SearchBrowseAboutContactDonate
Page Preview
Page 287
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૭ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ ભાગ-૪ અતિશય ગુણકારી છે. જ્ઞાનયોગ સાધનાર શુદ્ધ એવી ધ્યાનની મગ્નતાને પામે છે. આમ જ્ઞાનયોગના પ્રતાપે નિર્ભય બનેલા ને વ્રતોમાં સ્થિત એવા મુનિઓ સુખાસને બેસી, નાસાગ્રમાં દષ્ટિ રાખી એવા સ્થિર થાય છે કે અન્ય જગ્યાએ દષ્ટિ પણ જતી નથી. શરીરના મધ્યને, ગ્રીવાને તેમજ મસ્તકને સીધા-ઉન્નત રાખે છે. તેમજ દાંત ન અડે તે રીતે ઓષ્ઠ સંપુટ બંધ રાખે છે. આર્તિ ને રૌદ્ર ધ્યાનનો ત્યાગ કરી પ્રમાદ રહિત થઈ ધર્મધ્યાન તેમજ શુક્લધ્યાનમાં બુદ્ધિને સ્થિર કરે છે. આર્તધ્યાનમાં કૃષ્ણ, નીલ અને કાપોત લેશ્યા સંભવે છે. તે અનતિક્લિષ્ટ ભાવવાળા કર્મના પરિણામથી ઊપજે છે. આ ધ્યાન છઠ્ઠા પ્રમત્તગુણસ્થાનક સુધી હોય છે ને તિર્યંચ ગતિ આપે છે. માટે પ્રમાદના કારણભૂત આર્તધ્યાનનો પ્રયત્નપૂર્વક મહાત્માઓએ ત્યાગ કરવો. રૌદ્રધ્યાન અતિસંક્લિષ્ટ ભાવવાળા કર્મના પરિણામથી ઉત્પન્ન થાય છે. અહીં પ્રથમથી ત્રણે વેશ્યા હોઈ શકે છે, તે અવશ્ય નરકની ગતિ આપે છે તે પાંચમા દેશવિરતિ ગુણસ્થાનક સુધી રહે છે, આ ધ્યાન પણ ધીરપુરુષોએ પ્રયત્ન-સાવધાનીપૂર્વક વર્જવું. ઉત્તમ આત્માઓએ લોકોત્તર તેમજ પ્રશસ્ત એવા છેલ્લા બે (ધર્મ-શુક્લ) ધ્યાનનો સ્વીકારઅભ્યાસ કરવો આ ધ્યાનવાળાને ઇન્દ્રપણાની પણ ઇચ્છા હોતી નથી. કહ્યું છે કે – यत्र गच्छति परं परिपाकं, पाकाशासनपदं तृणकल्पम् । स्वप्रकाशसुखबोधमयं, तद्ध्यानमेव भवनाशि भजध्वम् ॥ અર્થ - જયાં શ્રેષ્ઠ કોટિના પરિપાક-વિકાસને આત્મા પામીને સંતુષ્ટ થાય છે, અને ઇન્દ્રની પદવી સમૃદ્ધિને પણ તણખલું સમજે છે, તેમજ આત્મીય પ્રકાશ-સુખ-બોધમય છે ને ભવનો નાશ કરનાર છે તે ધ્યાનને હે ભવ્યો ! તમે નિત્ય ભજો. . . રોગી અને મૂર્ખ મનુષ્યો પણ સાક્ષાત્ વિષયોનો તો ત્યાગ કરી શકે છે, પરંતુ વિષયનો અનુરાગ છોડી શકતા નથી. ત્યારે પરમાત્મસ્વરૂપને જાણનાર-જોનાર ધ્યાની મહાત્મા તૃપ્તિ પામેલ હોઈ ફરી તે વિષયાદિમાં અનુરાગી બનતા નથી. આત્મા અને પરમાત્મામાં ભેદબુદ્ધિ જન્ય વિવાદ છે. ધ્યાની જીવ તે વિવાદ છોડી તરત જ આત્મા પરમાત્માનો ભેદનાશ કરી અભેદત્વ નિપજાવે છે. બધાં ધ્યાનમાં આત્મધ્યાન જ શ્રેષ્ઠ છે. કારણ કે અધ્યાત્મજ્ઞાનનું ફળ આત્મજ્ઞાન અને તેનું ફળ મુક્તિ છે. માટે સમજુ જીવોએ આત્મજ્ઞાન માટે સતત પ્રયત્ન કરવો. આત્માનું જ્ઞાન થતાં બીજું જ્ઞાન અવશિષ્ટ રહેતું જ નથી. આત્મજ્ઞાન વિનાના સર્વજ્ઞાન વ્યર્થ જ છે. નવતત્ત્વનું જ્ઞાન પણ આત્મજ્ઞાનના પ્રકાશ માટે જ છે. અજીવ આદિ પદાર્થનું સ્વરૂપ આત્મસ્વરૂપની ભિન્નતાના બોધ માટે જ જણાવવામાં આવ્યું છે. ધર્માસ્તિકાયાદિ અજીવ પદાર્થો ચાલવા આદિ ક્રિયામાં જીવને ઉપકારી છે. જેમ રત્નની કાંતિ; નિર્મળતા અને શક્તિ રત્નથી જુદી નથી તેમ આત્માના જ્ઞાન-દર્શન અને ચારિત્ર આદિ લક્ષણ આત્માથી ભિન્ન નથી. માત્ર “આત્માના જ્ઞાન, દર્શન અને ચારિત્ર એ
SR No.022160
Book TitleUpdesh Prasad Part 04
Original Sutra AuthorN/A
AuthorVishalsensuri
PublisherVirat Prakashan Mandir
Publication Year2010
Total Pages338
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy