SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૪ ૨૨૦ વિચાર કર્યા વિના કાર્ય ન કરવું अविमृश्यकृतं कार्य, पश्चात्तापाय जायते । अत्रामृतरुच्छेदाद्याः दृष्टांताः खचिता बुधैः ॥ કોઈપણ કાર્ય વિચાર કર્યા વિના કરવાથી અંતે પસ્તાવાનો વારો આવે છે. આ અંગે આમ્રવૃક્ષ (આંબો) કાપનાર વગેરેનાં દૃષ્ટાંતો પંડિતોએ કહ્યાં છે.” તે આ પ્રમાણે : ધનદત્ત શેઠ વહાણમાં બેસી મુસાફરી કરી રહ્યો હતો. વહાણ મધદરિયે હતું ત્યારે તેણે ઉપર આકાશમાં એક પોપટને ઊડતો આવતો જોયો. તે પોપટની ચાંચમાં એક આમ્રફળ (કેરી) હતું. શેઠને લાગ્યું કે પોપટ થાકી ગયો છે અને થોડી જ વારમાં તે વધુ આગળ જવાના બદલે દરિયામાં ગબડી પડશે. આથી શેઠે ખલાસીઓ પાસે એક વસ્ત્ર લાંબુ કરાવીને તેમાં પોપટને ઝાલી લેવાનું કહ્યું. પોપટ પણ ઊડતાં થાકીને બરાબર તે વસમાં પડ્યો. શેઠે પોપટને પવન નાંખ્યો. તેને પ્રેમથી પંપાળ્યો. તેને પાણી પાયું. થોડીક સ્વસ્થતા આવતાં પોપટે મનુષ્યવાણીમાં કહ્યું: “હે શેઠ! તમે મને આજ અભયદાન આપ્યું છે. મારા અંધ માતાપિતાને પણ અભયદાન આપ્યું છે. તમે મારા પર અનહદ ઉપકાર કર્યો છે. તમારા ઋણનો બદલો હું ક્યારે ચૂકવી શકીશ? પરંતુ આ આમ્રફળ આપું છું તેનો તમે સ્વીકાર કરીને મને તમારા ત્રણમાંથી યત્કિંચિત મુક્ત કરો.” શેઠ બોલ્યા : “હે પોપટ ! તારી ભાવના ભવ્ય છે. પણ આ ફળ તારે ખાવા માટે છે માટે તું જ તે ખાઈ જા.” પોપટે કહ્યું: “હે ઉપકારી શેઠ! આ સામાન્ય આમ્રફળ નથી. તે દિવ્ય અને પ્રભાવક છે. વિંધ્યાટવીમાં એક વૃક્ષ ઉપર એક પોપટ યુગલ રહે છે. તેમનો હું પુત્ર છું. મારાં માતાપિતા વૃદ્ધ અને અશક્ત થઈ જવાથી આંખે જોઈ શકતાં નથી. હું જ તેમને ખાવાનું લાવી આપું છું. એક દિવસ તે જંગલમાં બે મુનિરાજ પધાર્યા. અમે રહેતા હતા તે વૃક્ષ નીચે આવીને બેઠા. તેમને મેં આમ વાત કરતાં સાંભળ્યા: “સમુદ્રના મધ્યમાં કપિ નામના પર્વત પર નિરંતર ફળતું એક આમ્રવૃક્ષ છે. તેનું ફળ એક જ વાર ખાવાથી તમામ રોગો તત્કાળ નાશ પામે છે. તેમજ તેના ભોજનથી વૃદ્ધાવસ્થા આવતી નથી અને અકાળે મૃત્યુ થતું નથી. મુનિઓનાં વચન સત્ય જ હોય એવી શ્રદ્ધાથી એ આમ્રફળ હું મારાં મા-બાપ માટે લઈ જાઉં છું. તમે અમારા ઉપર અનહદ ઉપકાર કર્યો છે. માટે આ ફળનો તમે સ્વીકાર કરો. હું બીજું ફળ લઈ આવીશ.” પોપટના આગ્રહથી શેઠે એ ફળ લઈ લીધું. , શેઠ વિચાર કર્યો: “આ ફળ કોઈ રાજાને આપ્યું હોય અને તે તેનો ઉપયોગ કરે તો તેથી ઘણા જીવોનું કલ્યાણ કરી શકશે. હું તે ખાઈશ તો રાજાના જેટલું ભલું મારાથી નહિ થઈ શકે.
SR No.022160
Book TitleUpdesh Prasad Part 04
Original Sutra AuthorN/A
AuthorVishalsensuri
PublisherVirat Prakashan Mandir
Publication Year2010
Total Pages338
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy