SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૮ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથઃ ભાગ-૫ શાસ્ત્રઅવલોકન વડે જ કાળ નિર્ગમન કરે છે અને નિર્મળ, નિઃસંગ તથા નિષ્કલંક એવા સિદ્ધભાવનો અમે ક્યારે સ્પર્શ કરશું ઈત્યાદિક ધ્યાનમાં જ મગ્ન રહે છે. આ પ્રમાણેના બંધુ મુનિના ઉપદેશના વાક્યો સાંભળીને સુકુમારિકાએ ફરીથી ચારિત્ર પ્રહણ કર્યું, અને નિર્મળ અંત:કરણથી તેનું પ્રતિપાલન કરીને અનુક્રમે સ્વર્ગે ગઈ. “ધીર પુરુષોને વિષે મુખ્ય એવા તે મુનિએ વિવિધ પ્રકારના વિષયરૂપી રજુથી બંધાયા વિના જ ભ્રષ્ટ થયેલી પોતાની બેનનો શીધ્ર ઉદ્ધાર કર્યો અને તે પણ પાપને આલોવીને સ્વર્ગને પામી. ૩૧૦. ઈન્દ્રિયોનો જય કરવો स्यादक्षाणां जयो त्यागात्यागोऽत्र परवस्तुषु । जनन्यादिष्वभिष्वंगं, स एव निर्जरां श्रयेत् ॥१॥ ભાવાર્થ:- “ઈન્દ્રિયોનો જય ત્યાગ કરવાથી થાય છે. ત્યાગ એટલે માતા વગેરે પરવસ્તુને વિષે અભિપ્રંગ જે રાગ તેથી રહિત થવું તે. તે ત્યાગ જ નિર્જરાનો આશ્રય કરે છે, અર્થાત્ તેના ત્યાગથી જ નિર્જરા થાય છે.” આ પ્રસંગ ઉપર સુભાનુકુમારની કથા છે તે આ પ્રમાણે – સુભાનુકુમારની કથા આ ભરતક્ષેત્રને વિષે મગધ દેશમાં સુવપ્રા નામે પુરી છે. તેમાં અરિદમન નામે રાજા હતો. તેને ધારિણી નામે પટ્ટરાણી હતી. તેને દેવસમાન કાંતિવાળો સુભાનુ નામે કુમાર થયો હતો. તે કુમાર યુવાવસ્થા પામ્યો ત્યારે તેને તેના પિતાએ રૂપ, લાવણ્ય અને કળાવાળી એકસો કન્યાઓ પરણાવી. તે સ્ત્રીઓની સાથે વિષયસુખ ભોગવતો ભાનુકુમાર સુખે સુખે દિવસો નિર્ગમન કરતો હતો. એકદા શ્રી સંભવનાથસ્વામી તે નગરીના ઉદ્યાનમાં સમવસર્યા. તે વૃત્તાંત વનપાળે આવીને ભાનુકુમારને કહ્યો કે “અનેક કેવળી, અનેક વિપુલમતિ, અનેક ઋજુમતિ, અનેક અવધિજ્ઞાની, અનેક પૂર્વધર, અનેક આચાર્ય, અનેક ઉપાધ્યાય, અનેક તપસ્વી, અનેક નવદીક્ષિત મુનિઓ તથા અનેક દેવ-દેવીઓથી પરિવરેલા સર્વજ્ઞ, સર્વદર્શી અને આકાશમાં જેમની આગળ ધર્મચક્ર ચાલે છે એવા શ્રી સંભવનાથસ્વામી આપણા ઉદ્યાનમાં સમવસર્યા છે.” તે સાંભળી ભાનુકુમાર પોતાની સોએ સ્ત્રીઓ સહિત મોટી સમૃદ્ધિથી વાંદવા નીકળ્યો અને સમવસરણમાં રહેલા પ્રભુને વંદના કરીને વિનયપૂર્વક યોગ્ય સ્થાને બેઠો. તે વખતે સ્વામીએ
SR No.022161
Book TitleUpdesh Prasad Part 05
Original Sutra AuthorN/A
AuthorVishalsensuri
PublisherVirat Prakashan Mandir
Publication Year2010
Total Pages326
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy