SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૫ શકે છે અને ઉપવાસ વગેરે તો અમુક કાળપર્યત જ થઈ શકે છે, વળી ઉપવાસાદિક તો ઘણા લોકો કરે છે અને રસત્યાગ તો તત્ત્વ જાણનારા જ કરે છે. તેથી ઉપવાસાદિક કરતાં પણ રસત્યાગનું અધિક ફળ છે. તેથી કરીને જ અનેક મુનિજનો વિકૃતિનો ત્યાગ કરે છે. શ્રી ઋષભસ્વામીની પુત્રી સુન્દરીએ સાઠ હજાર વર્ષ સુધી આયંબિલ તપ કરીને સર્વ વિકૃતિનો ત્યાગ કર્યો હતો, તેમજ ઓગણીશમી પાટે શ્રી માનદેવસૂરિને જ્યારે સૂરિપદે સ્થાપન કર્યા તે સમયે તેના બને ખભા ઉપર તેના નિઃસ્પૃહાદિક ગુણોથી પ્રસન્ન થયેલી સરસ્વતી તથા લક્ષ્મીદેવીને સાક્ષાત જોઈને “આ (માનદેવસૂરિ) કોઈ વખત ચારિત્રથી ભ્રષ્ટ થશે.” એવી વિચારણાથી ગુરુનું ચિત્ત ખેદ પામ્યું. તે જાણીને માનદેવસૂરિએ રાગી શ્રાવકોના ઘરની ભિક્ષાનો તથા સર્વ વિકૃતિનો ત્યાગ કર્યો. તે તપના પ્રભાવથી નફુલપુરમાં પદ્મા, જયા, વિજયા અને અપરાજિતા એ ચાર દેવીઓ માનદેવસૂરિની સેવા કરવા લાગી. તે જોઈને “આ સૂરિ સ્ત્રીઓથી પરિવરેલા કેમ છે?” એવી કોઈ મુગ્ધને શંકા થઈ. તેને તે દેવીઓએ જ શિક્ષા આપી. પછી તે દેવીઓએ સૂરિને કહ્યું કે “હે સ્વામી! અમને કંઈપણ કાર્ય બતાવો. સૂરિ બોલ્યા કે, “હું સંઘનો ઉપદ્રવ નિવારણ કરવા માટે તમારા નામોથી ગર્ભિત લઘુશાંતિ સ્તોત્ર રચું છું, તેનું અધિષ્ઠાતાપણું તમારે સ્વીકારવું.” આ પ્રમાણેના ગુરુના વાક્યને તે દેવીઓએ અંગીકાર કર્યું. હવે વ્યતિરેક યુક્તિ વડે કહે છે કે “જે મુનિ રસત્યાગ કરતા નથી તે મંગુસૂરિ વગેરેની જેમ મોટી હાનિને પામે છે.” મંગુસૂરિનું દષ્ટાંત મથુરાનગરીમાં મંગુ નામના આચાર્ય પાંચસો સાધુ સહિત રહેતા હતા. તેના ઉપદેશથી રાગી થયેલા લોકો તેને યુગપ્રધાન તરીકે માનતા હતા અને બીજા સર્વ કામો પડતાં મૂકીને તથા બીજા સર્વ મુનિઓનો અનાદર કરીને જાણે ભક્તિ વડે વશ થયા હોય તેમ ઘણા લોકો તે સૂરિને જ સેવતા હતા. તે લોકો હમેશાં નિગ્ધ અને મધુર આહારાદિક વડે સૂરિની સેવા કરતા હતા. અનુક્રમે કર્મના વશથી સૂરિ રસમાં લોલુપ થયા. તેથી એક સ્થાને જ વાસ અંગીકાર કર્યા પછી અધિક સુખ મળવાથી (સાતાગારવથી) વિહાર તથા ઉપદેશ આપવામાં પણ આળસુ થયા. ઋદ્ધિગારવના વશપણાથી મિથ્યાભિમાની થયા અને યથાયોગ્ય વિનયાદિ ક્રિયામાં પણ મંદાદરવાળા થયા અને રસમાં લોલુપ થવાથી ક્ષેત્ર, કુળ વિગેરે સ્થાપન કરીને ગૌચરીની ગવેષણા કરવામાં પણ આળસુ થયા. અનુક્રમે તે આચાર્ય મૃત્યુ પામીને તે જ નગરની ખાઈ પાસે આવેલા કોઈ પક્ષના મંદિરમાં તેના અધિષ્ઠાયક વ્યંતરપણે ઉત્પન્ન થયા. ત્યાં વિર્ભાગજ્ઞાનથી પોતાનો પૂર્વભવ જાણીને પશ્ચાત્તાપ કરવા લાગ્યા. પછી હમણા તો “આમ કરવું જ યોગ્ય છે' એમ વિચારીને તે મંદિર પાસેથી જતા આવતા સાધુઓને યક્ષ પ્રતિમાના મુખમાંથી મોટી જિલ્લા બહાર કાઢીને દેખાડવા લાગ્યો. એ રીતે હંમેશા કરવાથી એકદા કોઈ સાહસિક સાધુએ તેને પૂછ્યું કે “તું કોણ છે? અને ૧. રાણકપુરજીવાળી પંચતીર્થીમાં નાડોલ આવે છે તે.
SR No.022161
Book TitleUpdesh Prasad Part 05
Original Sutra AuthorN/A
AuthorVishalsensuri
PublisherVirat Prakashan Mandir
Publication Year2010
Total Pages326
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy