃત્ય કરવા સમર્થ થતો નથી. ૩. પડિલેહણા પ્રમાર્જનાદિ લક્ષણવાળા સંયમને પાળવા માટે આહાર લેવો, કેમકે આહારાદિક વિના કચ્છ, મહાકચ્છ વગેરેની જેમ સંયમનું પાલન થઈ શકે નહીં. ૪. સૂત્ર ને અર્થનું ચિંતન કરવામાં એકાગ્રતારૂપ જે પ્રણિધાન-તેને માટે ભક્ત-પાન ગ્રહણ કરવું, કેમકે ક્ષુધા તૃષાથી દુર્બળ થયેલાને દુર્થાન પ્રાપ્ત થવાનો સંભવ છે, તો પછી તે સૂત્રાર્થનું ચિંતન તો ક્યાંથી જ કરી શકે? ૫. પ્રાણ એટલે પોતાનું જીવિત, તેના રક્ષણ માટે આહાર પાણી લેવાં, કેમકે અવિધિ વડે સુધા તૃષા સહન કરીને પોતાના પ્રાણનો પણ નાશ કરે તો તેથી પણ હિંસા થાય છે. તથા ૬. ઈર્યાપથિકી એટલે ચાલતી વખતે માર્ગ શોધવો, તેને માટે આહારાદિક ગ્રહણ કરવો, કેમકે સુધા અને તૃષાથી આકુળવ્યાકુળ થયેલા માણસને નેત્ર વડે બરાબર માર્ગમાં રહેલા જીવાદિકનું નિરીક્ષણ દુષ્કર થાય. આ છ હેતુથી મુનિ આહારાદિક ગ્રહણ કરે, પણ રૂપ એટલે શરીરના સૌન્દર્યને માટે અથવા જિહ્નાઈન્દ્રિયના રસના લોભથી આહાર ગ્રહણ કરે નહીં. હવે જે છ કારણોથી આહારાદિકનું ગ્રહણ ન કરે તે કહે છે - अहव न जिमिज्ज रोगे, मोहुदये सयणमाइउवसग्गे । पाणिदया तवहेउ, अंते तणुमोयणत्थं च ॥२॥ ૧. ખગ, છત્ર, મોજડી, મકટ ને ચામર આ પાંચ રાજચિહ્નો જાણવાં.
SR No.022161
Book TitleUpdesh Prasad Part 05
Original Sutra AuthorN/A
AuthorVishalsensuri
PublisherVirat Prakashan Mandir
Publication Year2010
Total Pages326
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy