SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૯ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૫ ઈત્યાદિ વિવિધ ઉપાયો વડે માતાપિતાને પ્રતિબોધ પમાડીને તેમની અનુજ્ઞાથી સમગ્ર પરિગ્રહનો ત્યાગ કરી મૃગાપુત્રે દીક્ષા ગ્રહણ કરી, કહ્યું છે કે अणिस्सिओ इहलोए, परलोए, अणिस्सिओ। वासिचंदणकप्पो अ, असणे अणसणे तहा ॥१॥ ભાવાર્થ:- “આ લોકને વિષે ઈચ્છારહિત અને પરલોકને વિષે પણ ઈચ્છારહિત તેમજ વાંસ ને ચંદન અને અશન ને અનશન એ જેમને તુલ્ય છે એવા તે મુનિ થયા.” અર્થાત્ આ લોકના સુખને અર્થે કે પરલોકના સુખને અર્થે જે તપ તપતા નથી, વાંસલાથી છેદન કરનાર અને ચંદનથી વિલેપન કરનાર ઉપર જેમને સમભાવ છે અને અશન તે આહારનો સદ્ભાવ અને અનશન તે તેનો અભાવ તેમાં જે તુલ્ય મનોવૃત્તિવાળા છે. આ પ્રમાણે ઘણા વર્ષો સુધી ચારિત્રનું પાલન કરીને મૃગાપુત્ર મુનિ એક માસનું અનશન કરી સર્વ કર્મ ખપાવી સિદ્ધિપદને પામ્યા. “જે માણસના હૃદયમાં અંતર્ગત ધ્યાનને વિશુદ્ધ કરનાર દેદીપ્યમાન સમતાગુણ હોય છે, તે મૃગાપુત્ર મુનીન્દ્રની જેમ તત્કાળ શુભ એવા રત્નત્રયની પુષ્ટિ પ્રત્યે પામે છે.” O ૩૦૮ પાંચ ઇન્દ્રિયોના સ્વરૂપ श्रुत्वेन्द्रियस्वरूपाणि, श्रीज्ञातनंदनास्यतः । स सुभद्रोऽनुचानोऽभूत्, पंचाक्षविषयोन्मुखः ॥१॥ ભાવાર્થ:- “શ્રી મહાવીરસ્વામીના મુખથી પાંચ ઈન્દ્રિયોના સ્વરૂપને સાંભળી પાંચ ઈન્દ્રિયોના વિષયથી પરાક્રમુખ થયેલ તે સુભદ્ર અણગાર (મુનિ) થયા.” તેનું દૃષ્ટાંત આ પ્રમાણેઃ સુભદ્રની કથા શ્રી રાજગૃહનગરમાં કોઈ શ્રેષ્ઠિનો પુત્ર સુભદ્ર નામે હતો. તે જન્મથી જ દરિદ્રપણું પામેલો હોવાથી નિરંતર ભિક્ષાવૃત્તિથી ઉદર નિર્વાહ કરતો હતો. એકદા તે નગરમાં શ્રી મહાવીરસ્વામી ગુણશીલ વનમાં સમવસર્યા. તે પરમાત્માને વાંચવા માટે રાજા તથા સર્વ પૌરજનો જતા હતા. તે જોઈને તે સુભદ્ર પણ સર્વ જનની સાથે પ્રભુ પાસે ગયો. ત્રણ ભુવનને તારવામાં સમર્થ અને જેને
SR No.022161
Book TitleUpdesh Prasad Part 05
Original Sutra AuthorN/A
AuthorVishalsensuri
PublisherVirat Prakashan Mandir
Publication Year2010
Total Pages326
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy