SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ mundo ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૪ આમ ગુરુજીએ બતાવેલા રહસ્યમય શબ્દના અર્થો - અને સકલ સિદ્ધાંતના સારભૂત પદ ગોખવા લાગ્યા. ત્યાં સુધી કે લોકોએ તેમનું નામ માસતુસમુનિ પાડી દીધું. છતાં આત્મનિંદા અને આયંબિલ તપ કરતા ધીરતાપૂર્વક મુનિએ બાર વર્ષ વિતાવ્યાં અને એ પદ ગોખતાં-ગોખતાં તેને ભાવતાં-ભાવતાં શુભધ્યાને તેઓ ક્ષપક-શ્રેણિએ ચડ્યા ને લોકાલોકપ્રકાશી કેવળજ્ઞાન પામ્યા. દેવોએ કેવળજ્ઞાનનો મહિમા કર્યો. જ્યાં અક્ષર પણ ચડતો નહોતો ત્યાં રાગ-રીસ જીતીને કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. પૃથ્વી પર વિચરી ઘણા જીવોને ઉપદેશ આપી અંતે સિદ્ધ-બુદ્ધ-મુક્ત થયા. આમ માસતુસ મુનિ શુભ ભાવે સર્વ પાપનો ક્ષય કરી કેવળજ્ઞાન મેળવી મુક્તિ પામ્યા. ૨૬૨ ચોરવહનની સ્થિરતાનું દષ્ણતા नलिनीगुल्मत एत्याचार्यजीवः सरोत्तमः । योगवाहिस्वशिष्याणां, क्रियास्वविजमातनोत् ॥१॥ અર્થ - ઉત્તમ દેવ બનેલા આચાર્યના જીવે નલિની ગુલ્મ નામના વિમાનમાંથી પૂર્વના રૂપે ઉપાશ્રયે આવી-પૂર્વના શિષ્યોની યોગક્રિયામાં આવેલું વિઘ્ન દૂર કર્યું. (એ વાત આગળ કહેવાશે.) ઠાણાંગસૂત્રમાં કહ્યું છે કે “શ્રમણ ભગવાન્ મહાવીરદેવના શાસનમાં સાત જણા પ્રવચન નિદ્ભવ થશે. તે આ પ્રમાણે - (૧) (બહુરતા) બહુ સમયે કાર્યવાદી, (૨) છેલ્લા પ્રદેશે જીવવાદી, (૩) અવ્યક્તવાદી, (૪) સમય સામુચ્છેદિક (પ્રતિસમયે ઉચ્છેદવાદી), (૫) એક સમયે બે ક્રિયાવાદી, (૬) ત્રિરાશિક અને (૭) અવસ્થિતિક (સ્પષ્ટકર્મ માનનાર) આ સાત પ્રવચન નિદ્વવના સાત આદિ ધર્મગુરુઓનાં નામ આ પ્રમાણે છે - (૧) જમાલી, (૨) તિગ્રગુપ્ત, (૩) આષાઢસૂરિના શિષ્ય (૪) મુનિ અથમિત્ર, (૫) મુનિ ગંગદત્ત, (૬) રોહગુપ્ત, (૭) ગોષ્ઠામાહિલ. આ સાતે નિદ્વવોનું સૂત્રમાં માત્ર સૂચન કરવામાં આવ્યું છે. તેમાં ત્રીજો યોગક્રિયા વહન કર્યા પછી મિથ્યાત્વના ઉદયે નિદ્ભવ થયો. આ પ્રમાણે અનેક જગ્યાએ સાધુઓના ઉપધાન સ્વરૂપ યોગવહનનું વર્ણન કરવામાં આવેલ છે. છતાં આ યોગાદિકનો જેઓ અપલાપ કરે છે, તેમની ધૃષ્ટતા ન સમજાય તેવી અકલિત છે. કારણ કે તેઓ (વ્યક્ત) પ્રત્યક્ષ રીતે જ સૂત્રવિરૂદ્ધ બોલે છે અને આ કારણે તો સિદ્ધાંતમાં બતાવેલું અવ્યક્તવાદીનું ચરિત્ર અવ્યર્થ થઈ જાય તેમ છે, તે ચરિત્ર નીચે પ્રમાણે છે. શ્વેતાંબીનગરીના પરિસરમાં પોલાસ નામના ઉપવનમાં આર્ય અષાઢાસૂરિ સમુદાય સાથે પધાર્યા. તેમના ગચ્છમાં ઘણા મુનિઓ વિદ્વાન અને આગમના જાણ હતા. આગમ ભણવા યોગ્ય
SR No.022160
Book TitleUpdesh Prasad Part 04
Original Sutra AuthorN/A
AuthorVishalsensuri
PublisherVirat Prakashan Mandir
Publication Year2010
Total Pages338
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy