SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૪ સ્વયંવરમાં આવ્યો. ત્યાં કૂબડાના વેષમાં જ રહીને નળે દધિપર્ણ અને ભીમરાજાને સૂર્યપાક રસોઈ જ જમાડી. રસોઈ જમીને દમયંતીની રહી સહી શંકા પણ દૂર થઈ ગઈ. બીજું બાર વરસ પણ હવે પૂરાં થયાં હતાં. મુનિ-વચનમાં દમયંતીને શ્રદ્ધા હતી કે બાર વરસ બાદ તેને તેનો પતિ જરૂર પાછો મળશે. સમય જોઈને દમયંતી કૂબડા પાસે ગઈ અને શરમાતા શરમાતાં કહ્યું: “હે નાથ ! તે સમયે તો આપ મને ઊંઘતી મૂકીને ચાલ્યા ગયા હતા. પરંતુ આજે તો હું જાણું છું. વળી હું આજે જંગલમાં નહિ, પણ રાજમહેલમાં છું. આપની સાથે વાતો કરું છું. પૂરેપૂરી સજાગ અને સભાન છું. તો કહો મારા સ્વામિન્ ! હવે આપ મને કેવી રીતે છોડી જઈ શકશો.” કૂબડાએ આંસુભીની આંખે દમયંતી સામે જોયું. હવે તેનાથી તેનો વિયોગ અને વ્યથા સહન ન થઈ શક્યાં. તેણે ઝડપથી શ્રીફળમાંથી કપડાં કાઢ્યાં અને કરંડિયામાંથી અલંકારો કાઢ્યા. એ પહેરતાં જ એને પોતાનું મૂળ રૂપ અને સ્વરૂપ પ્રાપ્ત થયું. પોતાની સામે નળરાજાને જોઈને સૌ આનંદવિભોર બની ગયા. ભીમરાજાએ તુરત જ તેમને સિંહાસન પર બેસાડ્યા અને પ્રાર્થના કરી: “આપ આ રાજયનો સ્વીકાર કરો.” દધિપર્ણ રાજાએ પણ હાથ જોડીને કહ્યું: “હે રાજનું! મને આપ ક્ષમા કરજો. અજ્ઞાનતાથી જ મેં આપની પાસે રસોઈનું કામ કરાવ્યું.” થોડા દિવસ બાદ નળરાજા દમયંતી સાથે પોતાની કોસલાનગરી તરફ જવા નીકળ્યો. સાથે પરિવાર અને સેના પણ હતી. નાના ભાઈ કુબેરને લડાઈમાં હરાવ્યો અને તેને અભયદાન આપ્યું. આમ નળરાજા ભરતાધનો સ્વામી થયો. સમય જતાં નળરાજાએ પુષ્કર નામના પુત્રને પોતાનું રાજ્ય સોંપી દીધું અને દમયંતીની સાથે દીક્ષા અંગીકાર કરી. દીક્ષા જીવનમાં સંયમનું ઉત્કૃષ્ટ પાલન કરીને નળ દમયંતી બન્ને સ્વર્ગને પામ્યાં. આમ આ દમયંતીની કથા વાંચી અને સાંભળીને ગૃહસ્થોએ શ્રી જિનેશ્વર ભગવાનની નિત્ય અને નિયમિત પૂજા કરવા દઢ થવાનું છે. પૂજાના પ્રભાવથી દમયંતી દુઃખમાં પણ સુખી થઈ. જિનપૂજાનો પ્રભાવ અચિંત્ય છે. આથી શ્રી જિનેશ્વરદેવની પૂજા અંતરના ઉમળકાથી અવશ્ય નિયમિત કરવી. ૨૧૩ શ્રી જિનેશ્વરદેવની દીપક પૂજા जिनेन्द्रस्य पुरो दीपपूजां कुर्वन् जनो मुदा । लभते पृथराज्यादि संपदं धनदुःस्थवत् ॥
SR No.022160
Book TitleUpdesh Prasad Part 04
Original Sutra AuthorN/A
AuthorVishalsensuri
PublisherVirat Prakashan Mandir
Publication Year2010
Total Pages338
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy