SearchBrowseAboutContactDonate
Page Preview
Page 319
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૪ ૩૦૯ અર્થ - હે દક્ષ પુરુષો દુષ્કર્મને ધોનાર જળરૂપ આ તપને તમે સેવો, કારણ કે આના સેવનથી લેમર્ષીમુનિ દેવોને પણ સેવવા યોગ્ય થયા. ક્ષેમર્ષીમુનિનું દષ્ટાંત ચિતોડગઢની પાસેના ગામમાં એક નિર્ધન શ્રાવક રહેતો. તેનું નામ હતું બોહ. એકવાર પાંચસો દ્રમ્પ (પાંચ રૂપિયા)નું તેલ કુલડામાં લઈ ચિતોડ તરફ વેચવા જતો હતો ત્યાં પગ લપસવાથી પડ્યો. માટીનું વાસણ ભાંગી ગયું. તેલ ઢોળાઈ જવાથી વિષણ મનવાળો તે ઘરે પાછો ફર્યો. તેની સ્થિતિ પર દયા આવવાથી લોકોએ ફાળો કરી પાંચ રૂપિયા તેને આપ્યા. ફરીવાર પાછો એ તેવી જ રીતે તેલ લઈ જતો હતો ને પાછો પડ્યો. વાસણ ફૂટ્યું ને તેલ ઢોળાઈ ગયું. તેને વૈરાગ્ય ઊપજ્યો. ત્યાં યશોભદ્રસૂરિજીની વૈરાગ્યવંતી ધર્મદેશના સાંભળી, તેનો વૈરાગ્ય દઢતર થયો ને દીક્ષા લીધી. ગુરુએ ગ્રહણાસવના બન્ને પ્રકારની શિક્ષાઓ શીખવી. ક્રમે કરી તે ગીતાર્થ થયા. એકવાર ગુરુમહારાજને વિનંતી કરી, “હે ભગવન્! મારો વૈરાગ્યભાવ વૃદ્ધિ પામે છે. વૈરાગ્યથી મેળવેલી આ દીક્ષાની મન-વચન અને કાયાની શુદ્ધિથી પ્રતિપાલના કરવા ચાહું છું. તો આપશ્રીની આજ્ઞા હોય તો જે સ્થાને અતિ ઉપદ્રવ થવાનો સંભવ હોય ત્યાં જાઉંને કાયોત્સર્ગમાં રહું.” ગુરુમહારાજે લાભ જાણી તેમને અનુમતિ આપી ને તે માટે યોગ્યક્ષેત્ર માલવા જણાવ્યું. એટલે તેમણે આખા સમુદાય તેમજ સંઘને ખમાવી માલવદેશનો માર્ગ લીધો. માલવાના થામણોદ નામના ગામ બહારના તળાવ કાંઠે તેઓ કાઉસ્સગ્ન રહ્યા. ત્યાં ગામના કેટલાક બ્રાહ્મણ પુત્રોએ તેમને જોઈ વિચાર્યું કે, આ ઉપદ્રવ વળી આ ગામમાં ક્યાંથી આવ્યું? તે બ્રાહ્મણોએ મહારાજને લાત-મુદ્ધિ-લાકડીના પ્રહાર કર્યા. મુનિએ પરિષહને શાંતિથી સહ્યા પણ તે સરોવરના અધિષ્ઠાયકથી સહન ન થયું ને તેણે બ્રાહ્મણ પુત્રોને મયૂર બંધનથી બાંધી દીધા. તેઓ જમીન પર પડી તરફડવા લાગ્યા ને મોઢેથી લોહી ઓકવા લાગ્યા. તેમનાં મા-બાપ અને નાગરિકો ત્યાં ભેગા થયા ને સાધુજી પાસે ક્ષમા માંગવા લાગ્યા ને કહ્યું “તમે તો દયાળુ છો. બાળકો તો અણસમજુ હોય કૃપા કરી તમે આમને છોડી દો.” મુનિ તો ધ્યાનમાં હતા, શું થયું થઈ ગયું છે તે તેમને ખબર જ નહોતી. ત્યાં દેવે એક છોકરાના શરીરમાં પ્રવેશ કરી કહ્યું, “આ સાધુ મહારાજે કાંઈ કર્યું નથી. મેં જ કર્યું છે. આનો એક જ રસ્તો છે કે “આ મહાભાગ સાધુના ચરણ પખાળી તે પાણી આ લોકો પર છાંટો તો બધા સ્વસ્થ થશે.” તેમણે એમ કર્યું તેથી બાળકો સ્વસ્થ થઈ ઊભાં થયાં. એટલે તેમનાં મા-બાપે ને અન્ય લોકોએ દ્રવ્ય આદિ અનેક વસ્તુઓ તે મહાત્માના પગમાં અર્પણ કરી. ઘણી વિનંતી કરી પણ સાધુ મહારાજે કહ્યું, “મહાનુભાવો ! આ દ્રવ્યથી મને કાંઈ જ પ્રયોજન નથી. તમારે વાપરવું હોય તો જીર્ણોદ્ધારમાં વાપરો.” આ સાંભળી સર્વેએ મુનિની નિઃસ્પૃહતાના ગુણ ગાયા. ને લેમર્થી નામ પાડ્યું. ત્યાં તેમનો
SR No.022160
Book TitleUpdesh Prasad Part 04
Original Sutra AuthorN/A
AuthorVishalsensuri
PublisherVirat Prakashan Mandir
Publication Year2010
Total Pages338
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy