SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૦ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૫ “તારે વિષે અથવા આ પડેલા શરીરને વિષે એકે ઉપર અમને પ્રીતિ થતી નથી.” દેવ બોલ્યો કે, ‘ત્યારે તો સ્વાર્થ જ સર્વ પ્રાણીનો ઈષ્ટ છે અને પરમાર્થ કોઈને ઈષ્ટ નથી એવું થયું.” આ જગતના સર્વ પદાર્થ અનિત્ય છે, અસત્ય એવો સર્વ સંબંધ અવાસ્તવિક છે. તેમાં તમે કેમ મોહ પામો છો ? સર્વ લૌકિક સંબંધ ભ્રાંતિરૂપ જ છે. હે માતા-પિતા ! વિરતિરહિત પ્રાણીઓનો સંબંધ અનાદિકાળથી હોય છે. પણ તે અશ્રુવ છે, માટે હવે શાશ્વત રહેનારા અને શુદ્ધ એવા શીલ શમ દમાદિ બન્ધુઓનો સંબંધ ક૨વા યોગ્ય છે. મારો ને તમારો સંબંધ પણ અનાદિ છે, પરંતુ તે અનિત્ય હોવાથી હવે હું નિત્ય એવા શમદમાદિ બંધુઓ સાથે સંબંધ જોડવા ઈચ્છું છું – તેનો આશ્રય કરું છું. એક સમતારૂપી કાંતાને જ હું અંગીકાર કરું છું અને સમાન ક્રિયાવાળી જ્ઞાતિને હું આદરું છું. બીજા સર્વ બાહ્ય વર્ગનો (બાહ્ય કુટુંબનો) ત્યાગ કરીને હું ધર્મસંન્યાસી થયો છું. ઉદયિક સંપદાઓનો ત્યાગ કરવાથી જ ક્ષયોપશમિક સ્વ-સંપદા પ્રાપ્ત થાય છે અને ત્યાર પછી ક્ષાયિક ભાવની રત્નત્રયરૂપ સંપદા પ્રાપ્ત થાય છે.” ઈત્યાદિ દેવના કરેલા ઉપદેશથી રાજા પોતાના સમગ્ર કુટુંબ સહિત પ્રતિબોધ પામ્યો, એટલે તેમણે શ્રીમાન્ સંભવનાથસ્વામી પાસે દીક્ષા ગ્રહણ કરી અને મહાનંદપદની સાધનામાં પ્રવર્ત્ય. અનુક્રમે મહાનંદપદ પ્રાપ્ત કર્યું. “પોતાનો આત્મધર્મ તિરોહિત થયો હોય તે પ્રશસ્ત યોગના સેવનથી સમ્યક્ પ્રકારે આવિર્ભાવને પામે છે-પ્રગટ થાય છે, માટે સુભાનુકુમારની જેમ પ૨વસ્તુ પરના રાગનો તત્કાળ ત્યાગ કરવો, જેથી પ્રશસ્ત યોગ પ્રાપ્ત થાય.” ૩૧૧ જ્ઞાનયુક્ત ક્રિયા ફળદાયી છે जिताक्षः साम्यशुद्धात्मा, तत्त्वबोधी क्रियापरः । વિશ્વાભોથે: સ્વયં તોળ:, અન્યાનુત્તારને ક્ષમ: "" -- ભાવાર્થ :- “સામ્યપણાએ કરીને જેનો આત્મા શુદ્ધ છે, જેણે ઈન્દ્રિયોનો જય કરેલો છે, જે તત્ત્વને જાણે છે અને શુદ્ધ ક્રિયામાં તત્પર છે, તે પ્રાણી પોતે સંસારસાગરને તરે છે અને બીજાને તાસ્વા સમર્થ થાય છે.’ "" તત્ત્વબોધી એટલે યથાર્થ સ્વરૂપને જાણનાર, ક્રિયા પર એટલે આત્મસાધનના કારણને અનુસરનારી યોગપ્રવૃત્તિરૂપ અથવા આત્મગુણને અનુસરનારી આત્મવીર્યની પ્રવૃત્તિરૂપ એવી જે ક્રિયા તેમાં તત્પર થયેલો. જે કરાય તે ક્રિયા કહીએ. તે ક્રિયા સાધક અને બાધક એવા ભેદે કરીને બે પ્રકારની છે. તેમાં આ અનાદિ સંસારમાં અશુદ્ધ એવી કાયા વગેરેના વ્યાપારથી ઉત્પન્ન થયેલી જે ક્રિયા તે બાધક ક્રિયા કહેવાય છે અને શુદ્ધ એવી સમિતિ ગુપ્તિ વગેરેથી ઉત્પન્ન થયેલી
SR No.022161
Book TitleUpdesh Prasad Part 05
Original Sutra AuthorN/A
AuthorVishalsensuri
PublisherVirat Prakashan Mandir
Publication Year2010
Total Pages326
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy