SearchBrowseAboutContactDonate
Page Preview
Page 324
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૪ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૪ यः पालयित्वा चरणं विशुद्धं, करोति भोगादिनिदानमज्ञः । स वर्द्धयित्वा फलदानदक्षं, कल्पद्रुमं भस्मयतीह मूढः ॥१॥ અર્થ:- જે અજ્ઞ માણસ લાંબાકાળ સુધી શુદ્ધ ચારિત્રનું પાલન કરી ભોગ વગેરે મેળવવા નિદાન કરે છે, તે મૂઢ ફળ આપવામાં દક્ષ એવા કલ્પવૃક્ષને વધારી સક્ષમ કરી પછી ભસ્મસાત્ કરે છે એમ જાણવું. નિદાન એટલે નિયાણાં નવ પ્રકારનાં હોય છે, તે આ ગ્રંથમાં અન્યત્ર જણાવેલ છે. આ તપ પણ મનના ઉલ્લાસપૂર્વક કરવાનું કહ્યું છે. પણ રાજાની વેઠ-એટલે રાજાની આજ્ઞાથી અનિચ્છાએ કરવું પડતું હોય તેમ અણગમાએ ન કરવું. જેટલી શક્તિ હોય તેટલું જ કરવું. કહ્યું છે કે - सो अतवो कायव्वो जेण मणो मंगुलं न चिंतेइ । जेण न इंदियहाणी, जेण जोगा न हायति । (तदेव हि तपः कार्य, दुर्ध्यानं यत्र नो भवेत् । ચેન યોરા રીયો, ક્ષયને નેન્દ્રિય ર ) (જ્ઞાનસાર) અર્થ:- તે જ તપ કરવું જોઈએ કે જેથી મન અશુભ ન ચિંતવે, ઇન્દ્રિયોની હાનિ ન થાય અને યોગ પણ હણાય નહીં. સબુદ્ધિથી તપ કરવું એટલે - પરાધીનપણે, દીનતાથી, અનાદિના અભાવથી આહાર ત્યાગરૂપ અજ્ઞાન તપ કરે તો તે આશ્રવનું કારણ હોઈ તથા ક્રોધાદિ કષાયોદયનું આશ્રિત હોઈ તે વાસ્તવમાં તપ નથી પણ પૂર્વભવે બાંધેલા અંતરાયકર્મનો ઉદય છે, જે અશાતાવેદનીયનો વિપાક થયો છે. કારણ કે આહારનો ત્યાગ તે બાહ્ય તપ છે અને આત્મસ્વરૂપની એકાગ્રતા તે ભાવતા છે. તે ભાવતા તો સદા પણ હોઈ શકે છે, પણ દ્રવ્યતાપૂર્વકનું ભાવતપ તે જ ઉત્તમ તપ છે એવું શ્રી જિનશાસનનું નૈપુણ્ય વીસરવું નહીં. જ્ઞાનસારમાં કહ્યું છે કે – धनार्थिनां यथा नास्ति शीततापादिदुःसहम् । तथा भवविरक्तानां, तत्त्वज्ञानार्थिनामपि ॥१॥ અર્થઃ- ધનની ઇચ્છાવાળાને જેમ ટાઢ-તડકો આદિ દુઃસહ નથી તેવી જ રીતે સંસારથી વૈરાગ્ય પામેલા તત્ત્વજ્ઞાનના અર્થીને પણ તે ટાઢ-તડકાદિ દુસહ નથી. તપાચારના બાર ભેદ આ પ્રમાણે જણાવ્યા છે. द्वादशधास्तपाचाराः, तपोवद्भिर्निरूपिताः । अशनाद्याः षड बाह्याः षट्, प्रायश्चित्तादयोऽन्तगाः ॥१॥
SR No.022160
Book TitleUpdesh Prasad Part 04
Original Sutra AuthorN/A
AuthorVishalsensuri
PublisherVirat Prakashan Mandir
Publication Year2010
Total Pages338
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy