SearchBrowseAboutContactDonate
Page Preview
Page 332
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૪ દ્રવ્યાદિક અભિગ્રહ - જેમ મુનિ ગોચરી જતાં ચાર પ્રકારનો અભિગ્રહ કરે, તેમાં દ્રવ્યથી પાત્ર ખરડાય નહીં તેવી લૂખી વસ્તુ લેવી અથવા ભાલાની અણીથી પરોવીને રોટલી આદિ આપે તે લેવું ઇત્યાદિ આ વિષયમાં મર્ષ આદિનાં દષ્ટાંતો જાણવા (૧) ક્ષેત્રથી એવો અભિગ્રહ ધારે કે એક ઘરથી કે બે ઘરથી કે અમુક ઘરથી જ લેવું. યા આ ગ્રામ કે પેલા ગ્રામથી જે મળે તે લેવું, અથવા ઘરની ડેલીમાં બે પગ વચ્ચે ઉંબરો રાખીને બેઠી બેઠો) હોય ને તે આપે તો જ લેવું. ઈત્યાદિ. કાળથી એવો અભિગ્રહ ધારે કે દિવસના અમુક ભાગમાં, કે બધા ભિક્ષુકો પાછા ફરી ગયા હોય પછી હું ગોચરીએ જઈશ. ઈત્યાદિ. (૩) ભાવથી એવો અભિગ્રહ કરે કે કોઈ હસતાં ગાતાં કે રોતાં આહાર આપે તો લેવો, કે કોઈ બંધાયેલો આપે તો આહાર લેવો-અન્યથા નહીં. ઇત્યાદિ. (૪) આ રીતે સાધુ સદા અભિગ્રહન કરે તો તેને પ્રાયશ્ચિત્ત લાગે છે, શ્રાવકો પણ સચિત્તાદિકનો અભિગ્રહ કરે છે. આ તપ છટ્ટ-અટ્ટમ વગેરે તપ કરતાં પણ અતિ દુષ્કર અને દુઃસાધ્ય છે. ને અધિક ફળદાયી પણ છે. કેમ કે છઠ-અક્રમ આદિ તો નિયત તપ છે, એટલે કે કાળ પૂરો થતાં જ પારણું થઈ શકે, ત્યારે આ તો દ્રવ્યાદિક અભિગ્રહ પૂર્ણ થશે કે કેમ? તે કોઈ જ જાણી શકતું નથી. માટે આ અનિયત છે. ભિક્ષા માટે ફરતાં મનની ધારણા ફળો, એવી ભાવના ન રાખવી. સ્વસ્થતાદિ ભિક્ષાટન કરવું પણ આહાર ગ્રહણમાં અતિપ્રીતિ રાખવી નહીં. આ તપ ઉપર શ્રી મહાવીર પરમાત્મા, ઢંઢણમુનિ, દઢપ્રહારી, શાલિભદ્ર, પાંડવ આદિનાં ઘણાં દષ્ટાંતો છે. ભીમસેને પણ દિક્ષા લઈ એવો અભિગ્રહ કર્યો હતો કે ભાલાની અણીથી જો મળે તો જ લઈશ અન્યથા નહીં લઉં. તે ભાગ્યવંતનો અભિગ્રહ પણ છ મહિને પૂરો થયો હતો. જ્યાં વૈર્ય છે ત્યાં સફળતા છે. ધૈર્યવાનને કાંઈપણ દુર્લભ નથી, તે ઉપર દઢપ્રહારીનું દૃષ્ટાંત છે. દઢપ્રહારીની કથા વસંતપુરનગરમાં દુર્ધર નામે બ્રાહ્મણ રહેતો જે સાતે વ્યસનમાં આસક્ત હતો. તેણે પોતાનું બધું જ ધન વ્યસનાદિમાં નષ્ટ કર્યું. છતાં તેની લત ન છૂટી. વ્યસન સેવવા તેણે ચોરીનો રસ્તો લીધો, તે કેટલીકવાર પકડાઈ જતો, લોકો શિખામણ આપતા પણ તેને કશી જ અસર થતી નહીં. રાજાએ પણ વારંવાર પકડાઈને આવતા આ બ્રાહ્મણને બીજી કોઈ સજા ન કરતાં સીમાપાર કર્યો. ભાગ્ય જોગે જંગલમાં જતાં તેને ચોરોની ટોળીની સંગત થઈ, ને તે ચોરો સાથે ચોર થઈ પલ્લીમાં રહેવા લાગ્યો. આગળ જતાં તે ટોળીનો આ બ્રાહ્મણ નાયક થયો. દુર્ધર ઘણો બળવાન હતો. તેનો પ્રહાર એટલો બધો પ્રબળ રહેતો કે ઊભા ને ઊભા માણસોને વાઢી નાંખતો, તેથી
SR No.022160
Book TitleUpdesh Prasad Part 04
Original Sutra AuthorN/A
AuthorVishalsensuri
PublisherVirat Prakashan Mandir
Publication Year2010
Total Pages338
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy