SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૫ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૫ ચૈત્યને જોઈ તેમાં સ્થાપિત કરેલા ચોવીશ તીર્થકરોને નમ્યા અને “જગચિંતામણિ જગનાહ” ઈત્યાદિ ગાથા વડે સ્તુતિ કરીને ચૈત્ય બહાર નીકળ્યા. પછી રાત્રિ નિર્ગમન કરવા માટે અશોક વૃક્ષની નીચે બેઠા. - તે વખતે ઈન્દ્રનો દિક્પાલ કુબેર તીર્થકરોને નમવા માટે અષ્ટાપદે આવ્યો. તે જિનેશ્વરોને નમીને શ્રી ગૌતમસ્વામી પાસે આવ્યો. તેમને વંદના કરીને દેશના સાંભળવા બેઠો. શ્રી ગૌતમસ્વામી બોલ્યા કે - महाव्रतधरास्तीव्रतपः शोषितविग्रहाः । तारयंति परं ये हि, तरन्तः पोतवत्स्वयम् ॥१॥ ભાવાર્થ:- “તીવ્ર તપસ્યા વડે જેઓએ પોતાના દેહનું શોષણ કર્યું છે એવા મહાવ્રતને ધારણ કરનાર મુનિઓ નાવની પેઠે પોતે તરતા છતાં બીજાને પણ તારે છે.' તે સાંભળીને લૂખું સૂકું અશન લેવાથી આવું પુષ્ટ શરીર થાય નહીં એમ વિચારીને કુબેર વિકસિત મુખ કરીને કાંઈક હસ્યો. તે વખતે તેનો અભિપ્રાય જાણીને ગૌતમ ગણધરે પુંડરીક સાધુનું અધ્યયન પ્રકાશિત કરી છેવટે કહ્યું કે – कृशोऽपि पश्य दुर्ध्यानात्, कंडरीको ययावधः । पुष्टोऽपि पुंडरीकस्तु, शुभध्यानात् सुरोऽभवत् ॥१॥ હે કુબેર! જુઓ કે કંડરીક તપસ્યાથી કૃશ થયેલો હતો છતાં પણ અશુભ ધ્યાનથી મારીને નરકે ગયો અને પુંડરીક મુનિ શરીરે પુષ્ટ હતા, છતાં પણ શુભ ધ્યાનથી દેવ થયા. તે સાંભળીને કુબેર ગણધરને ખમાવીને સ્વસ્થાને ગયો. તે વખતે કુબેરનો સામાનિક દેવ કે જે વજસ્વામીનો જીવ હતો તે સમકિત પામ્યો. તેને કેટલાએક તિર્યર્જુભગ દેવ હતો એમ કહે છે. પ્રાતકાળે ગૌતમસ્વામી પર્વત પરથી ઉતરતા તે તાપસી પાસે આવ્યા, ત્યારે સર્વ તાપસોએ તેમને કહ્યું કે “તમે અમારા ગુરુ છો અને અમે તમારા શિષ્ય છીએ.” ગણધર બોલ્યા કે, “તમારા અને અમારા સર્વના ગુરુ શ્રી મહાવીર છે.” પછી દેવતાએ જેમને મુનિવેશ આપ્યો છે એવા તે તાપસોએ ગૌતમસ્વામી પાસે દીક્ષા લીધી. ગણધરે પ્રાસુક અને નિર્દોષ એવા પાયસાન (ક્ષીર)નું એક પાત્ર ભરી લાવીને વિધિપૂર્વક અનુક્રમ પ્રમાણે તેમને બેસાડી અક્ષીણમહાનસ લબ્ધિ વડે કરીને યથેચ્છ પારણું કરાવ્યું. તે જ વખતે સેવાલનું ભક્ષણ કરનારા પાંચસો ને એક સાધુ ગણધરની સ્તુતિ કરવામાં મગ્ન થયા સતા જમતા જમતા જ ઉજ્જવલ કેવલજ્ઞાન પામ્યા. સર્વે તૃપ્ત થયા પછી ગણધરે પોતે ભોજન કર્યું. પછી તે સર્વને સાથે લઈને આગળ ચાલ્યા. અનુક્રમે પ્રભુના ૧. આ જગચિંતામણીનું ચૈત્યવંદન ગૌતમસ્વામીએ અહીં બનાવ્યું.
SR No.022161
Book TitleUpdesh Prasad Part 05
Original Sutra AuthorN/A
AuthorVishalsensuri
PublisherVirat Prakashan Mandir
Publication Year2010
Total Pages326
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy