SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૫ ૧૩૫ ભાવાર્થ :- “આત્મસમાધિ સાધવામાં ઉદ્યત થયેલા પંડિત પુરુષે સ્પૃહા જે પરાશા તેને ચિત્તરૂપી ઘરની બહાર કાઢી મૂકવી; કેમકે તે સ્પૃહા અનાત્મ જે પરભાવ તેમાં રતિ જે પ્રીતિ તરૂપી ચાંડાલીનો સંગ કરનારી છે.” માટે સ્પૃહાને તજી દેવી. વળી - जे परभावे रत्ता, मत्ता विसएसु पावबहुलेसु । आसापासनिबद्धा, भमति चउगइमहारन्ने ॥२॥ ભાવાર્થ:- “જેઓ પરભાવમાં રક્ત છે, જેઓ ઘણાં પાપવાળા ઈન્દ્રિયોના વિષયોમાં મત્ત છે અને જેઓ આશાના પાશમાં બંધાયેલા છે તેઓ ચાર ગતિરૂપ મહાઅરણ્યમાં ભ્રમણ કરે છે.” જેઓએ પરવસ્તુની આશારૂપી પાશ કાઢી નાખ્યા છે એવા મુનિજનો સ્વરૂપચિંતન અને સ્વરૂપરમણના અનુભવમાં લીન અને પીન (પુષ્ટ) થઈને તત્ત્વાનંદમાં રમે છે – ક્રીડા કરે છે. કહ્યું છે કે – तिणसंथारनिसन्नो, मुनिवरो भट्टरागमयमोहो । जं पावइ मुत्तिसुहं, कत्तो तं चक्कवट्टी वि ॥१॥ ભાવાર્થ - તૃણના સંથારા પર બેઠેલા અને જેના રાગ, મદ અને મોહ નાશ પામ્યા છે એવા શ્રેષ્ઠ મુનિ જે મુક્તિના સુખને પામે છે તે સુખની પ્રાપ્તિ ચક્રવર્તીને પણ ક્યાંથી હોય?” आयसहावविलासी, आयविसुद्धोवि यो नये धम्मे । नरसुरविसयविलासं, तुच्छं निस्सार मन्नंति ॥२॥ ભાવાર્થ - “જે આત્મા પોતાના સ્વરૂપમાં જ વિલાસી છે અને જે આત્મા પોતાના ધર્મમાં જ વિશુદ્ધ છે, તે આત્મા મનુષ્ય તથા દેવતાના વિષયવિલાસને તુચ્છ અને નિઃસાર માને છે.” ઈત્યાદિ ધર્મવાક્ય સાંભળીને પ્રતિબોધ પામેલા રાજકુમારે દીક્ષા ગ્રહણ કરી. અન્યદા એકલવિહાર પ્રતિમાને અંગીકાર કરી વિહાર કરતાં તે મુનિ મુદ્રગશૈલ નામના નગરે આવ્યા. તે વખતે તેને અર્થનો વ્યાધિ થયો હતો. તે વ્યાધિથી પીડાતા છતાં તે મુનિ કોઈ વખત મનમાં પણ તેના પ્રતિકારનું ચિંતન કરતા નહોતા; કેમકે તે પોતાના શરીર ઉપર પણ નિઃસ્પૃહ હતાં. તે નગરનો રાજા મુનિનો બનેવી થતો હતો, તેથી તેની રાણી કે જે મુનિની બહેન હતી તેણે પોતાના ભાઈને અર્શના વ્યાધિથી પીડા પામતા જાણીને તથા તેને ઔષધ લેવાનો અભિગ્રહ છે તે વાત પણ જાણીને સ્નેહના વશથી અર્શને નાશ કરનાર ઔષધથી મિશ્ર કરેલું ભોજન તે મુનિને આપ્યું. મુનિએ તે આહાર વાપર્યો. પરંતુ તે વાપરતી વખતે તેની અંદર ઔષધ છે એમ જાણીને પશ્ચાત્તાપ કરતા સતા તેણે વિચાર્યું કે, “મેં ઉપયોગ રાખ્યો નહીં, તેથી આ અયોગ્ય કાર્ય મારાથી થયું અને અર્ચના જંતુનો નાશ ન કરવા સંબંધી અભિગ્રહનો મેં ભંગ કર્યો. પરંતુ આ સર્વ અનર્થ આહારની
SR No.022161
Book TitleUpdesh Prasad Part 05
Original Sutra AuthorN/A
AuthorVishalsensuri
PublisherVirat Prakashan Mandir
Publication Year2010
Total Pages326
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy